scorecardresearch
Premium

MF Stock Strategy: અદાણી, ઝોમેટો, વોડાફોન આઈડિયા સહિતના આ શેરમાં મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણ કર્યું; સપ્ટેમ્બરમાં આ સેક્ટર સૌથી ફેવરીટ રહ્યા

Top Buy & Sell By MFs : સપ્ટેમ્બરમાં નિફ્ટી-50 એ 20000ની સપાટી કુદાવી હતી. નિફ્ટીને 18000 થી 19000 સુધી પહોંચવામાં 425 ટ્રેડિંગ સેશન જ્યારે 19000 થી 20000ની સપાટીએ પહોંચવામાં માત્ર 52 ટ્રેડિંગ સેશન લાગ્યા હતા

Stock Tips | Nifty
Mutual Funds Strategy: म्‍ મ્યુચ્યુઅલ ફંડ્સે માસિક ધોરણે યુટિલિટીઝ, એનબીએફસી, પીએસયુ બેન્ક, ઓટોમોબાઈલ, હેલ્થકેર, ટેલિકોમ અને સિમેન્ટ સક્ટરના શેરમાં વેઇટેજ વધાર્યું છે. (Photo – pixabay)

Mutual Funds Top Buy & Sell Idea : મ્યુચ્યુઅલ ફંડ્સમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે સીપ (SIP) મારફતે વિતેલ સપ્ટેમ્બર મહિનામાં જંગી રોકાણ આવ્યું છે. SIP દ્વારા આવતું માસિક રોકાણ પહેલીવાર પ્રથમ વખત 16,000 કરોડ રૂપિયાને વટાવી ગયું છે અને રૂ. 16,420.06 કરોડ સુધી પહોંચી ગયું છે. જો કે, આ સમયગાળા દરમિયાન ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણમાં 30 ટકાનો ઘટાડો થયો છે. સપ્ટેમ્બર 2023માં ઓપન એન્ડેડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 14091.26 કરોડનું રોકાણ થયું છે, જે ઓગસ્ટ 2023માં રૂ. 20,245.26 કરોડ હતું. ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં સ્મોલકેપ ફંડ્સ અને મિડકેપ ફંડ્સમાં રોકાણમાં ઘટાડો થયો છે, મલ્ટિકેપ ફંડ્સમાં પણ પાછલા મહિનાની સરખામણીએ રોકાણમાં ઘટાડો થયો છે. ઓગસ્ટની સરખામણીમાં ELSSમાં આઉટફ્લો વધ્યો છે. જોકે, લાર્જ કેપ ફંડનો આઉટફ્લો ઘટ્યો છે. આ સમયગાળા દરમિયાન મ્યુચ્યુઅલ ફંડોએ પણ તેમની સ્ટોક માર્કેટની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી બદલી છે.

સપ્ટેમ્બરમાં ઇક્વિટી માર્કેટના હાલ

બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં નિફ્ટી-50 બેન્ચમાર્ક 20,000ની સપાટી કુદાવી હતી. નિફ્ટીને 18 હજારથી 19 હજાર સુધી પહોંચવા માટે 425 ટ્રેડિંગ સેશન લાગ્યા હતા, જ્યારે 19 હજારથી 20 હજાર સુધી પહોંચવામાં માત્ર 52 ટ્રેડિંગ દિવસનો સમય લાગ્યો હતો. આ સમયગાળા દરમિયાન, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ) તરફથી 2.4 અબજ ડોલરનો ઇનફ્લો આવ્યો હતો, જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) નેટ સેલર હતા. સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ (ELSS અને ઇન્ડેક્સ ફંડ્સ સહિત) માટે ઇક્વિટી AUM માસિક ધોરણે 2.5% વધીને રૂ. 21 લાખ કરોડ થયું છે. જોકે, ઈક્વિટી સ્કીમના વેચાણમાં માસિક ધોરણે 5.2 ટકાનો ઘટાડો થયો છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ એયુએમ વધીને 46.6 લાખ કરોડ રૂપિયા થઇ ગયુ છે.

મ્યુચ્યુઅલ ફંડે ક્યા સેક્ટરમાં મની એલોકેશન વધાર્યું?

સપ્ટેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડોએ માસિક ધોરણે યુટિલિટીઝ, એનબીએફસી, પીએસયુ બેન્ક, ઓટોમોબાઈલ, હેલ્થકેર, ટેલિકોમ અને સિમેન્ટ સેક્ટરમાં વેઇટેજ વધાર્યું છે. જ્યારે પ્રાઈવેટ બેંક, ટેક્નોલોજી, કન્ઝ્યુમર, ઓઈલ એન્ડ ગેસ અને કેમિકલ્સમાં વેઈટેજમાં ઘટાડો કરવામાં આવ્યો છે અથવા તો મધ્યમ કર્યું છે. યુટિલિટીઝમાં વેઇટેજ 3.8%ની 35 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. હેલ્થકેરમાં વેઇટેજ 6.8%ની 17 મહિનાની ઊંચી સપાટીએ છે. પ્રાઈવેટ બેંકમાં વેઈટેજ ઘટીને 18.9% થઈ ગયું છે જ્યારે ઓઈલ એન્ડ ગેસમાં વેઈટેજ ઘટીને 5.7% થઈ ગયું છે.

ટોપ 10 બાઇંગ લાર્જકેપ સ્ટોક (Top 10 Largecap Stock)

અદાણી પાવર
વેદાંત
અદાણી ગ્રીન એનર્જી
અદાણી પોર્ટ્સ
બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ્સ
આઈશર મોટર્સ
ઝોમેટો
યુપીએલ
બજાજ ઓટો
એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ

ટોપ 10 સેલિંગ લાર્જકેપ સ્ટોક (Top 10 Largecap Stock)

બર્જર પેઇન્ટ્સ ઇન્ડિયા
પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ
અદાણી એન્ટરપ્રાઇઝ
મેરિકો
લાર્સન એન્ડ ટુબ્રો
હિન્દુસ્તાન એરોનોટિક્સ
જિંદાલ સ્ટીલ એન્ડ પાવર
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન
ભારત પેટ્રોલિયમ
પંજાબ નેશનલ બેંક

ટોપ- 10 બાઇંગ મિડકેપ સ્ટોક (Top 10 Midcap Stock)

જેએસડબ્લ્યુ એનર્જી
વોડાફોન આઈડિયા
એલ એન્ડ ટી ફાયનાન્સ
જીએમઆર એરપોર્ટ ઈન્ફ્રા
આદિત્ય બિરલા કેપિટલ
સન ટીવી નેટવર્ક
ગોદરેજ પ્રોપર્ટીઝ
પીરામલ એન્ટરપ્રાઈઝ
આઈઆઈએફએલ ફાઇનાન્સ
કોલગેટ-પામોલિવ (ઈન્ડિયા)

ટોપ 10 સેલિંગ મિડકેપ સ્ટોક (Top 10 Midcap Stock)

આઈઆરએફસી
બેંક ઓફ ઇન્ડિયા
એનએચપીસી
બંધન બેંક
આઈડીએફસી ફર્સ્ટ બેંક
એચડીએફસી એએમસી
દેવયાની ઇન્ટરનેશનલ
ગુજરાત ગેસ
જિંદાલ સ્ટેનલેસ
ભારત ડાયનેમિક્સ

ટોપ 10 બાઇંગ સ્મોલકેપ સ્ટોક (Top 10 Smallcap Stock)

આદિત્ય વિઝન
શિપિંગ કોર્પોરેશન
પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ
એચએલઇ ગ્લાસકોટ
ટીવીએસ શ્રીચક્ર
ફાઇવ સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ
હેપ્પીસ્ટ માઇન્ડ્સ
સ્પંદન સ્પૂર્તિ ફાઇનાન્સિયલ
રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા
બીએસઇ

આ પણ વાંચો | કંગાળ લિસ્ટિંગ બાદ આ ફિનટેક કંપનીનો શેર 11 મહિનામાં 124 ટકા ઉછળ્યો, બ્રોકરેજ હાઉસે 1300 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો

ટોચના 10 સેલિંગ સ્મોલકેપ સ્ટોક (Top 10 Smallcap Stock)

ટોર્સન્સ પ્રોડક્ટ્સ
ગ્લોબલ સ્પિરિટ્સ
આંધ્ર પેપર
ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ
કેમલિન ફાઇન સાયન્સ
હિમાદ્રી સ્પેશિયાલિટી
વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ
ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક
મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ
આઈટીડી સિમેન્ટેશન ઇન્ડિયા

(સ્ત્રોત: ICICI Securities)

Web Title: Mutual funds top buy and sell largecap midcap smallcap stocks favourite sectors share investment as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×