KTM 390 Adventure X vs Royal Enfield Himalayan 450 Comparison: કેટીએમે 390 એડવેન્ચર એક્સ ભારતમાં થોડાક સમય પહેલા જ લોન્ચ થઇ છે, જેની શરૂઆતી કિંમત 2,91,140 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. અપેક્ષા મુજબ, કેટીએમ એ આ બાઇકને બે વેરિયન્ટમાં રજૂ કરી છે, જેમાં ઘણા ફીચર્સ અને અપડેટ્સ છે. 390 એડવેન્ચર એક્સ રોડ બેઝ્ડ વેરિઅન્ટ છે, જ્યારે 390 એડવેન્ચર ઓફ રોડ ઉત્સાહી લોકો માટે બનાવવામાં આવી છે. કેટીએમ 390 એડવેન્ચર એક્સ બાઇકની સીધી સ્પર્ધા રોયલ એનફિલ્ડ હિમાલયન 450 સાથે છે. અહીં જાણો આ બંને માંથી કઇ બાઇક સારો વિકલ્પ સાબિત થઇ શકે છે.
KTM 390 Adventure X Price: કેટીએમ 390 એડવેન્ચર એક્સ કિંમત
કેટીએમ 390 એડવેન્ચર એક્સ બાઇકની કિંમત 2,91,140 રૂપિયા દિલ્હી એક્સ શોરૂમથી શરૂ થાય છે. 2025 કેટીએમ 390 એડવેન્ચર એક્સ સ્પ્લિટ ટ્રેલિસ ફ્રેમ પર બનાવવામાં આવી છે અને તેમાં 19 ઇંચનો ફ્રન્ટ અને 17 ઇંચનો રિયર ટ્યૂબલેસ એલોય વ્હીલ્સ આવે છે. 227 એમએમનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને 825 એમએમની સીટની ઊંચાઈ સાથે, તે મોટાભાગના રાઇડર્સ માટે આરામદાયક સવારી પ્રદાન કરે છે. બાઇકમાં 5 ઇંચની ટીએફટી ડિસ્પ્લે આવે છે, જે નેવિગેશન પ્રદાન કરે છે, જ્યારે ક્વિકશિફ્ટર+ સરળ, સીમલેસ ગિયર શિફ્ટની ખાતરી આપે છે.
KTM 390 Adventure X Engine Features : કેટીએમ 390 એડવેન્ચર એક્સ એન્જિન ફીચર્સ
વધારાની સલામતી માટે, કેટીએમ 390 એડવેન્ચર એક્સ બાઇકમાં રાઇડ-બાય-વાયર અને ઓફ-રોડ એબીએસ જેવા અદ્યતન ઇલેક્ટ્રોનિક ફીચર્સનો સમાવેશ થાય છે, જે પડકારજનક પરિસ્થિતિઓમાં કન્ટ્રોલમાં સુધારો કરે છે. તે 390 ડ્યુકમાં જોવા મળતા સમાન એન્જિનથી સંચાલિત થાય છે – જે 399 સીસીનું લિક્વિડ-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન છે અને તેની સાથે સિક્સ-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.
Royal Enfield Himalayan 450 Price : રોયલ એનફિલ્ડ હિમાલયન 450 કિંમત
રોયલ એનફિલ્ડ હિમાલયન 450 મોટરસાઇકલની કિંમત 2.85 લાખ રૂપિયા એક્સ શોરૂમ થી શરૂ થાય છે. રોયલ એનફિલ્ડ હિમાલયન 450 ને ટ્વીન-સ્પર ટયુબ્યુલર ફ્રેમથી બનાવવામાં આવી છે. તેમાં 43mm અપસાઇડ ડાઉન ફ્રન્ટ ફોકર્સ છે, જે 200 mmની ટ્રાવેલ આપે છે, જ્યારે પાછળના ભાગમાં શોઆ મોનો-શોક છે, જેમાં 200mm વ્હીલ ટ્રાવેલ છે. બાઇક 21 ઇંચના ફ્રન્ટ અને 17 ઇંચના રિયર વાયર-સ્પોક વ્હીલ્સ પર સવારી કરે છે, અને હવે, વધારાની સુવિધા માટે, તે વૈકલ્પિક ટ્યુબલેસ ટાયર પ્રદાન કરે છે. બ્રેકિંગ સિસ્ટમમાં 320mmની ફ્રન્ટ ડિસ્ક અને 270mm રિયર ડિસ્ક નો સમાવેશ થાય છે, જે સ્વિચેબલ રિયર ABS દ્વારા પૂરક છે.
Royal Enfield Himalayan 450 Engine Features : રોયલ એનફિલ્ડ હિમાલયન 450 એન્જિન ફીચર
હિમાલયન 450માં 4 ઇંચની રાઉન્ડ ટીએફટી ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં ગૂગલ મેપ્સથી સંચાલિત નેવિગેશન સિસ્ટમ, ફોન કનેક્ટિવિટી, મ્યુઝિક કન્ટ્રોલ અને કોલ મેનેજમેન્ટ આપવામાં આવ્યું છે, જે રાઇડર્સને એક સીમલેસ ટેક અનુભવ આપે છે. હિમાલયન 450 બાઇકમાં 452સીસી લિક્વિડ-કૂલ્ડ સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 40 બીએચપી અને 40 એનએમ ટોર્ક જનરેટ કરે છે. તેને સ્લિપ-એન્ડ-આસિસ્ટ ક્લચ સાથે સિક્સ-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવે છે.