Moto G05 Launched : મોટોરોલાએ મંગળવારે (7 જાન્યુઆરી 2025) પોતાનો નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. Moto G05 કંપનીનો નવો બજેટ હેન્ડસેટ છે અને તેમાં 5200mAhની મોટી બેટરી આપવામાં આવી છે. Moto G05 સ્માર્ટફોનમાં 50MPનું પ્રાઇમરી રિયર સેન્સર, મીડિયાટેક હેલિયો જી81 એક્સ્ટ્રીમ ચિપસેટ અને 12GB સુધીની વર્ચ્યુઅલ રેમ આપવામાં આવી છે. જાણો નવા મોટોરોલા સ્માર્ટફોનની કિંમત અને તમામ ફીચર્સ વિશે.
મોટો G05 કિંમત
Moto G05 સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 6,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોન 13 જાન્યુઆરીથી ફ્લિપકાર્ટ, મોટોરોલા ઇન્ડિયા વેબસાઇટ અને ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ થશે. આ ફોનનું વેચાણ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. ફોનને ફોરેસ્ટ ગ્રીન અને પ્લમ રેડ કલર ઓપ્શનમાં લઈ શકાય છે.
રિલાયન્સ જિયો યૂઝર્સ Moto G05 સ્માર્ટફોનની ખરીદી પર 2000 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકે છે. આ સિવાય 3000 રૂપિયા સુધીના વધારાના વાઉચર બેનિફિટ્સ પણ મળવાની તક છે. જિયો યૂઝર્સ આ ઓફર્સનો લાભ 449 રૂપિયાના પ્રીપેડ પ્લાન સાથે લઈ શકે છે.
મોટો G05 ફિચર્સ
Moto G05માં 6.67 ઇંચની એચડી+ (720 x 1,612 પિક્સલ) એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે, જે 90હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે છે. સ્ક્રીન 1000 નીટ્સ પીક બ્રાઇટનેસ લેવલ સાથે આવે છે અને ફોનમાં સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ છે. આ ફોન મીડિયાટેક હેલિયો જી 81 એક્સટ્રીમ દ્વારા સંચાલિત છે. હેન્ડસેટમાં 4 જીબી રેમ અને 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ આપવામાં આવ્યો છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે. સાથે જ રેમને વર્ચ્યુઅલી 12 જીબી સુધી વધારવાનો વિકલ્પ પણ છે.
આ પણ વાંચો – ફક્ત 6,999 રુપિયામાં લોન્ચ થયો 50MP કેમેરા, 5000mAh બેટરી વાળો સ્માર્ટફોન, શાનદાર છે લૂક
મોટોરોલાનો આ ફોન એન્ડ્રોઇડ 15 બેસ્ડ હેલો યુઆઇ સાથે આવે છે. મોટો જી05 ને પાવર આપવા માટે 5200 એમએએચની વિશાળ બેટરી આપવામાં આવી છે જે 18 ડબ્લ્યુ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
સ્માર્ટફોનને IP52 રેટિંગ મળે છે એટલે કે ડિવાઇસ ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ છે. હેન્ડસેટમાં ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે ડ્યુઅલ સ્ટિરિયો સ્પીકર્સ છે. Moto G05 સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો 7000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં આપવામાં આવ્યો છે, જે ક્વાડ પિક્સલ ટેક્નોલોજી સાથે આવે છે. ફોનમાં 8 મેગાપિક્સલનું સેલ્ફી સેન્સર આપવામાં આવ્યું છે.
કનેક્ટિવિટી માટે મોટો જી05 સ્માર્ટફોનમાં ડ્યુઅલ 4જી એલટીઇ, બ્લૂટૂથ 5.0, ફેમ રેડિયો, જીપીએસ, એ-જીપીએસ, વાઇ-ફાઇ, 3.5 એમએમ હેડફોન જેક અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સુરક્ષા માટે હેન્ડસેટમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. ડિવાઇસ 165.67 x 75.98 x 8.10 એમએમ છે અને વજન 188.8 ગ્રામ છે.