scorecardresearch
Premium

ફક્ત 6999 રુપિયામાં લોન્ચ થયો iPhone 16 Pro જેવી ડિઝાઇનવાળો સ્માર્ટફોન, 50MP કેમેરા અને 5000mAh બેટરી

Lava Yuva 4 Launched: 7000 રૂપિયાની અંદર આવતા નવા એન્ટ્રી લેવલ લાવા સ્માર્ટફોનની ડિઝાઇન આઇફોન 16 પ્રો જેવી જ છે. બજેટ ફોનમાં તમને 1 લાખથી વધુ કિંમતના આઇફોન જેવો લૂક મળશે

lava yuva 4, lava
Lava Yuva 4 Launched: લાવાએ આખરે દેશમાં પોતાનો નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો

Lava Yuva 4 Launched: લાવાએ આખરે દેશમાં પોતાનો નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. લાવા યુવા 4 કંપનીનો લેટેસ્ટ ફોન છે અને તેને લેટેસ્ટ એપલ આઇફોન જેવી ડિઝાઇન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. 7000 રૂપિયાની અંદર આવતા નવા એન્ટ્રી લેવલ લાવા સ્માર્ટફોનની ડિઝાઇન આઇફોન 16 પ્રો જેવી જ છે. બજેટ ફોનમાં તમને 1 લાખથી વધુ કિંમતના આઇફોન જેવો લૂક મળશે. નવા લાવા ફોનને 128 જીબી સુધી સ્ટોરેજ, 5000mAhની મોટી બેટરી અને 50MP રિયર કેમેરા સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ચાલો તમને નવા લાવા યુવા 4 ની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જણાવીએ.

લાવા યુવા 4 સ્માર્ટફોન એપલના ફ્લેગશિપ ફોન જેવી જ ડિઝાઇન સાથે આવે છે. આ લાવા ફોનમાં ઘુમાવદાર કિનારી સાથે એક ફ્લેટ-એજ ફ્રેમ કોર્નર છે અને વર્ટિકલી સ્ટેક્ડ કેમેરા છે. એટલે કે તમે ઓછી કિંમતમાં પ્રીમિયમ ફીલ લઈ શકો છો. લાવાનો આ ફોન મિડનાઇટ બ્લૂ, ફોરેસ્ટ ગ્રીન અને ફ્રોસ્ટ વ્હાઇટ કલરમાં ખરીદી શકાય છે.

લાવા યુવા 4 કિંમત

લાવા યુવા 4ને 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ અને 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લાવાનો આ ફોન રિટેલ આઉટલેટ્સ પર 6,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે. લાવાનું કહેવું છે કે આ ફોન 1 વર્ષની વોરંટી અને ફ્રી હોમ સર્વિસ સાથે આવે છે.

લાવા યુવા 4 સ્પેસિફિકેશન્સ

લાવા યુવા 4માં 6.56 ઇંચની એચડી + પંચ હોલ ડિસ્પ્લે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. આ લાવા સ્માર્ટફોનમાં યુનિસ્કો ટી606 ચિપસેટ છે. 4GB રેમ સાથે આવતા આ ફોનમાં વર્ચ્યુઅલી 4GB સુધી રેમ વધારવાનો વિકલ્પ છે. નવો બજેટ ફોન એન્ડ્રોઇડ 14 સાથે લોન્ચ કરવામાં આવ્યો છે એટલે કે યૂઝર્સને ફોનમાં ક્લીન અને યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ મળશે.

આ પણ વાંચો – Realme GT 7 Pro ની ભારતમાં એન્ટ્રી, 16 GB રેમ અને 512 GB સ્ટોરેજ, જાણો કિંમત અને ફિચર્સ

લાવા યુવા 4 ને પાવર આપવા માટે 5000 એમએએચની બેટરી આપવામાં આવી છે જે 10 ડબ્લ્યુ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સુરક્ષા માટે ડિવાઇસમાં સાઇડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

લાવાના આ સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે 50MPનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

કનેક્ટિવિટી માટે લાવાના આ ફોનમાં 4G VoLTE, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.0, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં 3.5 એમએમ ઓડિયો જેક આપવામાં આવ્યો છે. આ ફોનમાં મનોરંજન માટે એફએમ રેડિયો પણ છે.

Web Title: Lava yuva 4 launched india know price and features looks alike iphone ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×