Motorola Edge 50 Pro AI Powered Smartphone Laucnhed In India : ટોરોલાએ પોતાનો પહેલો એઆઈ સંચાલિત સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. મોટોરોલા એજ 50 પ્રો (Motorola Edge 50 Pro) કંપનીનો નવો સ્માર્ટફોન છે. કંપનીનું કહેવું છે કે Pantone – વેલિડેશન સાથેનો આ વિશ્વનો પહેલો સ્માર્ટફોન છે અને તેમાં ઘણા એવા ફીચર્સ છે જે ઇન્ડસ્ટ્રીમાં પહેલીવાર ઓફર કરવામાં આવી રહ્યા છે. આ ફોનમાં એઆઇ-સંચાલિત પીઆર-ગ્રેડ કેમેરા અને પેન્ટોન સ્કિનટોન-વેલિડેટેડ ડિસ્પ્લે છે.
મોટોરોલા એજ 50 પ્રો કિંમત (Motorola Edge 50 Pro Price)
મોટોરોલા એજ 50 પ્રોના 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 31,999 રૂપિયા છે. આ સ્માર્ટફોન 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ સાથે 35,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનનું વેચાણ ફ્લિપકાર્ટ પર 9 એપ્રિલથી શરૂ થશે. આ હેન્ડસેટને એચડીએફસી કાર્ડ યુઝર્સ સાથે 2,250 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. આ ઉપરાંત ફોન પર 2000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે.

Motorola Edge 50 Pro સ્માર્ટફોનને મૂન લાઇટ પર્લ, લક્સ લવંડર અને બ્લેક બ્યૂટી કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેનું વજન 186 ગ્રામ છે. Edge 50 પ્રોનું મૂન લાઇટ પર્લ વેરિઅન્ટ હાથથી બનાવેલી ડિઝાઇન સાથે રજૂ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન એઆઈ થીમ્સને સપોર્ટ કરે છે અને યુઝર્સના આઉટફિટ કે કોઈપણ અન્ય સ્ટાઇલને મેચ કરવા માટે વોલપેપર્સ જનરેટ કરી શકે છે.
મોટોરોલા એજ 50 પ્રો ફીચર્સ (Motorola Edge 50 Pro Features)
મોટોરોલા એજ 50 પ્રોમાં 6.67 ઇંચની પીએલઇડી સ્ક્રીન છે જે 1.5K રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 144 હર્ટ્ઝ છે. ઓછી બ્રાઈટનેસમાં સ્ક્રીન ફ્લિકરિંગ ઘટાડવા માટે ડીસી ડિમિંગ સપોર્ટ પણ છે. એજ 50 પ્રોનું ડિસ્પ્લે 2000 નિટ સુધી પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં ઓપ્ટિકલ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. પેન્ટોન સ્કિનટોન-વેલિડેશન (Pantone SkinTone-Validation) ને કારણે એજ 50 પ્રો હ્યૂમન સ્કીન ટોનનું વધુ સારો સ્પેક્ટ્રમ રજૂ કરે છે.
મોટોરોલા એજ 50 પ્રો એઆઈ પાવર્ડ સ્માર્ટફોન (Motorola Edge 50 Pro AI Powered Smartphone)
મોટોરોલા એજ 50 પ્રો દુનિયાનો પહેલો એવો સ્માર્ટફોન છે, જેમાં એઆઇ સંચાલિત પ્રો-ગ્રેડ કેમેરા આપવામાં આવ્યe છે. આ કેમેરામાં 50MP પ્રાઇમરી, 13 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ અને 10 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ છે. ઉપરાંત આ ડિવાઇસમાં એપર્ચર એફ/ 1.9 સાથે 50 મેગાપિક્સલનું સેલ્ફી સેન્સર પણ આપવામાં આવ્યું છે, જે ઓટોફોકસને સપોર્ટ કરે છે.
એજ 50 પ્રોમાં કેમેરાના અનુભવને સુધારવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં એઆઇ એડેપ્ટિવ સ્ટેબિલાઇઝેશન (AI adaptive stabilisation), ઇન્ટેલિજન્ટ ઓટોફોકસ ટ્રેકિંગ (intelligent autofocus tracking), એડવાન્સ્ડ લોંગ એક્સપોઝર (advanced long exposure) અને ટિલ્ટ-શિફ્ટ (tilt-shift) મોડ્સ પણ છે.
મોટોરોલા એજ 50 પ્રો સ્પેસિફિકેશ (Motorola Edge 50 Pro Specifications)
સોફ્ટવેરની વાત કરીએ તો ફોનમાં એન્ડ્રોઇડ 14 ઓએસ બેસ્ડ Hello UI આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે સ્માર્ટફોન માં ચાર વર્ષ માટે ત્રણ મોટા એન્ડ્રોઇડ ઓએસ અપગ્રેડ અને સિક્યોરિટી અપડેટ્સ મળશે. હેન્ડસેટને પાવર આપવા માટે 4500mAhની બેટરી આપવામાં આવી છે, જે 125W સુધી ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.