scorecardresearch
Premium

BSNL નો નવો અવતાર! 7 નવી સર્વિસ લોન્ચ કરતા કંપનીએ કહ્યું, ‘ભવિષ્યમાં ટૈરિફ પ્લાનમાં પણ કોઈ વધારો નહીં થાય’

દેશભરમાં 4G નેટવર્ક લોન્ચ પહેલા બીએસએનએલ એ 7 નવી સર્વિસ લોન્ચ કરી છે. દેમાં સ્પૈમ-બ્લોકિંગ સોલ્યૂશન (spam-blocking solution), વાઈ-ફાઈ રોમિંગ સર્વિસ (Wi-Fi Roaming Service), ઈન્ટરનેટ ટીવી, ડાયરેક્ટ-ટૂ-ડિવાઈસ વગેરે સામેલ છે.

BSNL, BSNL Logo, BSNL Logo Launch, BSNL New Services, BSNL Tariff Hike
બીએસએનએલ એ 7 નવી સર્વિસ લોન્ચ કરી છે. (તસવીર: BSNL)

BSNL New Logo, Services launch: સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ આજે પોતાનો નવો લોગો લોન્ચ કર્યો છે. ટેલિકોમ કંપની અનુસાર, નવો લોગો વિશ્વાસ, મજબૂતી અને દેશભરમાં પહોંચનું પ્રતીક છે. દેશભરમાં 4G નેટવર્ક લોન્ચ પહેલા બીએસએનએલ એ 7 નવી સર્વિસ લોન્ચ કરી છે. દેમાં સ્પૈમ-બ્લોકિંગ સોલ્યૂશન (spam-blocking solution), વાઈ-ફાઈ રોમિંગ સર્વિસ (Wi-Fi Roaming Service), ઈન્ટરનેટ ટીવી, ડાયરેક્ટ-ટૂ-ડિવાઈસ વગેરે સામેલ છે.

બીએસએનએલ એ સીડૈકની સાથે ભાગીદારીમા માઇનિંગ કામગીરી માટે ઓછા સમયવાળી 5જી સંપર્ક સેવા પણ શરૂ કરી છે. જેમાં ભારતમાં નિર્મિત ઉપકરો અને બીએસએનએલની પ્રૌદ્યોગિકી વિશેષજ્ઞતાનો લાભ લેવામાં આવ્યો છે.

સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૂલ 7 નવી સેવાઓ શરૂ કરી છે. બીએસએનએલની નવી સેવાઓને લોન્ચ કરતા સિંધિયાએ કહ્યું, “બીએસએનએલ સરકારનો એક પ્રમુખ બિઝનેસ છે. એક પ્રમુખ બિઝનેસ જે આપણા દેશના પ્રત્યેક નાગરિકની આકાંક્ષાઓ, સપના તથા અપેક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે.” સિંધિયાએ કહ્યું કે બીએસએનએલ વર્ષોથી વિભિન્ન ઉપલબ્ધિઓ હાંસલ કરતા લોકોની સેવાઓ કરી રહી છે. સિંધિયાએ તેને ભારત માટે મોચી ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું કે, બીએસએનએલ એ પોતાનું 4G માળખું તૈયાર કર્યું છે. જેને 5G માં બદલી શકાય છે. તેમણે કહ્યું કે આગામી વર્ષના મધ્ય સુધીમાં બીએસએનએલની પાસે 1,00,000 4જી સાઈટ હશે. તે સમયે કેટલીક સાઈટ પર 5જી સેવા હશે.

આ પણ વાંચો: મંગળ ગ્રહ પર જીવન? NASA ના સંશોધનમાં લાલ ગ્રહ પર સંભવિત એલિયનની હાજરીના સંકેત

બીએસએનએલની નવી સર્વિસ:Bharat Sanchar Nigam Limited (BSNL) new services

બીએસએનએલનો દાવો છે કે, તેમનું નેટવર્ક સ્પમ-ફ્રી છે અને કંપની રિયલ-ટાઈમમાં સ્કૈમ તથા સ્પૈમ કોમ્યુનિકેશનને સમાપ્ત કરવા માટે એક કસ્ટમ સોલ્યૂએશનનો ઉપીયોગ કરી રહી છે.

આ સિવાય ટેલિકોમ કંપનીએ વાઈ-ફાઈ રોમિંગની પણ જાહેરાત કરી છે. જેના દ્વારા બીએસએનએલ નેટવર્ક યૂઝર્સ ટ્રાવેલ કરતા સમયે કોઈ પણ બીએસએનએલ FTTH વાઈ-ફાઈ નેટવર્ક કનેક્ટ કરી શકે છે.

FTTH વપરાશકર્તાઓ કંપનીની ફાઇબર-આધારિત ઇન્ટ્રાનેટ લાઇવ ટીવી સેવા દ્વારા 500 થી વધુ પ્રીમિયમ ટીવી ચેનલોને પણ ઍક્સેસ કરી શકે છે.

BSNL સિમ કાર્ડ ખરીદવું હવે પહેલા કરતા વધુ સરળ બની ગયું છે. હવે ગ્રાહકો કોઈપણ સમયે સિમ (ATS) કિઓસ્ક પર જઈને KYC પૂર્ણ કરી શકે છે અને સિમ મેળવીને તેને એક્ટિવેટ કરી શકે છે.

આ ઉપરાંત કંપનીએ એસએમએસ સેવા માટે ભારતની પ્રથમ સેટેલાઇટ-ટુ-ડિવાઈસ કનેક્ટિવિટી પણ શરૂ કરી છે જે જમીન, હવા અને સમુદ્ર પર કામ કરે છે.

BSNL એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે સિંગલ વન-ટાઇમ સોલ્યુશન નેટવર્કની પણ જાહેરાત કરી છે. BSNL એ ખાણકામ ક્ષેત્ર માટે સુરક્ષિત 5G નેટવર્ક પણ રજૂ કર્યું છે.

ટેરિફ ખર્ચાળ નહીં હોય

BSNL એ માહિતી આપી છે કે આવનારા સમયમાં ટેરિફના ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. BSNLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રોબર્ટ રવિએ પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે સ્પષ્ટપણે કહી શકીએ છીએ કે નજીકના ભવિષ્યમાં ટેરિફમાં કોઈ વધારો થશે નહીં.”

તેમણે કહ્યું કે આજે બીએસએનએલનું મુખ્ય ધ્યાન તેના ગ્રાહકોને ખુશ રાખવા અને તેમનો વિશ્વાસ જીતવાનું છે. “અમને નજીકના ભવિષ્યમાં ડ્યુટી વધારવાની કોઈ જરૂર દેખાતી નથી.”

તમને જણાવી દઈએ કે BSNLનું આ વલણ મહત્વપૂર્ણ છે કારણ કે ભારતમાં રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા સહિત ખાનગી ટેલિકોમ ઓપરેટરોએ આ વર્ષની શરૂઆતમાં ટેરિફના ભાવમાં વધારો કર્યો હતો. રવિએ જણાવ્યું હતું કે BSNL એ પહેલાથી જ ટ્રાયલ ધોરણે 4G સેવાઓ પૂરી પાડવાનું શરૂ કરી દીધું છે અને ગ્રાહકોના સંતોષને સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 4Gની સંપૂર્ણ કોમર્શિયલ સેવાઓ આ વર્ષે જ શરૂ થઈ શકે છે.

BSNL એ પણ CDAC સાથે ભાગીદારીમાં માઇનિંગ કામગીરી માટે ઓછી લેટન્સી 5G કનેક્ટિવિટી સેવા શરૂ કરી છે. તે ભારતીય બનાવટના સાધનો અને BSNLની ટેક્નોલોજી કુશળતાનો લાભ લે છે.

Web Title: New logo of bsnl launching 7 new services company said there will be no increase tariff plan in future rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×