scorecardresearch
Premium

Mukesh Ambani: મુકેશ અંબાણી નહીં જેનસેન હુઆંગ બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ, જાણો કેટલા ધનવાન છે એનવીડિયા ના સ્થાપક

Jensen Huang Asia Richest Person List: એનવીડિયાના કો-ફાઉન્ડર જેન્સન હુઆંગે અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે.

mukesh ambani jensen huang In asia richest person list | mukesh ambani net worth | jensen huang net worth | asia richest person list | Jensen Huang nvidia share
મુકેશ અંબાણી અને જેનસેન હુઆંગ. (Express Photo / Jensen Huang linkedin)

Jensen Huang Asia Richest Person List: મુકેશ અંબાણી ફરી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ રહ્યા નથી. મુકેશ અંબાણીને પછાડી મુળ તાઇવાનના ઉદ્યોગપતિ જેનસેન હુઆંગ (Jensen Huang) એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સ રિયલ ટાઇમ બિલિયોનર્સ લિસ્ટ અનુસાર તાઇવાનના એનવીડિયા (Nvidia) ના સીઇઓ જેનસેન હુઆંગ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે, છેલ્લા ઘણા વર્ષથી આ સ્થાન પર મુકેશ અંબાણીનો દબદબો હતો. જાણો જેનસેન હુઆંગ પાસે કેટલી સંપત્તિ છે

જેનસેન હુઆર કેટલા ધનિક છે?

ફોર્બ્સની રિયલ ટાઇમ અબજોપતિઓની યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પાછળ છોડી તાઇવાનના ઉદ્યોગપતિ જેન્સન હુઆંગ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. જેનસેન હુઆંગ પાસે 119 અબજ ડોલરની સંપત્તિ છે. છેલ્લા પાંચ વર્ષમાં જેનસેન હુઆંગની સંપત્તિમાં 2280 ટકાનો વધારો થયો છે. એનવીડિયાના અદભૂત ગ્રોથે દુનિયાની સૌથી મૂલ્યવાન જાહેર કંપની તરીકેનું પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે.

એનવીડિયા કંપનીની સફળતાની કહાની

1993માં જેનસેન હુઆંગે એનવીડિયાની સ્થાપના કરી હતી. અને ત્યારથી જ તેઓ કંપનીના સીઈઓ અને પ્રેસિડેન્ટ પદ પર છે. તેમની આગેવાનીમાં એનવીડિયાની માર્કેટ મૂડીમાં 177 ટકાનો વધારો થયો છે અને હાલમાં તે 3.33 ટ્રિલિયન ડોલર છે. કંપનીના આ ગ્રોથનો શ્રેય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેક્ટરમાં કંપનીના વર્ચસ્વને જાય છે. છેલ્લા કેટલાક મહિનામાં કંપનીના શેરમાં પણ તેજી આવી છે અને તેના કારણે હુઆંગની નેટવર્થ વધીને 4 અબજ અમેરિકન ડોલરથી વધુ થઈ ગઈ છે.

1999માં એનવીડિયાનો આઈપીઓ આવ્યો હતો. ત્યારથી, તે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ (જીપીયુ) તેમજ એઆઈ, ડેટા સેન્ટર અને સેલ્ફ-ડ્રાઇવિંગ કારના ગ્લોબલ પાવરહાઉસમાં ફેરવાઈ ગયું છે. તાજેતરમાં જ કંપનીના શેર વિભાજન થયુ હતુ, જે બાદ શેરનો ભાવ 1200 જોલર્સથી ઘટીને 130 ડોલર થઇ ગયો હતો અને રોકાણકારો માટે તેમાં રોકાણ કરવું સરળ બન્યું હતું. આ ઘટાડાનો ફાયદો એ થયો કે કંપનીની માર્કેટ વેલ્યૂમાં વધુ વધારો થયો.

જેનસેન હુઆંગની સંપત્તિ રોકેટ ગતિથી વધી

2024ની શરૂઆતમાં ફોર્બ્સે જેનસેન હુઆંગની કુલ સંપત્તિ આશરે 77 અબજ ડોલર હોવાનો અંદાજ મૂક્યો હતો. પરંતુ તાજેતરમાં જ નવીડિયાની માર્કેટ કેપમાં વધારો થયા બાદ તે અબજોપતિઓની યાદીમાં સામેલ થયા હતા. જેનસેન હુઆંગ હવે સ્ટીવ બાલ્મર (માઇક્રોસોફ્ટના ભૂતપૂર્વ સીઇઓ) થી એક સ્થાન નીચે છે, પરંતુ તેમણે ભારતીય બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે.

જેનસેન હુઆંગ એનવીડિયા શેર વેચશે

જેનસેન હુઆંગે તાજેતરમાં જ એનવીડિયામાં તેમના શેરહોલ્ડિંગ માંથી અમુક હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે. એક લેટેસ્ટ સિક્યોરિટીઝ ફાઇલિંગમાં બહાર આવ્યું છે કે તેઓ માર્ચ 2025 પહેલા 600,000 શેર વેચવાની યોજના ધરાવે છે. તેમના આ નિર્ણયથી કંપનીમાં તેમનો હિસ્સો 3 ટકા થી થોડો ઓછો થઇ શકે છે. વર્ષ 2019ની વાત કરીએ તો તે ગ્લોબલ વેલ્થ લિસ્ટમાં 546માં ક્રમે હતા અને તે સમયે તેમની નેટવર્થ 5 અબજ ડોલર હતી. ગયા વર્ષે તેમણે એક મોટી છલાંગ લગાવી અને દુનિયાના 76માં અરબપતિ બની ગયા.

આ પણ વાંચો | રોકાણકાર સાવધાન: શેરબજાર, કોમોડિટીમાં છેતરપિંડીથી બચવા આટલું કરો, જાણો ફરિયાદ ક્યાં કરવી

જેન્સન હુઆંગની સંપત્તિમાં વધારા ઉપરાંત ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ ધરખમ વધારો થયો છે. અદાણીની સંપત્તિમાં વર્ષ 2024માં જ 19.6 અબજ ડોલરનો વધારો થયો છે અને તેઓ કુલ 104 અબજની સંપત્તિ સાથે દુનિયાના અબજોપતિઓની યાદીમાં 15માં નંબરે પહોંચી ગયા છે. આ સાથે જ મુકેશ અંબાણીની નેટવર્થ 115.6 અબજ ડોલર છે.

Web Title: Mukesh ambani seat back asia richest person list jensen huang net worth nvidia share jumps as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×