scorecardresearch
Premium

Lava Blaze Duo 5G: લાવા બ્લેઝ ડ્યુઓ 5જી સ્માર્ટફોન લોન્ચ, 64 એમપી કેમેરા અને 5000mAh બેટરી, જાણો કિંમત

Lava Blaze Duo 5G Price: લાવા બ્લેઝ ડ્યુઓ 5જી સ્માર્ટફોનમાં 6.67 ઇંચની મોટી સ્ક્રીન અને ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 7025 6NM પ્રોસેસર આવે છે. જાણો લેટેસ્ટ લાવા 5જી સ્માર્ટફોનની કિંમત અને ફીચર વિશે વિગતવાર

Lava Blaze Duo 5G Launch | Lava Smartphone Launch
Lava Blaze Duo 5G Price And Features: લાવા બ્લેઝ ડ્યુઓ 5જી સ્માર્ટફોન 128 જીબી સ્ટોરેજ સાથે 6 જીબી અને 8 જીબી રેમ વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. (Photo: Lava)

Lava Blaze Duo 5G Launch: લાવા બ્લેઝ ડ્યુઓ 5જી સીરિઝ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. લાવા બ્લેઝ ડ્યુઓ 5જી કંપનીનો લેટેસ્ટ ફોન છે અને તેમાં 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ ડિસ્પ્લે, 5000mAhની બેટરી અને 64 એમપીનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. લાવાના આ હેન્ડસેટમાં સેકન્ડરી એમોલેડ રિયર સ્ક્રીન આપવામાં આવી છે જેને કંપનીએ ઇન્સ્ટાસ્ક્રિન નામ આપ્યું છે. લાવા બ્લેઝ ડ્યુઓ 5જી સ્માર્ટફોનની કિંમત કેટલી છે અને તેમા શું ખાસ છે તેના વિશે વિગતવાર જાણો

Lava Blaze Duo 5G Specifications : લાવા બ્લેઝ ડ્યુઓ 5જી સ્પેસિફિકેશન્સ

લાવા બ્લેઝ ડ્યુઓ 5જીમાં 6.67 ઇંચ (1080 x 2400 પિક્સલ) ફુલએચડી + 3ડી કર્વ્ડ એમોલ સ્ક્રીન છે જે 120હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ફોનમાં 1.58 ઇંચ (228×460 પિક્સલ) સેકન્ડરી એમોલેડ ડિસ્પ્લે પણ છે. ડિવાઇસમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 7025 6NM પ્રોસેસર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 6 GB / 8 GB રેમ ઓપ્શન મળે છે. આ હેન્ડસેટમાં 128GB ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યું છે.

Lava Blaze Duo 5G Camera : લાવા બ્લેઝ ડ્યુઓ 5G કેમેરા

લાવાનો આ હેન્ડસેટ ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ 14 ઓપ્શન આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 64 મેગાપિક્સલનું સોની પ્રાઇમરી સેન્સર અને એપર્ચર એફ/ 2.4 સાથે 2 મેગાપિક્સલનું સેકન્ડરી મેક્રો સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

લાવા બ્લેઝ ડ્યુઓ 5જીમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આવે છે. આ સ્માર્ટફોન માં યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટિરિયો સ્પીકર્સ અને ડોલ્બી એટમોસ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોન ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ (IP54) છે. આ ડિવાઇસનું માપ 162.4×73.85×8.45mm છે અને તેનું વજન 186 ગ્રામ છે.

Lava Blaze Duo 5G Features : લાવા બ્લેઝ ડ્યુઓ 5G ફીચર

કનેક્ટિવિટી માટે લાવાના 5G સ્માર્ટફોનમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.4, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. લાવા બ્લેઝ ડ્યુઓ 5જીને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો | ભારતમાં 200MP કેમેરા સાથે વીવો એક્સ 200 સીરિઝ સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Lava Blaze Duo 5G Price : લાવા બ્લેઝ ડ્યુઓ 5G કિંમત

લાવા બ્લેઝ ડ્યુઓ 5જીની કિંમત 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ માટે 16,999 રૂપિયા અને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ માટે 17,999 રૂપિયા છે. આ ફોન સેલેસ્ટિયલ બ્લૂ અને આર્કટિક વ્હાઇટ કલરમાં આવે છે. હેન્ડસેટનું વેચાણ ૨૦ ડિસેમ્બરથી એમેઝોન ઇન્ડિયા પર થશે. લોન્ચ ઓફર હેઠળ, એચડીએફસી બેંકના ક્રેડિટ / ડેબિટ કાર્ડ દ્વારા ફોન ખરીદવા પર 2000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર 20 થી 22 ડિસેમ્બર દરમિયાન ઉપલબ્ધ રહેશે.

Web Title: Lava blaze duo 5g launch india price specifications features camera battery and more details as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×