રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણીને ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી ઇમેલ થકી મળી છે. મેઇલાં 400 કરોડની માંગ કરવામાં આવી છે. ધમકીને જોતા પોલીસે અંબાણીના ઘર ર સુરક્ષા વધારી દીધી છે. આ સાથે જ ઇમેલ મોકલનારની શોધ માટે સાઇબર પોલીસ પણ કામ કરી રહી છે.
આ પહેલા પણ અંબાણીને ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો. જેનો તેણે જવાબ આપ્યો ન હતો. આ પછી સોમવારે સવારે અંબાણીને ત્રીજી વખત ધમકીભર્યો મેલ મળ્યો છે. આ મેલ આ જ આઈડી પરથી મોકલવામાં આવ્યો છે. છેલ્લા મેલમાં 200 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. જો કે આ વખતે મેલ મોકલનાર ખંડણીની રકમ વધારીને 400 કરોડ રૂપિયા કરી દીધી છે.
હાલ પોલીસ ઈમેલ મોકલનારને શોધી રહી છે. મેઈલ મોકલનાર વ્યક્તિએ 27 ઓક્ટોબરે આવા બે મેઈલ મોકલીને 200 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. ત્રીજી વખત તેણે આ રકમ વધારીને 400 કરોડ રૂપિયા કરી છે કારણ કે અંબાણીએ અગાઉના મેઇલનો જવાબ આપ્યો ન હતો.
તમારી સુરક્ષા ગમે તેટલી મજબૂત હોય…
આ મેઈલ અંબાણીના ઓફિશિયલ આઈડી પર મોકલવામાં આવ્યો છે. તેના પર લખેલું છે, “તમારી સુરક્ષા ગમે તેટલી મજબૂત હોય, અમારો એક સ્નાઈપર તમને મારી શકે છે. આ વખતે માંગ ₹400 કરોડની છે. પોલીસ મને ટ્રેક કરી શકતી નથી કે ધરપકડ કરી શકતી નથી. આ મેઈલ બાદ મુંબઈ પોલીસે સોમવારે અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયાની સુરક્ષા વધારી દીધી છે.
અંબાણીને શુક્રવારે પ્રથમ ધમકીભર્યો મેલ મળ્યો હતો. મેલ મોકલનારનું કહેવું છે કે તેનું નામ શાદાબ ખાન છે. જાનથી મારી નાખવાની ધમકી આપી 100 કરોડની માંગણી કરી હતી. આ પછી અંબાણીના ઘર એન્ટિલિયાની સુરક્ષા જોઈ રહેલા દેવેન્દ્ર મુનશીરામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બીજા દિવસે આરોપીઓએ તેમને બીજો ઈમેલ મોકલ્યો અને ખંડણીની રકમ બમણી કરી દીધી કારણ કે તેમને અંબાણી તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.