scorecardresearch
Premium

Motorola Razr 50 Ultra: મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા ભારતમાં લોન્ચ, ફ્લિપ ફોનમાં 4 મોટી સ્ક્રીન અને દમદાર ફીચર્સ, જાણો કિંમત

Motorola Razr 50 Ultra Price In India: મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા ક્લેમસેલ સ્ટાઇલ ફોલ્ડેબલ ડિઝાઇન સાથે આવે છે. પસંદગીના બેંક કાર્ડથી ફોન ખરીદવા પર 5000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે.

Motorola Razr 50 Ultra | Motorola Razr 50 Ultra Price | Motorola Razr 50 Ultra Features | Motorola Razr 50 Ultra Camera | Motorola Razr 50 Ultra specifications | motorola foldable phone
Motorola Razr 50 Ultra Foldable Phone: મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા ફોલ્ડેબલ ફોન ભારતમાં લોન્ચ થયો છે. (Image: @motorolaindia)

Motorola Razr 50 Ultra launched: મોટોરોલાએ ભારતમાં પોતાની રેઝર સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા ક્લેમસેલ સ્ટાઇલ ફોલ્ડેબલ ડિઝાઇન સાથે આવે છે. સ્માર્ટફોનમાં 4 ઇંચની મોટી કવર ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 8એસ જેન 3 ચિપસેટ અને IPX8 રેટિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. પાવરિંગ મોટોરોલા રેઝર 50 અલ્ટ્રામાં 4000 mAh બેટરી છે. જાણો આ હેન્ડસેટની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર…

મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા કિંમત (Motorola Razr 50 Ultra Price)

મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 99999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન મિડનાઇટ બ્લૂ, સ્પ્રિંગ ગ્રીન અને પીચ ફૂઝ કલર ઓપ્શનમાં આવે છે. હેન્ડસેટ એમેઝોન પ્રાઇમ ડે 2024 સેલમાં વેચવામાં આવશે. પ્રાઇમ ડે સેલ 20 અને 21 જુલાઇના રોજ યોજાશે. આ ફોન મોટોરોલા ઇન્ડિયાની વેબસાઇટ અને તમામ મોટા રિટેલ સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ થશે.

Motorola Razr 50 Ultra | Motorola Razr 50 Ultra Price | Motorola Razr 50 Ultra Features | Motorola Razr 50 Ultra Camera | Motorola Razr 50 Ultra specifications | motorola foldable phone
Motorola Razr 50 Ultra Foldable Phone: મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા ફોલ્ડેબલ ફોનમાં 4 ઇંચ મોટી ઈનર સ્ક્રીન અને 4000 mAh મોટી બેટરી આપવામાં આવી છે. (Image: Social Media)

અર્લી બર્ડ સેલ હેઠળ કંપની ગ્રાહકોને 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. પસંદગીના બેંક કાર્ડથી ફોન ખરીદવા પર 5000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ઉપરાંત નો-કોસ્ટ ઈએમઆઈ પર પણ આ ડિવાઈસ લઈ શકાય છે.

મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા સ્પેસિફિકેશન્સ (Motorola Razr 50 Ultra Specifications)

મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા સ્માર્ટફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 6.9 ઇંચની ફુલએચડી + (1,080×2,640 પિક્સલ) એલટીપીઓ પીએલઇડી ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 165 હર્ટ્ઝ છે. સ્ક્રીનમાં 300 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ અને પિક્સેલ ડેન્સિટી 413ppi છે. આ હેન્ડસેટમાં 4 ઇંચ (1080 × 1272 પિક્સલ) એલટીપીઓ પીએલઇડી ડિસ્પ્લે છે જે એચડીઆર10+ સપોર્ટ કરે છે. આ ડિવાઇસમાં એન્ડ્રોઇડ 14 છે. આ મોટોરોલા ફોનની ફ્રેમ એલ્યુમિનિયમની બનેલી છે.

Motorola Razr 50 Ultra સ્માર્ટફોન સ્નેપડ્રેગન 8 એસ જેન 3 ચિપસેટ સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 12 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યું છે.

મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા કેમેરા (Motorola Razr 50 Ultra Camera)

ફોટોગ્રાફી માટે મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ) સપોર્ટ સાથે 50 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરો અને 2x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50 મેગાપિક્સલ ટેલિફોટો કેમેરો આપવામાં આવ્યો છે. મોટોરોલાના આ ફોલ્ડેબલ ફોનમાં ઇનર ડિસ્પ્લેમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ કેમેરામાં એક્શન એન્જિન, ઓટો સ્માઇલ કેપ્ચર અને જેસ્ચર કેપ્ચર જેવા કેટલાક એઆઇ-સંચાલિત ટૂલ્સ આપવામાં આવ્યા છે.

કનેક્ટિવિટી માટે મોટોરોલા રેઝર 50 અલ્ટ્રામાં 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ 6ઇ, બ્લૂટૂથ, જીપીએસ, એ-જીપીએસ, એનએફસી અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ડિવાઇસમાં ત્રણ માઇક્રોફોન અને બાજુમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. સિક્યોરિટી માટે ફોનમાં ફેસ અનલોક ફીચર પણ આપવામાં આવ્યું છે. ફોલ્ડેબલ આ ફોનમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ઇ-હોકાયંત્ર અને પ્રોક્સિમિટી સેન્સર આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો | જિયો, એરટેલ કે વોડાફોન નહીં આ કંપનીના રિચાર્જ પ્લાન સૌથી સસ્તા, અનલિમિટેડ કોલ અને બમ્પર ડેટા

રેઝર 50 અલ્ટ્રા ફોન ને પાવર આપતી બેટરી 4000mAh બેટરી છે જે 45W ફાસ્ટ ચાર્જિંગ, 15W વાયરલેસ ચાર્જિંગ અને 5W રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ઉપકરણ જ્યારે ખુલે છે ત્યારે 73.99 x 171.42 x 7.09mm અને ફોલ્ડ કરવામાં આવે ત્યારે 73.99 x 88.09x 15.32mm માપે છે અને તેનું વજન 189 ગ્રામ છે.

Web Title: Motorola razr 50 ultra launch india price features specifications camera check full details as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×