Lava Blaze X 5G Launched: લાવાબ્લેઝ એક્સ 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. તે લાવા કંપનીનો બ્લેઝ સીરિઝનો લેટેસ્ટ એફોર્ડેબલ ફોન છે. લાવા બ્લેઝ એક્સ 5જી સ્માર્ટફોનમાં 64 એમપી કેમેરા, 5000 mAh બેટરી અને કર્વ્ડ ડિઝાઇન આપવામાં આવી છે. ચાલો Lava Blaze X 5G સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ સહિત તમામ ખાસિયતો વિશે જાણીયે
લાવા બ્લેઝ એક્સ 5G કિંમત (Lava Blaze X 5G Price)
લાવા બ્લેઝ એક્સ 5જી સ્માર્ટફોન 3 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. લાવા બ્લેઝ એક્સ 5જીના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14999 રૂપિયા છે. તો આ સ્માર્ટફોનના 6 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 15999 રૂપિયા અને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 16999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ત્રણેય સ્માર્ટફોન પર 1000 રૂપિયાના આકર્ષક ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકાય છે.
લાવા બ્લેઝ એક્સ 5જીનું ભારતમાં વેચાણ એમેઝોન પર પ્રાઇમ ડે સેલ 2024માં શરૂ થશે. આ સ્માર્ટફોન લાવાના ઇ-સ્ટોર પરથી પણ ખરીદી શકાય છે. આ મોબાઇલ ટાઇટેનિયમ ગ્રે અને સ્ટારલાઇટ પર્પલ કલરમાં ઉપલબ્ધ છે.
લાવા બ્લેઝ એક્સ 5G ફીચર્સ (Lava Blaze X 5G Features)
લાવા બ્લેઝ એક્સ 5જીમાં ફુલએચડી+ (2400 × 1080 પિક્સલ) રિઝોલ્યુશન અને 800 નિટ્સ બ્રાઇટનેસ સાથે 6.67 ઇંચની 120હર્ટ્ઝ કર્વ્ડ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે.
લાવા બ્લેઝ એક્સ 5જીમાં મીડિયાટેક ડિમેન્સિટી 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 64 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા અને 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. સેટઅપ હેન્ડસેટમાં 5000 mAh બેટરી આપવામાં આવી છે જે યુએસબી ટાઇપ-સી દ્વારા 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
લાવા આ સ્માર્ટફોન માં 4 જીબી, 6 જીબી અને 8 જીબી રેમ ઓપ્શન સાથે 128 જીબી અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. આ ડિવાઇસમાં રેમ વધારીને 8 જીબી કરી શકાય છે. આ ફોન એન્ડ્રોઇડ 14 સાથે આવે છે. હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર્સ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો | 108 MP કેમેરા સાથે ટેક્નો સ્પાર્ક 20 પ્રો 5G ભારતમાં લોન્ચ, 2000નું કેશબેક, જાણો કિંમત અને ફીચર્સ
ડિવાઇસમાં ડોલ્બી એટમોસ સાથે સ્ટિરિયો સ્પીકર્સ છે. કનેક્ટિવિટી માટે ડ્યુઅલ સિમ સપોર્ટ, 5જી, વાઇ-ફાઇ 6 802.11 એએક્સ, બ્લૂટૂથ 5.2 અને જીપીએસ જેવા ફીચર્સ ઉપલબ્ધ છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 162.4 × 73.85 × 8.45 મીમી છે અને વજન 183 ગ્રામ છે.