Most Dangerous Passwords, દુનિયાના સૌથી ખતરનાક પાસવર્ડ : NordPass એ હાલમાં જ પોતાની દર વર્ષે આવતી Top 200 Most Common Passwords રિસર્ચની છઠ્ઠી આવૃત્તિ બહાર પાડી છે. આ લિસ્ટમાં 44 દેશોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પાસવર્ડ સામેલ છે. રિપોર્ટ અનુસાર ભારત અને દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પાસવર્ડ ‘123456’ છે. આ રિસર્ચમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર દુનિયાભરના 3,018,050 યૂઝર્સે આ પાસવર્ડનો ઉપયોગ કર્યો અને તેમાંથી 76,981 લોકો ભારતના છે. આ રિસર્ચમાં એ વાત પણ સામે આવી છે કે દુનિયાનો બીજો સૌથી વધુ ઉપયોગ થતો પાસવર્ડ ‘123456789’ છે. તે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો ચોથો નંબરનો પાસવર્ડ છે.
NordStellar સાથેની ભાગીદારીમાં હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે વિશ્વભરમાં સૌથી સામાન્ય પાસવર્ડ્સમાંના લગભગ અડધા પાસવર્ડમાં કીબોર્ડના આસાન કોમ્બિનેશન જેમ કે qwerty, 1q2w3e4er5t, 123456789 નો ઉપયોગ થાય છે. ભારતમાં પણ યુઝર્સ આવું જ કરે છે.
આસાન વેરિએશન વાળા પાસવર્ડનો ઉપયોગ
અગાઉ NordPass ના એક અભ્યાસ મુજબ સામાન્ય ઇન્ટરનેટ યુઝર્સના વ્યક્તિગત એકાઉન્ટ માટે ઉપયોગમાં લેવાતા પાસવર્ડની સરેરાશ સંખ્યા 168 છે, જ્યારે વર્ક એકાઉન્ટ માટે 87 પાસવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઘણા બધા પાસવર્ડ મેનેજ કરવા અને યાદ રાખવા મુશ્કેલ હોય છે તેથી મોટાભાગના લોકો સામાન્ય રીતે સરળ શબ્દોનો ઉપયોગ કરે છે જે સરળતાથી યાદ રાખી શકાય છે. પરંતુ તેને હેક કરવા પણ ખૂબ જ સરળ છે.
જણાવી દઈએ કે નિષ્ણાંતો લાંબા સમયથી ઇન્ટરનેટ યુઝર્સને સરળ કોમ્બિનેશન પાસવર્ડ્સનો ઉપયોગ ન કરવા ચેતવણી આપી રહ્યા છે. કારણ કે તેમને એક સેકન્ડથી પણ ઓછા સમયમાં ક્રેક કરી શકાય છે. પરંતુ એવું લાગે છે કે વિશ્વભરના લાખો લોકો હજી પણ qwerty123 જેવા સરળ કોમ્બિનેશનો ઉપયોગ કરી રહ્યા છે. નેધરલેન્ડ, ફિનલેન્ડ, કેનેડા અને લિથુઆનિયા જેવા દેશોમાં આ સૌથી કોમન પાસવર્ડ છે. તેણે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા 10 પાસવર્ડની યાદીમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે.
આ પણ વાંચો – આધાર સ્કેમ અને ડિજિટલ એરેસ્ટ થી બચવા આ 3 ભૂલ કરવાનું ટાળો
આ સિવાય સૌથી સામાન્ય પાસવર્ડમાં ‘password’ પણ સામેલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તે સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પાસવર્ડ બની ગયો છે એટલું જ નહીં, આ વખતે તે ભારતમાં સૌથી સામાન્ય પાસવર્ડમાં બીજા ક્રમે આવી ગયો છે. આ ઉપરાંત તે ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ કિંગડમમાં રહેતા લોકોની પણ પહેલી પસંદ છે.
ભારતની વાત કરીએ તો અભ્યાસ મુજબ સાંસ્કૃતિક પર્સનલાઇઝન અને સરળ નંબરોની જુગલબંધીને પાસવર્ડ માટે પહેલી પસંદ તરીકે જોવામાં આવી રહ્યા છે. ભારતમાં લોકો India123 ના સ્થાને Indya123 નો ઉપયોગ કરી રહ્યા છે. દેશમાં લોકો હજુ પણ ગયા વર્ષ (2023)ની જેમ જ ‘admin’ અને ‘abcd1234 નો પાસવર્ડ તરીકે ઉપયોગ કરી રહ્યા છે.
નોર્ડપાસના અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે વિશ્વના સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પાસવર્ડમાંથી 78 ટકા પાસવર્ડને એક સેકન્ડથી પણ ઓછા સમયમાં ક્રેક કરી શકાય છે. આ બતાવે છે કે ગયા વર્ષની તુલનામાં પાસવર્ડ સલામતી વિશેની જાગૃતિમાં વધુ ઘટાડો થયો છે. તે સમયે આવા પાસવર્ડ લગભગ 70 ટકા હતા.
કોર્પોરેટ પાસવર્ડ સૌથી વધુ અસુરક્ષિત
સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે વ્યક્તિઓ અને વ્યવસાયિક પ્રતિનિધિઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા સૌથી કોમન 40 ટકા પાસવર્ડ લગભગ એક જ હતા.
જોકે બિઝનેસ યુઝર્સ કેટલાક ડિફોલ્ટ પાસવર્ડ્સનો સૌથી વધુ ઉપયોગ કરે છે, જેમ કે “newmember,” “newpass,” “newuser,” અને “welcome”. આ સિવાય બીજી એક વાત પણ નોંધવા જેવી છે કે જ્યારે કંપનીના કર્મચારી માટે નવું એકાઉન્ટ બનાવવામાં આવે છે ત્યારે “admin” અને “temppass” જેવા પાસવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ મોટાભાગના યુઝર્સ બદલાવતા નથી. જેના કારણે ઘણી વખત સમસ્યાઓ આવે છે.
આ સિવાય બીજું પણ એક કારણ છે, જેના કારણે હેકર્સ એક કર્મચારીના વર્ક એકાઉન્ટમાં ઘૂસી જાય છે. લોકો તેમના વ્યક્તિગત અને વર્ક એકાઉન્ટ્સ માટે એક જ પાસવર્ડનો ઉપયોગ કરે છે.
હેકર્સથી કેવી રીતે બચવું?
- તમારા એકાઉન્ટ પાસવર્ડને સુરક્ષિત રાખવા માટે, મજબૂત પાસફ્રેઝનો ઉપયોગ કરવો અને પાસવર્ડમાં ઓછામાં ઓછા 20 અક્ષરો રાખવા તે સૌથી મહત્વપૂર્ણ છે.
- કેટલાક સંશોધનોએ એવું પણ દર્શાવ્યું છે કે નંબરો, અક્ષરો અને સ્પેશ્યલ કેરેક્ટરવાળા લાંબા પાસવર્ડ્સમાં ક્રેકીંગનું જોખમ ઓછું હોય છે.
- સાથે જ ધ્યાન રાખો કે અલગ અલગ એકાઉન્ટ માટે એક જ પાસવર્ડનો ઉપયોગ ન કરો.
- જ્યાં પણ શક્ય હોય ત્યાં મલ્ટિ-ફેક્ટર અથવા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન સેટ કરો. ક્યારેય હેક થવાની સ્થિતિમાં તમારા એકાઉન્ટની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે છે.
- જો તમને લાગે છે કે તમે મુશ્કેલ પાસવર્ડ યાદ નથી રાખી શકતા, તો તમે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ફ્રી પાસવર્ડ મેનેજરની (free password managers) મદદ પણ લઈ શકો છો.
ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ટોપ 20 પાસવર્ડ
- 123456
- password
- 12345678
- 123456789
- abcd1234
- 12345
- qwerty123
- 1234567890
- india123
- 1qaz@wsx
- qwerty1
- qwerty
- 1234567
- Password
- India123
- Indya123
- qwertyuiop
- 111111
- admin
- abc123
વર્લ્ડમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ટોપ 20 પાસવર્ડ
- 123456
- 123456789
- 12345678
- password
- qwerty123
- qwerty1
- 1111111
- 12345
- secret
- 123123
- 1234567890
- 1234567
- 000000
- qwerty
- abc123
- password1
- iloveyou
- 11111111
- dragon