scorecardresearch
Premium

મોટોરોલાએ લોન્ચ કર્યો સૌથી મોટી સેકન્ડરી સ્ક્રીનવાળો રેઝર 50 ફોલ્ડેબલ ફોન, રેઝર 50 અલ્ટ્રાથી પણ પડદો ઉંચકાયો

Motorola Razr 50, Razr 50 Ultra : મોટોરોલાએ પોતાનો નેક્સ્ટ જનરેશન રેઝર 50 સીરિઝ લોન્ચ કર્યો છે. નવો રેઝર 50 અને રેઝર 50 અલ્ટ્રા ફોલ્ડેબલ ડિઝાઇન સાથે આવે છે

motorola razr 50, motorola
Motorola Razr 50, Razr 50 Ultra : મોટોરોલાએ પોતાનો નેક્સ્ટ જનરેશન રેઝર 50 સીરિઝ લોન્ચ કર્યો

Motorola Razr 50, Razr 50 Ultra : મોટોરોલાએ પોતાનો નેક્સ્ટ જનરેશન રેઝર 50 સીરિઝ લોન્ચ કર્યો છે. નવો રેઝર 50 અને રેઝર 50 અલ્ટ્રા ફોલ્ડેબલ ડિઝાઇન સાથે આવે છે. મોટોરોલા રેઝર 50, રેઝર 50 અલ્ટ્રા સ્માર્ટફોનને ગયા વર્ષે (2023) આવેલા રેઝર 40 અને રેઝર 40 અલ્ટ્રા સ્માર્ટફોનના અપગ્રેડ વેરિઅન્ટ તરીકે લોન્ચ કરવામાં આવ્યા છે. લેટેસ્ટ મોટોરોલા રેઝર 50 સીરીઝને નવા અપગ્રેડેડ ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. નવા રેઝર 50ને મોટી સેકન્ડરી સ્ક્રીન સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

મોટોરોલા રેઝર 50 સિરીઝ સ્પેસિફિકેશન્સ, ફીચર્સ

મોટોરોલા રેઝર 50 અને રેઝર 50 અલ્ટ્રા સ્માર્ટફોન ક્લેમશેલ ફોલ્ડેબલ ફોન્સ સાથે આવે છે. મોટોરોલા રેઝર 50 અને રેઝર 50 બંને અલ્ટ્રામાં ફુલએચડી+ રિઝોલ્યુશન અને ડોલ્બી વિઝન સાથે 6.9 ઇંચની ફ્લેક્સવ્યુ પીઓએલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ટાન્ડર્ડ મોડલ 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને 2600 નીટ્સની પીક બ્રાઇટનેસ મળે છે. અલ્ટ્રા મોડલ 165 હર્ટ્ઝ એલટીપીઓ રિફ્રેશ રેટ અને 3000 નીટ્સની પીક બ્રાઇટનેસ સાથે ઉપલબ્ધ કરાવ્યો છે.

રેઝર 50 અલ્ટ્રામાં બેક પેનલ પર પીઓએલેડ સેકન્ડરી સ્ક્રીન છે જે 165 હર્ટ્ઝ એલટીપીઓ રિફ્રેશ રેટ, 1080 પિક્સલ રિઝોલ્યુશન અને એચડીઆર10+ ને સપોર્ટ કરે છે. આ ડિવાઇસમાં 4 ઇંચની મોટી ડિસ્પ્લે છે જે ફોલ્ડેબલ ફોનમાં સૌથી મોટી ડિસ્પ્લે છે. સ્ટાન્ડર્ડ રેઝર 50માં 3.6 ઇંચની સેકન્ડરી સ્ક્રીન છે જે 90હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. બંને ડિવાઇસનની સેકન્ડરી ડિસ્પ્લે ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ સુરક્ષા સાથે આવે છે.

કેમેરાની વાત કરીએ તો મોટોરોલા રેઝર 50 અને રેઝર 50 અલ્ટ્રા સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે જે ઓઆઇએસ સપોર્ટ સાથે આવે છે. અલ્ટ્રા મોડેલમાં 50MP 2x ટેલિફોટો લેન્સ છે જ્યારે સ્ટાન્ડર્ડ વેરિઅન્ટમાં 13 મેગાપિક્સલનું અલ્ટ્રા-વાઇડ-એંગલ સેન્સર આપવામાં આવ્યું છે. બંને ફોનમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો – 6000mAh મોટી બેટરી વાળા Honor Play 60 Plus ની બજારમાં ધમાકેદાર એન્ટ્રી, જાણો કિંમત અને ફિચર્સ

મોટોરોલા રેઝર 50 સિરીઝને પાંચમી પેઢીનો સ્ટાર ટ્રેક હિંજ મળે છે જે નાનો અને હળવા હોવાનો દાવો કરે છે. આ ફોનમાં 6000 સીરીઝની એવિએશન ગ્રેડ એલ્યુમિનિયમ ફ્રેમ આપવામાં આવી છે. બંને ફોનમાં IP68 રેટિંગ મળે છે એટલે કે ડિવાઇસ વોટર-રેઝિસ્ટન્ટ છે. હેન્ડસેટના પાવર બટનમાં ફિંગરપ્રિન્ટ સેન્સરને ઇંટીગ્રેટ કરવામાં આવ્યું છે.

રેઝર 50 ડાયમેન્સિટી 7300 એક્સ એસઓસી દ્વારા સંચાલિત છે જ્યારે રેઝર 50 અલ્ટ્રા સ્નેપડ્રેગન 8 એસ જેન 3 એસઓસી દ્વારા સંચાલિત છે. આ બંને ફોનમાં 12 જીબી સુધીની રેમ અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. રેઝર 50 અલ્ટ્રા સ્માર્ટફોનને પાવર આપવા માટે 4000 એમએએચની બેટરી છે જે ૪૪ ડબ્લ્યુ વાયર્ડ અને 15 ડબ્લ્યુ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તે જ સમયે સ્ટાન્ડર્ડ વેરિઅન્ટમાં 4200 એમએએચની બેટરી આપવામાં આવી છે, જે 33W વાયર્ડ અને 15W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. રેઝર 50 સીરીઝમાં એન્ડ્રોઇડ 14 ઓએસ, 5જી, ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ, યુએસબી-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

મોટોરોલા રેઝર 50 સિરીઝની કિંમત

મોટો રેઝર 50 અલ્ટ્રા સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 5,699 યુઆન (લગભગ 66,000 રૂપિયા) છે. તે જ સમયે, 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 6,199 યુઆન (લગભગ 74,000 રૂપિયા) છે. આ ફોનને ગ્રીન, પીચ ફૂઝ અને વિન્ટેજ ડેનિમ કલર ઓપ્શનમાં લઈ શકાય છે.

જ્યારે મોટો રેઝર 50 ના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,699 યુઆન (લગભગ 47,000 રૂપિયા) છે. તે જ સમયે 3,999 યુઆન (લગભગ 50,000 રૂપિયા) માં 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બંને મોડેલો ચીનમાં પ્રી-ઓર્ડર માટે તૈયાર છે.

Web Title: Motorola razr 50 razr 50 ultra launched price specifications features foldable phones ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×