દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે પોતાની લોકપ્રિય એન્ટ્રી લેવલ બાઈક પેશન પ્લસનું 2025 મોડલ બજારમાં ઉતારી દીધુ છે. હવે આ બાઈકના એન્જીનને OBD-2B ઉત્સર્જન ધોરણોને પૂર્ણ કરવા માટે અપડેટ કરેલ છે. જેના કારણે બાઈક સારી માઇલેજ સાથે સારૂ પરફોર્મંસ અને પ્રદુષણને ઓછુ કરવામાં મદદ કરશે. અપડેટેડ પેશન પ્લસને પહેલાની માફક સમાન સિંગલ (i3S ડ્રમ સેલ્ફ સ્ટાર્ટ અલોય) વેરિયન્ટમાં ઉતારવામાં આવ્યું છે. આ બાઈકને 4 કલર- બ્લેક ગ્રે અને બ્લેક નેક્સસ બ્લૂ સિવાય બ્લેક ગ્રે સ્ટ્રાઇપ અને સ્પોર્ટ રેડની સાખે બ્લૂઇશ ટીલ અને સ્પોર્ટસ રેડ બ્લેકમાં પજૂ કરવામાં આવ્યું છે.
નવી પેશન પ્લસના ફીચર્સ
નવી પેશન પ્લસના ડાયમેંશનની વાત કરીએ તો તેની લંબાઈ 1,982mm, પહોળાઈ 770mm અને ઊંચાઈ 1,087mm, વ્હીલબેસ 1235mm અને ગ્રાઉન્ડ ક્લીયરેંસ 168mm છે. આ બાઈક ડબલ ક્રેડલ ફ્રેમ પર તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં ઈંટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ (IBS), આગળ ટેલિસ્કોપિક ફોર્ક, મોબાઈલ ચાર્જિંગ પોર્ટ અને યૂટિલિટી બોક્સ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ના લાયસન્સ, ના રજીસ્ટ્રેશન, 60 હજારમાં આવ્યું 80km ની રેન્જ વાળું ઇલેક્ટ્રિક સ્કૂટર
આ એન્ટ્રી-લેવલ કોમ્પ્યૂટર સેગમેન્ટની બાઈક હોવાના કારણે તેમાં બેસિક સુવિધાઓ છે. બાઈકનો કર્બ વેટ 115 કિલોગ્રામ છે અને તેમાં ફ્યૂલ ટેંક 11 લીટરનું છે. આ સિવાય સીટની ઊંચાઈ 790mm રાખવામાં આવી છે. ડેલી યુઝ માટે આ એક સારી બાઈક સાબિત થઈ શકે છે. ઈ-બાઈકની ડિઝાઈન થોડી સ્પોર્ટી છે. ફેમિલી ક્લાસ માટે આ બાઈક વેલ્યૂ ફોર મની સાબિત થઈ શકે છે.
એન્જીન અને પાવર
20225 પેશન પ્લસમાં 97.2cc, સિંગલ સિલિન્ડર, એર-કૂલ્ડ એન્ડીન આપવામાં આવ્યું છે. આ એન્જીન અપડેટેડ OBD-2D ઉત્સર્જન અને ફ્યૂલ-ઇંજેક્શન ટેક્નોલોજી સાથે આવે છે. તે 7.91bhp નો પાવર અને 8.05Nm નો ટોર્ક પેદા કરી શકે છે. ટ્રાંસમિશનને સરળ બનાવવા માટે એન્જીનને 4-સ્પીડ ગેરબોક્સ અને વેટ મલ્ટી-પ્લેટ ક્લચની સાથે જોડવામાં આવ્યા છે. બાઈકમાં 18 ઈંચના ટાયર્સ અને ડ્રમ બ્રેકની સુવિધા મળે છે. કિંમતની વાત કરીએ તો નવી ફેશન પ્લસની એક્સ શોરૂમ કિંમત 82,016 રૂપિયા છે.