Motorola Edge 60 Fusion Launch In India: મોટોરોલાએ ભારતમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન મોટોરોલા એજ 60 ફ્યુઝન લોન્ચ કર્યો છે. નવા મોટો એજ 60 ફ્યુઝન સ્માર્ટફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 7400 પ્રોસેસર, 5500mAhની બેટરી અને 50MP ટ્રિપલ રિયર કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. મોટોરોલા એજ 60 ફ્યુઝન ધૂળ અને પાણી-રેઝિસ્ટન્ટ બિલ્ડ અને MIL – 810H રેઝિસ્ટન્ટ સાથે આવે છે. આ ફોન મે 2024 માં લોન્ચ થયેલા મોટોરોલા એજ 50 ફ્યુઝનનું અપગ્રેડેડ વેરિઅન્ટ છે. આ નવા મોટોરોલા એજ 60 ફ્યુઝન સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણો.
Motorola Edge 60 Fusion Price : મોટોરોલા એજ 60 ફ્યુઝન કિંમત
મોટોરોલા એજ 60 ફ્યુઝનની કિંમત 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 22,999 રૂપિયા છે. તો 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 24,999 રૂપિયા રાખવામાં આવી છે. ભારતમાં આ ફોન ફ્લિપકાર્ટ અને મોટોરોલા ઇન્ડિયાની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. દેશમાં આ સ્માર્ટફોનનું વેચાણ 9 એપ્રિલે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ ફોન પેન્ટોન એમઝનાઇટ, પેન્ટોન સ્લિપસ્ટ્રીમ અને પેન્ટોન ઝેફિર કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
Motorola Edge 60 Fusion Features : મોટોરોલા એજ 60 ફ્યુઝન ફીચર્સ
મોટોરોલા એજ 60 ફ્યુઝન સ્માર્ટફોનમાં 6.7 ઇંચની 1.5K (1,220×2,712 પિક્સલ) ઓલ કર્વ્ડ pOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. સ્ક્રીન 300 હર્ટ્ઝ સુધીનો ટચ સેમ્પલિંગ રેટ પ્રદાન કરે છે. આ સ્ક્રીન 4500 નીટ પીક બ્રાઇટનેસ અને HDR10+ ને સપોર્ટ કરે છે. ડિસ્પ્લે પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
મોટોરોલાના આ સ્માર્ટફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 7400 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 12 જીબી સુધીની રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. માઇક્રો એસડી કાર્ડ દ્વારા ફોનનું સ્ટોરેજ વધારી શકાય છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 15 આધારિત Hello UI સાથે આવે છે. ફોનમાં 3 વર્ષ માટે એન્ડ્રોઇડ OS અપગ્રેડ અને 4 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સ મેળવવાનું વચન આપે છે.
કેમેરાની વાત કરીએ તો Motorola Edge 60 Fusionમાં 50 મેગાપિક્સલનું સોની LYT700C પ્રાઇમરી રિયર સેન્સર આવે છે, જેમાં f/1.8 અપર્ચર અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) છે. હેન્ડસેટમાં એપર્ચર એફ/ 2.2 સાથે 13 મેગાપિક્સલનું અલ્ટ્રાવાઇડ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં એપર્ચર એફ/ 2.2 સાથે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોન 4K સુધી વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે.
મોટોરોલા એજ 60 ફ્યુઝનમાં Moto AI ફીચર્સ આપવામાં આવ્યા છે જેમાં ઇમેજિંગ અને પ્રોડક્ટિવિટી ટૂલ્સ જેવા કે photo enhancement, adaptive stabilisation, magic eraser સામેલ છે. આ ડિવાઇસ Googleના Circle to Searh અને Moto Secure 3.0, Smart Connect 2.0, Family Space 3.0 અને Moto Gestures જેવા અન્ય ફીચર્સ સાથે આવે છે. હેન્ડસેટમાં ડોલ્બી એટમોસ જેવા ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ પણ આપવામાં આવ્યા છે.
મોટોરોલા એજ 60 ફ્યુઝન પર કનેક્ટિવિટી ઓપ્શનમાં 5જી, 4જી એલટીઇ, ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.4, જીપીએસ, એ-જીપીએસ, એનએફસી અને યુએસબી ટાઇપ-સી પોર્ટનો સમાવેશ થાય છે. આ ફોનને પાવર આપવા માટે મોટોરોલાએ 5500mAhની મોટી બેટરી આપી છે જે 68W વાયર્ડ ટર્બો ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન એમઆઇએલ-810એચ મિલિટરી-ગ્રેડના ટકાઉપણાના સર્ટિફિકેશન સાથે આવે છે. હેન્ડસેટમાં IP68, IP69 ડસ્ટ અને વોટર-રેઝિસ્ટન્ટ રેટિંગ્સ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 161 x 73 x 8.2mm અને વજન 180 ગ્રામ છે.