scorecardresearch
Premium

Mahindra Thar Roxx: મહિન્દ્રા થાર રોક્સ 15 ઓગસ્ટે થશે લોન્ચ, 5 દરવાજા વાળી થારની ખાસ વાતો

Mahindra Thar Roxx latest Update: પાંચ દરવાજા વાળી મહિન્દ્રા થારના લોન્ચ પહેલા તેના ફિચર્સ અને સ્પેસિફિકેસન્સ વિશે માહિતી આપી રહ્યા છીએ

Mahindra Thar Roxx, Mahindra Thar
Mahindra Thar Roxx : મહિન્દ્રા 15 ઓગસ્ટના રોજ પોતાના પાંચ દરવાજાવાળી થાર રોક્સ લોન્ચ કરશે

Mahindra Thar Roxx latest Update: મહિન્દ્રા 15 ઓગસ્ટના રોજ પોતાના પાંચ દરવાજાવાળી થાર રોક્સ લોન્ચ કરશે, જેની કંપનીએ સત્તાવાર પુષ્ટિ કરી છે. આ નવી પાંચ-દરવાજાવાળા એડિશન છે, જે વર્તમાનમાં ત્રણ-દરવાજાના મોડેલની સાથે વેચવામાં આવશે. મહિન્દ્રાએ 15 ઓગસ્ટ 2020 ના રોજ તેનું અનાવરણ કર્યું હતું. અહીં આ થાર વિશે જાણકારી આપી રહ્યા છીએ.

મહિન્દ્રા થાર રોક્સ એક્સટીરિયર

આઇકોનિક થારના મજબૂત દેખાવ અને ડિઝાઇનને જાળવી રાખતા, નવા પાંચ-દરવાજાવાળા વર્ઝનમાં જાડા સાત-સ્લેટ ગ્રિલ સાથે વધુ બોલ્ડ ફ્રન્ટ ફેસિયા છે. વર્તમાન થારની જેમ જ નવા ઓફ-રોડરને વ્હીલ કમાનના આગળના ભાગે ઇન્ડીકેટર્સ અને ચંકી ફ્રન્ટ બમ્પરમાં ફોગ લેમ્પ્સ છે.

થાર રોક્સમાં સી-આકારના એલઇડી ડીઆરએલ સાથે ઓલ-ન્યૂ એલઇડી હેડલાઇટ્સ મળે છે, જ્યારે વર્તમાન મોડલમાં હેલોજન હેડલેમ્પ્સ મળે છે. સાઇડ પ્રોફાઇલમાંથી, સી-પિલરમાં મર્જ કરેલા ડોર હેન્ડલ્સ સાથે બે વધારાના પાછળના દરવાજા સિવાય, નવી થારમાં ટ્વિન ફાઇવ-સ્પોક એલોય વ્હીલ્સ મળે છે. પાછળની તરફ નવી થારમાં નવી ડિઝાઇનવાળા એલઇડી ટેલ લેમ્પ્સ મળશે.

મહિન્દ્રા થાર રોક્સ ઇન્ટીરિયર

સૌ પ્રથમ અને સૌથી અગત્યનું થાર રોક્સમાં પેનોરેમિક સનરૂફ છે, જે ફક્ત ટોપ-એન્ડ મોડેલ માટે જ હોઈ શકે છે. આ રોક્સ હવે ફાઇવ-સીટર છે અને તેમાં 10.25 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે 10.25 ઇંચનું ઇન્ફોટેઇનમેન્ટ, ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કન્ટ્રોલ, ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટો, ટાઇપ સી ચાર્જિંગ પોર્ટ અને 360 ડિગ્રી કેમેરા મળે છે. થાર રોક્સનું ટોપ વેરિઅન્ટ પ્રીમિયમ હરમન કાર્ડન મ્યુઝિક સિસ્ટમ અને સ્માર્ટ કનેક્ટેડ ટેકનોલોજી, એડ્રેનોક્સથી સજ્જ હશે.

આ પણ વાંચો – ટોપ 10 બેસ્ટ સેલિંગ કારની યાદીમાં મોટો ફેરફાર, જુલાઇમાં ટાટા પંચ નહીં આ કાર સૌથી વધુ વેચાઇ

થાર રોક્સમાં ઘણી સુરક્ષા સુવિધાઓ છે, જેમાં 3X0 અને XUV700 જેવી જ લેવલ 2 એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS)નો સમાવેશ થાય છે. આ પ્રણાલીઓમાં અડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, સાઇકલ ચાલક, રાહદારીઓ અને વાહનો માટે ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ, આગળની ટક્કરની ચેતવણી, ટ્રાફિક સાઇન આઇડેન્ટિફિકેશન અને લેન-કીપિંગ સહાયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત થાર રોક્સમાં છ એરબેગ્સ, 360 ડિગ્રી કેમેરા, ફ્રન્ટ અને રિયર પાર્કિંગ સેન્સર, તમામ વ્હીલ્સ પર ઇબીડી સાથે એબીએસ અને ડિસ્ક બ્રેક્સ મળે છે.

મહિન્દ્રા થાર રોક્સ એન્જિન સ્પેસિફિકેશન્સ

થાર રોક્સ હાલના ત્રણ દરવાજાવાળા વર્ઝનની જેમ ત્રણ એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. 1.5 લિટર ડીઝલ એન્ટ્રી-લેવલ અને રિયર-વ્હીલ-ડ્રાઇવ વેરિઅન્ટ સુધી મર્યાદિત રહેશે. જ્યારે મોટી 2.2-લિટર ડીઝલ પાવરટ્રેઇનમાં ફોર-વ્હીલ ડ્રાઇવટ્રેન મળશે.

થાર પેટ્રોલમાં પણ ઉપલબ્ધ છે અને પાંચ દરવાજાવાળા વર્ઝનમાં 2 લીટરની મોટર પણ મળશે. અત્યાર સુધી મહિન્દ્રાએ એન્જિનના પાવર આઉટપુટનો ખુલાસો કર્યો નથી અને બની શકે કે તેમાં ફેરફાર કરવામાં આવે કારણ કે પાંચ-દરવાજાનું વર્ઝન ત્રણ-દરવાજાના વર્ઝન કરતા મોટું અને ભારે છે.

Web Title: Mahindra thar roxx 5 door launch 15 august 2024 know feature specifications ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×