scorecardresearch
Premium

મુકેશ અંબાણીના ખાસ મિત્ર આનંદ જૈન કોણ છે? જાણો રિલાયન્સ અને ડ્રિમ11 સાથે શું છે કનેક્શન

Who is Anand Jain, Mukesh Ambani’s best Friend? : મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચૈરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિના મિત્રની યાદીમાં આનંદ જૈન પણ સામેલ છે.

mukesh ambani anand jain | mukesh ambani with anand jain | mukesh ambani best friend anand jain | mukesh ambani best friend name list | anand jain business | anand jain net worth
મુકેશ અંબાણીના ખાસ મિત્રોમાં આનંદ જૈનનો સમાવેશ થાય છે. (Financial Express)

Who is Anand Jain, Mukesh Ambani’s best Friend? : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હાલમાં જ 20 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ હાંસલ કરી છે. રિલાયન્સ આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે. મુકેશ અંબાણી રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. રિલાયન્સની સફળતાનો શ્રેય મુકેશ અંબાણીની મહેનત અને નેતૃત્વને જાય છે. પરંતુ કહેવાય છે કે દરેક સફળ નેતાની પાછળ તેમના વિશ્વાસુ સહયોગી હોય છે. મનોજ મોદીને અંબાણીના જમણા હાથ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અરબપતિ બિઝનેસમેન અને દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની આસપાસ બીજા પણ ઘણા જાણીતા લોકો છે જેઓ રિલાયન્સને આગળ વધારી રહ્યા છે. તેમાંથી એક છે તેમના લાંબા સમયના મિત્ર આનંદ જૈન.

જય કોર્પ લિમિટેડના ચેરમેન આનંદ જૈનને મુકેશ અંબાણીની ખૂબ જ નજીક માનવામાં આવે છે. બાળપણથી જ બંને વચ્ચે ગાઢ મિત્રતા છે. મુકેશ અંબાણી અને આનંદ જૈન મુંબઈની Hill Grange High School માં મિત્ર બન્યા હતા. 1981માં જ્યારે મુકેશ અંબાણી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી પરત ફર્યા ત્યારે આનંદ જૈન રિલાયન્સના સંસ્થાપક ધીરુભાઈ અંબાણી સાથે કામ કરતા હતા. મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં જોડાવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

mukesh ambani | nita ambani | mukesh ambani nita ambani | mukesh ambani wife nita ambani | mukesh ambani Reliance Industries | mukesh ambani net worth | RIL
રિલયાન્સ ઈન્સ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે નીતા અંબાણી (Photo – @anantambaniiii Insta)

આનંદ જૈન એક સમયે ભારતના 11માં સૌથી ધનિક વ્યક્તિ હતા (Anand Jain Net Worth)

વર્ષ 2007માં આનંદ જૈનને ફોર્બ્સે 11માં ક્રમના સૌથી ધનિક ભારતીય ગણાવ્યા હતા. તે સમયે તેમની નેટવર્થ 4 અબજ ડોલર (લગભગ 33,154 કરોડ રૂપિયા) હતી. જો કે તે સમયે જય કોર્પની માર્કેટ વેલ્યૂ 45 અબજ ડોલર (લગભગ 3.7 લાખ કરોડ રૂપિયા) હતી. જો કે, તે પછીના વર્ષોમાં તેમની સંપત્તિમાં ઘટાડો થયો અને 2012 સુધીમાં, તેમની કુલ સંપત્તિ 525 મિલિયન ડોલર (લગભગ 4,351 કરોડ રૂપિયા) રહી ગઇ હતી.

આનંદ જૈન ના બિઝનેસ (Anand Jain Business)

જય કોર્પની વાત કરીએ તો તેની શરૂઆત 1985માં થઈ હતી. સ્ટીલ મેન્યુફેક્ચરિંગ, પ્લાસ્ટિક પ્રોસેસિંગ, યાર્ન સ્પિનિંગ અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં કંપનીને રસ છે. કંપનીના સાહસોને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ), ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં હિસ્સો, વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ્સ અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ બનાવવાનો શ્રેય આપવામાં આવે છે. કંપનીએ દેશના 14 શહેરોમાં 33 પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે.

આનંદ જૈન રિલાયન્સ સાથે સંબંધ (Anand Jain Connection With Reliance)

રિયલ એસ્ટેટ, ફાઇનાન્સ અને કેપિટલ માર્કેટમાં આનંદ જૈનની નિપુણતાને પગલે જ તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સૌથી મૂલ્યવાન એસેટ્સ પૈકીના એક છે. મુકેશ અંબાણીના વ્યૂહાત્મક સલાહકાર તરીકે કામ કરી રહેલા આનંદે રિલાયન્સના રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શન અને કેપિટલ માર્કેટ ઇન્ડસ્ટ્રીઝને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને જવાહરલાલ નહેરુ બંદરના બોર્ડમાં પણ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રિલાયન્સમાં પ્રભાવશાળી ભૂમિકા હોવા છતાં આનંદ જૈન કંપની પાસેથી કોઇ પગાર લેતા નથી. ઉલટાનું રિલાયન્સની ટેલિકોમ સબ્સિડિયરી રિલાયન્સ ઇન્ફોકોમમાં રોજબરોજની કામગીરીની દેખરેખ રાખે છે અને ત્યાંથી પગાર મેળવે છે.

આનંદ જૈન નો પરિવાર (Anand Jain Family)

મુકેશ અંબાણી ના ખાસ મિત્ર આનંદ જૈન મુંબઈમાં પત્ની સુષ્મા જૈન સાથે જીવન જીવે છે. સુષ્મા જૈન ગૃહિણી છે. તેમને બે બાળકો છે, નેહા જૈન અને હર્ષ જૈન. સૌથી મહત્વની વાત એ છે કે હર્ષ જૈને ભાવિત શેઠ સાથે મળીને Dream11 ની સ્થાપના કરી છે. Dream11 એ ભારતનું સૌથી મોટું ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ પૈકીનું એક છે.

આ પણ વાંચો | ભારતના પ્રથમ અબજોપતિ કોણ હતા? જેમની ખાણમાંથી નીકળ્યો હતો કોહીનૂર, સંપત્તિ જાણી ચોંકી જશો

આનંદ જૈન અને ડ્રિમ11 (Anand Jain Connection With Dream11)

2008 માં શરૂ થયેલી, ડ્રીમ 11 એ સ્પોર્ટ્સ ઉદ્યોગનમાં તોફાન મચાવ્યુ હતુ અને એપ્રિલ 2018 માં યુનિકોર્નનો દરજ્જો મેળવનારી પ્રથમ ભારતીય ફેન્ટસી સ્પોર્ટ્સ કંપની બની હતી. ઓક્ટોબર 2023માં, કંપની પાસે 200 મિલિયનથી વધુનો યુઝર બેઝ હતો. Dream11 ક્રિકેટ, ફૂટબોલ, બેઝબોલ જેવી કાલ્પનિક રમતોમાં શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડે છે.

Web Title: Mukesh ambani best friend anand jain know about his journey and connection with reliance dream11 as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×