scorecardresearch
Premium

Meta AI Features: વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે ખુશખબર, મેટા એઆઈ ફીચર્સ ભારતમાં લોન્ચ

Meta AI Launched in India: મેટા એઆઈ ફીચર્સ સાથે ફેસબુક, મેસેન્જર, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ યુઝર્સને ટેક્સ્ટ આધારિત એક્સપિરિયન્સ સાથે ઇમેજ જનરેશન ટૂલ્સ પણ મળશે.

Meta AI Features | AI In WhatsApp | AI In Facebook | AI In Messenger | AI Instagram | Meta AI Launched in India | artificial intelligence technology
Meta AI Features: મેટા એઆઈ ફીચર્સ વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. (Photo: Meta)

Meta AI Launched in India: મેટા દ્વારા ભારતમાં એઆઈ ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યું છે. મેટા કંપનીએ ભારતમાં પોતાની જનરેટિવ એઆઇ ચેટબોટ મેટા એઆઇ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. ભારતમાં આજથી (24 જૂન 2024) વોટ્સએપ, ફેસબુક, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે મેટા એઆઇ શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે એપ્રિલ 2024માં માર્ક ઝુકરબર્ગની કંપનીએ ટેસ્ટિંગ માટે પસંદગીના યૂઝર્સ માટે આ ચેટબોટની ઘોષણા કરી હતી.

મેટા એઆઈ શું છે? (What Is Meta AI?)

ચાલો આપણે જાણીએ કે મેટા એઆઈ મેટાના લેટેસ્ટ Llama ૩ લાર્જ લેંગ્વેજ મોડલ પર આધારિત છે. તે હાલમાં માત્ર અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ છે. મેટા દ્વારા આ એઆઈ મોડેલને સીધા જ વોટ્સએપ ગ્રૂપ ચેટમાં ઇન્ટિગ્રેટ કર્યું છે જેથી તે યુઝર્સને આગલી વખતે બહાર જાય ત્યારે રેસ્ટોરન્ટ્સ સૂચવી શકે. મેટા એઆઈ હાલમાં વેબ પર ઉપલબ્ધ છે જ્યાં તે અભ્યાસ માટે જરૂરી મલ્ટીપલ ચોઇસ ટેસ્ટ ક્રિએટ કરવામાં પણ મદદ કરે છે.

સોશિયલ મીડિયા જાયન્ટે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સાથે, લોકો હવે તેની વિવિધ એપ્લિકેશનો પર ફીડ્સ અને ચેટ્સમાં કામ કરવા, કન્ટેન્ટ બનાવવા અને કોઈ વિષયમાં ઉંડાણપૂર્વક રિસર્ચ કરવા માટે મેટા એઆઈનો ઉપયોગ કરી શકે છે, એપ્લિકેશન માંથી બહાર ગયા વગર, જેનો તેઓ ઉપયોગ કરી રહ્યા છે.

મેટા એઆઈ ટેકનોલોજી એ વિશ્વના અગ્રણી એઆઈ આસિસ્ટન્ટ પૈકીનું એક છે. હવે તે વોટ્સએપ, ફેસબુક, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ અને Meta.ai પર ઉપલબ્ધ છે. કંપનીએ કહ્યું કે તે મેટા લિયામા 3 સાથે બનાવવામાં આવ્યું છે, જે આજની તારીખમાં અમારું સૌથી એડવાન્સ એલએલએમ છે. મેટાએ તેને ભારતમાં અંગ્રેજી અને હિન્દીમાં રજૂ કરવાની ઘોષણા કરી છે. મેટાએ ગયા વર્ષે સૌ પ્રથમ ‘કનેક્ટ’ માં મેટા એઆઈની ઘોષણા કરી હતી.

Web Title: Meta ai launch whatsapp facebook messenger instagram users in india as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×