scorecardresearch
Premium

Jio IPO: મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો નો આઈપીઓ વર્ષ 2025માં આવવા સંભવ, જાણો કઇ વેલ્યૂએશન પર શેરબજારમાં લિસ્ટેડ થશે શકે છે

Reliance Jio IPO: બ્રોકરેજ હાઉસ જેફરીઝે જણાવ્યું કે, મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડનો આઈપીઓ વર્ષ 2025માં આવી શકે છે. આ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર માટે બાય રેટિંગ સાથે ઉંચો પ્રાઈસ ટાર્ગેટ આપ્યો છે.

Jio | Jio tariffs rate increases | jio mobile recharge plan | reliance jio | jio recharge plan | jio unlimited 5g data plan
Reliance Jio: રિલાયન્સ જિયો મુકેશ અંબાણીની માલિકીની ટેલિકોમ કંપની છે. (Express Photo)

Reliance Jio IPO News: મુકેશ અંબાણી રિલાયન્સ જિયો નો આઈપીઓ લાવી શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપની માલિકની રિલાયન્સ જિયો અગ્રણી ટેલિકોમ કંપની છે. બ્રોકરેજ હાઉસ જેફરીઝે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ટેલિકોમ યુનિટ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડનો મેગા IPO વર્ષ 2025માં આવી શકે છે, જેનું સંભવિત મૂલ્યાંકન 9.3 લાખ કરોડ રૂપિયાથી વધુ હશે. આ સાથે જેફરીઝે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ શેર માટે BUY રેટિંગ સાથે ઉંચો ટાર્ગેટ આપ્યો છે.

રિલાયન્સના શેર પર BUY રેટિંગ આપ્યું છે અને 3580 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.

જેફરીઝનું કહેવું છે કે રિલાયન્સ જિયો 112 અબજ ડોલરની વેલ્યૂએશન પર શેરબજારમાં લિસ્ટ થઇ શકે છે અને તેનાથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરની કિંમતમાં 7-15 ટકાનો વધારો થઈ શકે છે.

Mukesh Ambani | Mukesh Ambani Photo | Mukesh Ambani Net Worth | Mukesh Ambani RIL Stock | Mukesh Ambani Reliance Industries | Reliance Industries Mukeh Ambani | Reliance Industries share | RIL Stock
મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન છે. (Photo – RIL.com)

રિલાયન્સ જિયો આઈપીઓ આવવાની સંભાવના?

બ્રોકરેજ ફર્મ Jefferies અનુસાર રિલાયન્સ જિયો દ્વારા તાજેતરમાં સૌથી પહેલા ટેલિકોમ ટેરિફ વધારવામાં આવ્યા હતા. જ્યારે ફીચરફોન ટેરિફ યથાવત રાખતા મોનેટાઈઝેશન અને સબ્સક્રાઇબર બજાર હિસ્સેદારી હાંસલ કરવા પર ધ્યાન કર્યું છે. અમારા મતે આ પગલું કેલેન્ડર વર્ષ 2025માં સંભવિત પબ્લિક લિસ્ટિંગ માટે એક તકનું સર્જન કરે છે. રિલાયન્સ આઈપીઓ પર વિચાર કરી શકે છે અથવા Jio ઈન્ફોકોમ ડિમર્જ કરી શકે છે, જેવું Jio Financial Services (JFS) સાથે કર્યું હતું.

રિલાયન્સ જિયોમાં 33.7 ટકા લઘુમતી શેરહોલ્ડિંગ સાથે RIL તેની ટેલિકોમ કંપની જિયોમાં 10 ટકા હિસ્સો લિસ્ટ કરી IPOની જરૂરિયાત પૂરી કરી શકે છે. Jio એ તેનો ટોચનો મૂડીરોકાણનો તબક્કો પાર કરી લીધો છે, તેથી સમગ્ર IPO લઘુમતી શેરધારકો દ્વારા વેચાણ માટેની ઓફર હોઈ શકે છે.

જોકે, IPOના 35 ટકા હિસ્સો રિટેલ સેગમેન્ટ માટે અનામત છે જેને રિટેલ રોકાણકારો પાસેથી મોટા પાયે એકત્રીકરણની જરૂર પડશે. જેફરીઝ કહે છે કે જ્યારે RIL લિસ્ટિંગ પછી બહુમત અંકુશ જાળવી રાખશે, અમારા વિશ્લેષણ દર્શાવે છે કે ભારતીય સ્ટોક એક્સચેન્જ ભવિષ્યમાં લિસ્ટેડ પેટાકંપનીને 20-50 ટકા હોલ્ડકો ડિસ્કાઉન્ટ આપે છે.

Stock Market Special Trading Day, Stock Market Special Trading on Saturday
શેર માર્કેટ ફાઇલ તસવીર – Express photo

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ શેર માટે 3580 રૂપિયાનો પ્રાઇસ ટાર્ગેટ

બ્રોકરેજ જેફરિફ દ્વારા RIL સ્ટોક પર BUY રેટિંગ જાળવી રાખવાની સાથે શેર દીઠ 3580 રૂપિયાનો પ્રાઇસ ટાર્ગેટ આપ્યો છે. એટલે કે આ શેર હાલના 3164 રૂપિયાના બંધ લગભગ 13 ટકા જેટલો વધી શકે છે. 1 જાન્યુઆરી બાદથી અત્યાર સુધીમાં RILનો શેર ભાવ 22 ટકા વધી ગયા છે, જે શેરબજાર સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી કરતા ઉંચું રિટર્ન દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, કેલેન્ડર 2024 દરમિયાન અત્યાર સુધમાં નિફ્ટીમાં 12 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો | જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા કોનો રિચાર્જ પ્લાન સૌથી સસ્તો? જાણો ફાયદા

જિયો ટેરિફ 25 ટકા મોંઘા થયા

તાજેતરમાં રિલાયન્સ જિયો દ્વારા વિવિધ ટેરિફ પ્લાન 25 ટકા સુધી મોંઘા કરવામાં આવ્યા છે. ત્યારબાદ હરિફ ટેલિકોમ કંપની ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા દ્વારા પણ ટેરિફ પ્લાનની કિંમત વધારવામાં આવી છે.

Web Title: Mukesh ambani reliance jio ipo share valuations jefferies reliance industries share target price as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×