Lava Blaze AMOLED 2 Launch In India : લાવા એ ભારતમાં પોતાની બ્લેઝ સીરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. લાવા બ્લેઝ એમોલેડ 2 એ કંપનીનો નવો બજેટ ફોન છે 14000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. લાવા બ્લેઝ એમોલેડ 2માં 6.67 ઇંચની ફુલએચડી+ ડિસ્પ્લે, 5000mAhની બેટરી અને 50MPનો ડ્યુઅલ રિયર કેમેરો આવે છે. જાણો લાવાના એફોર્ડેબલ ફોનની કિંમત અને ફીચર્સ વિશે…
Lava Blaze AMOLED 2 Features : લાવા બ્લેઝ એમોલેડ 2 ફીચર્સ
લાવા બ્લેઝ એમોલેડ 2 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 સાથે આવે છે એટલે કે તમને હેન્ડસેટમાં પ્યોર એન્ડ્રોઇડ અનુભવ મળશે. કંપનીએ ફોનમાં 2 વર્ષ માટે 1 એન્ડ્રોઇડ અપગ્રેડ અને સિક્યોરિટી અપડેટ આપવાનું વચન આપ્યું છે. લાવાનું કહેવું છે કે આ ફોનને પ્રીમિયમ બોડી સાથે રજૂ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ લાવા સ્માર્ટફોનમાં 6.67 ઇંચની ફુલએચડી+ AMOLED સ્ક્રીન છે, જે 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે છે. ડિવાઇસમાં ગ્રાફિક્સ માટે ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 7060 6nm પ્રોસેસર અને IMG BXM-8-256 આવે છે. આ ફોન 4જીબી રેમ સાથે 64/128જીબી સ્ટોરેજ ઓપ્શનમાં આપવામાં આવ્યો છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા મેમરીને 256GB સુધી વધારી શકાય છે.
લાવાનો આ ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. ડિવાઇસને પાવર આપવા માટે 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
લાવાના આ સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે 50 મેગાપિક્સલનું Sony IMX752 સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 5જી, 4જી વીઓએલટીઇ, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.4, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી નો સમાવેશ થાય છે.
Lava Blaze AMOLED 2 Price : લાવા બ્લેઝ એમોલેડ 2 કિંમત
લાવા બ્લેઝ એમોલેડ 2 સ્માર્ટફોનને મિડનાઇટ બ્લેક એન્ડ વ્હાઇટ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. હેન્ડસેટના સિંગલ 6જીબી રેમ અને 128જીબી મોડલની કિંમત 13,499 રૂપિયા છે. આ ફોન 16 ઓગસ્ટથી એમેઝોન અને લાવાના રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે.