scorecardresearch
Premium

લેનોવોએ 8600mAh બેટરી અને 11.5 ઇંચ સ્ક્રીનવાળુ Lenovo Tab Plus લોન્ચ કર્યું, જાણો કિંમત અને ફિચર્સ

Lenovo Tab Plus : લેનોવોએ પોતાનું નવું ટેબ્લેટ લેનોવો ટેબ પ્લસ લોન્ચ કર્યું છે. ટેબ્લેટમાં કુલ 8 સ્પીકર્સ છે એટલે કે તમે ઇચ્છો તો બ્લૂટૂથ સ્પીકર તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો

Lenovo Tab Plus, Lenovo
Lenovo Tab Plus launched : લેનોવોએ પોતાનું નવું ટેબ્લેટ લેનોવો ટેબ પ્લસ લોન્ચ કર્યું છે

Lenovo Tab Plus launched : લેનોવોએ પોતાનું નવું ટેબ્લેટ લેનોવો ટેબ પ્લસ લોન્ચ કર્યું છે. લેનોવો ટેબ પ્લસમાં 11.5 ઇંચની 2K એલસીડી સ્ક્રીન, મીડિયાટેક હેલિયો જી99 પ્રોસેસર અને ડોલ્બી એટમોસ સ્પીકર્સ આપવામાં આવ્યા છે. ટેબ્લેટમાં કુલ 8 સ્પીકર્સ છે એટલે કે તમે ઇચ્છો તો બ્લૂટૂથ સ્પીકર તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો. આ પોર્ટેબલ ડિવાઇસમાં શું છે ખાસ? તમને તેની કિંમત અને ફિચર્સ વિશે જણાવી રહ્યા છીએ.

લેનોવો ટેબ પ્લસના સ્પેસિફિકેશન્સ (Lenovo Tab Plus specifications)

લેનોવો ટેબ પ્લસમાં 11.5 ઇંચ (2000x 1200 પિક્સલ) એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનમાં રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝનો છે અને 400 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ ઓફર કરે છે. આ ટેબ્લેટમાં ઓક્ટા-કોર મીડિયાટેક હેલિયો જી99 6એનએમ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે આર્મ માલી-જી 57 ને એમસી 2 મળે છે.

લેટેસ્ટ લેનોવો ટેબ્લેટ 8 જીબી રેમ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. ફોનમાં 128 જીબી અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. માઈક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજ વધારી શકાય છે. હેન્ડસેટમાં એન્ડ્રોઇડ 14 છે.

આ પણ વાંચો – પાવરફુલ ફીચર્સ અને કેમેરા સાથે ઓપ્પો રેનો 12 સ્માર્ટફોન લોન્ચ, 512 GB સ્ટોરેજ, જાણો કિંમત

લેનોવો ટેબ પ્લસમાં 8 મેગાપિક્સલનો ઓટો ફોકસ રિયર કેમેરો છે જે ફુલએચડી વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. ટેબ્લેટમાં 3.5 એમએમ ઓડિયો જેક, 8x જેબીએલ સ્પીકર્સ છે. કનેક્ટિવિટી માટે, આ લેનોવો ટેબ્લેટમાં વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.2 અને યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં 8600mAhની બેટરી છે જે 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

લેનોવો ટેબ પ્લસ કિંમત (Lenovo Tab Plus Price)

લેનોવો ટેબ પ્લસ ટેબ્લેટ લુના ગ્રે કલરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેની કિંમત 279 યુરો (લગભગ 24,250 રૂપિયા) રાખવામાં આવી છે. લેનોવોનું કહેવું છે કે આ ટેબ્લેટ દુનિયાભરના બજારોમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.

Web Title: Lenovo tab plus launched price features specifications 8600mah battery ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×