New Business Ideas : કેટલાક લોકોને નોકરી કરવાને બદલે પોતાનો ધંધો કે બિઝનેસ કરવો વધારે ગમે છે. જો કે રોકાણ માટેની મૂડીના અભાવે બિઝનેસ શરૂ કરવાનું સાહસ કરતા નથી. ઉપરાંત લોન લઇને બિઝનેસ શરૂ કરે તો પણ હપ્તા ચૂકવવાની અને ધંધો-વેપાર સફળ થશે કે નહીં તેની પણ ચિંતા સતાવતી હોય છે. આજે અમે તમને કોઇ મોટી દુકાન કે શો-રૂમ ભાડે લીધા વગર અત્યંત ઓછા મૂડીરોકાણ (Investment) સાથે પોતાનો ધંધો- વેપાર શરૂ કરી શકાય તેવા બિઝનેસ આઇડિયા (Business Ideas)આપીશું.
આ એક રીતે ઝીર ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ આઇડિયા છે. જેમા તમને બિઝનેસની શરૂઆત સાથે જ દર મહિને ઓછામાં ઓછા 30,000 રૂપિયાની આવક થવા લાગશે અને ત્યારબાદ તમે પોતાની મહેનત સાથે કમાણીને અનેક ઘણી વધારી શકો છો. આ સ્મોલ બિઝનેસ આઇડિયા ( Small Business Ideas)માં તમારે કોઇ મોટી દુકાન કે ગોદામ કે શો-રૂમ ભાડે લેવાની અને કોઇ મશીન માટે નાણાં ખર્ચવાની જરૂર રહેતી નથી.
ઓછા રોકાણ સાથે શરૂ કરો પોતાનો બિઝનેસ
ફિશ એક્વેરિયમ મેઇન્ટેનન્સ સર્વિસ : ફિશ એક્વેરિયમ મેઇન્ટેનન્સનો બિઝનેસ (Fish Aquarium maintenance Service) શરૂ કરવો ઘણો સરળ છે. આ બિઝનેસ શરૂ કરતા પહેલા તમારે થોડીક તાલીમ લેવાની જરૂર પડશે. જેમાં ફિશ એક્વેરિયમનું મેઇન્ટેનન્સ કેવી રીતે કરવામાં આવે છે, માછલીઓના ભોજન અને તેમની સારસંભાળ કેવી રીતે કરવી, કેવા પ્રકારની માછલી રાખવીથી કેવી અસર થાય છે – તેની માહિતી મેળવવાની હોય છે. તમારા શહેરની કેટલી ઓફિસો અને શો-રૂમમાં ફિશ એક્વેરિયમ છે તેની માહિતી પણ મેળવવી પડશે.
જ્યાં- જ્યાં ફિશ એક્વિરિયમ છે ત્યાં જઇને તમારે તમારી સર્વિસ અંગે પ્રેઝન્ટેશન કરવુ પડશે અને તે આકર્ષક હોવુ જોઇએ. તમારે તમારી ફિશ એક્વેરિયમ મેઇન્ટેનન્સ સર્વિસ માટેનું એક વિઝિટિંગ કાર્ડ બનાવવુ જોઇએ અને યુનિફોર્મ તો આજના સમયમાં ફરજિયાત બની ગયુ છે, જે સામેવાળી વ્યક્તિ કે કંપનીના અધિકારી પર તમારી સારી-ખરાબ અસર પાડે છે. મોટી કંપનીઓ અને શો-રૂમ માલિકો ફેશ એક્વેરિયમ સર્વિસ માટે સળતાથી દર મહિને 1000 રૂપિયા જેટલો ખર્ચ કરી શકે છે. નાના દુકાનદારો સર્વિસ પેમેન્ટમાં ભાવતાલ કરે છે.
ફિશ એક્વેરિયમન મેઇન્ટેનન્સ સર્વિસ માટે તમારે દરરોજ વિઝિટે જવાની જરૂર રહેતી નથી. આથી જ તમે તમારી લિસ્ટમાં મોટી સંખ્યામાં ક્લાયન્ટ ઉમેરી શકો છો અને કમાણી વધારી શકો છો. જો તમારી સર્વિસની માંગ વધે તો તમે ટીમ બનાવીને પોતાના બિઝનેસને આગળ વધારી શકો છો. ધીમે ધીમે આ ફિશ એક્વેરિયમ મેઇન્ટેનન્સ સર્વિસમાં કુશળ બની જશો તો લોકો તમારી પાસેથી ફિશ એક્વેરિયમ પણ ખરીદવા લાગશે.