scorecardresearch
Premium

Life on Mars: મંગળ ગ્રહ પર જીવન? NASA ના સંશોધનમાં લાલ ગ્રહ પર સંભવિત એલિયનની હાજરીના સંકેત

વૈજ્ઞાનિકોએ એવી સંભવના વ્યક્ત કરી છે કે, મંગળ ગ્રહના બર્ફીલા વિસ્તારમાં જીવન હોઈ શકે છે. તેમનું કહેવું છે કે બરફની ચાદરની નીચે જીવન હોવું જોઈએ. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ત્યાં સૂકા બરફની નીચે ફોટોસિંથેસિસ જેવી પ્રક્રિયા થઈ રહી છે. એક નવા અધ્યયનમાં આ ખુલાસો થયો છે.

Life on Mars, Alien life, mars exploration, protective ice,
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, સૂરજની રેડિએશનથી બચવા માટે બરફની ચાદરોની નીચે જીવન ફોટોસિંથેસિસના માધ્યમથી અથવા તે પ્રકારની પ્રક્રિયા દ્વારા ઉદ્ભવી રહ્યું છે. (તસવીર: Freepik)

Life on Mars: વૈજ્ઞાનિકો માટે મંગળ ગ્રહ લાંબા સમયથી આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. આ પૃથ્વીથી સૌથી નજીકના ગ્રહોમાંથી એક છે. લાલ ગ્રહ પર વૈજ્ઞાનિકોને જીવનની આશા છે. નાસા અને અન્ય અંતરિક્ષ એજન્સીઓ અહીં ઘણા મિશન મોકલી ચુકી છે. વૈજ્ઞાનિકોએ એવી સંભવના વ્યક્ત કરી છે કે, મંગળ ગ્રહના બર્ફીલા વિસ્તારમાં જીવન હોઈ શકે છે. તેમનું કહેવું છે કે બરફની ચાદરની નીચે જીવન હોવું જોઈએ. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ત્યાં સૂકા બરફની નીચે ફોટોસિંથેસિસ જેવી પ્રક્રિયા થઈ રહી છે. એક નવા અધ્યયનમાં આ ખુલાસો થયો છે.

શું છે ફોટોસિંથેસિસ પ્રક્રિયા?

ફોટોસિંથેસિસ પ્રક્રિયા દરમિયાન છોડ, શેવાળ અને સાયનોબેક્ટેરિયા દરમિયાન રાસાયણિક ઊર્જા ઉત્પન્ન કરે છે. તેને પાણી અને સૂર્યની જરૂર હોય છે. પૃથ્વીના વાતાવરણમાં મોટાભાગનો ઓક્સિજન અહીં ઉત્પન્ન થાય છે. એક નવા અભ્યાસ મુજબ મંગળ પર ધ્રુવોની નજીક બરફની જાડી ચાદર છે. તેની નીચે જીવન હોઈ શકે છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, સૂરજની રેડિએશનથી બચવા માટે બરફની ચાદરોની નીચે જીવન ફોટોસિંથેસિસના માધ્યમથી અથવા તે પ્રકારની પ્રક્રિયા દ્વારા ઉદ્ભવી રહ્યું છે. આથી રેડિએટિલ હૈબિટેબલ જોન્સ કહેવામાં આવે છે. ફોટોસિંથેસિસને યોગ્ય માત્રામાં પ્રકાશની જરૂર હોય છે. આથી તે જાણકારી નથી મળતી કે લાલ ગ્રહ પર જીવન છે.

મંગળ ગ્રહ પર જીવનની આશા

વૈજ્ઞાનિકોએ નાસાના માર્સ ઓર્બિટર, પરર્સિવરેંસ રોવર, માર્સ સૈંપલ રિટર્ન અને એક્સોમાર્સ જેવા અંતરિક્ષ યાન દ્વારા લાવવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. વૈજ્ઞાનિકોએ આ અંતરિક્ષ યાનોથી મળેલા ડેટાના આધારે આ હાઈપોથિસિસ બનાવી છે. જોકે મંગળ ગ્રહ પર જઈને બરફની નીચે તપાસ કરવાથી તેની પુષ્ટિ થઈ શકે છે.

આ પણ વાંચો: શું છે મૂનલાઈટ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય, ચંદ્રમાની ચારેય તરફ સેટેલાઈટનું નેટવર્ક ઉભુ કરવાની જરૂર કેમ પડી?

નાસા જેટ પ્રોપલ્શન લેબોરેટરીના શોધકર્તા અને ફેલો આદિત્ય ખુલ્લરે કહ્યું કે, અમે એવું નથી કરી રહ્યા કે મંગળ પર જીવન શોધી લેવામાં આવ્યું છે, પરંતુ અમારૂં માનવું છે કે મંગળ ગ્રહના ધુળવાળા સુકા બરફની ચાદરની નીચે જીવન હોવાની સંભાવના છે. ભવિષ્યમાં તેની તપાસ કરવામાં આવી શકે છે.

ધરતી અને મંગળ ગ્રહ હૈબિટેબલમાં આવે છે. બંને સુર્યથી એટલા દૂર છે કે અહીં જીવન ઉદ્ભવી શકે છે. તેનો પુરાવો ધરતી છે. તાપમાન એટલું રહી શકે છે કે ગ્રહ પર પાણી રહી શકે છે. કારણ કે ધરતી પર છે. મંગળ ગ્રહ સુકો છે અને મોટાભાગનો ભાગ લાલ અને સુકો છે.

મંગળ ગ્રહ પર ગયેલા મોટા ભાગના અંતરિક્ષ યાનોએ ત્યાં સુકાયેલી નદીઓના બેસિન, ઝીલો, નદીઓની સાખાઓ જોઈ છે. સંભાવના છે કે કરોડો વર્ષ પહેલા લાલ ગ્રહ પર પાણી હશે. માર્સ રિકોન્સેંસ ઓર્બિટરે પણ તેની પુષ્ટિ કરી છે. પરંતુ મંગળ ગ્રહ પર પાણી પૂર્ણ થઈ ગયું છે. મંગળ ગ્રબૃહ પર અલ્ટ્રાવાયલેટ કેડિએશન વધુ છે. તે જીવન માટે ખતરનાક છે. આદિત્ય ખુલ્લરનું કહેવું છે કે, ધરતીની માફક મંગળ ગ્રહ પર ઓઝોન જેવું કોઈ સુરક્ષા કવચ નથી. જેના કારણે ત્યાં 30 ટકા વધુ રેડિએશન છે.

ડેટા વિશ્લેષણથી જાણકારી મળી છે કે, મંગળ ગ્રહ પર 2 થી 15 ઈંચ સુધી બરફની ચાદર છે. પરંતુ પ્રદુષિત છે. આથી 0.1 ટકા ધુળ પણ મળી છે. પ્રદૂષણ મિક્સ હોવાના કારણે બરફની ચાદર ક્યાંક ક્યાંક 7 થી 10 ફુટ જાડી પણ હોઈ શકે છે. આવામાં તેના નીચે જીવનની શક્યતાઓ વધી જાય છે. એવું એટલા માટે કારણ કે અહીં સૂર્યના રેડિએશનની અસર ઓછી થઈ જાય છે.

Web Title: Nasa research hints at possible alien presence on the red planet mars rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×