scorecardresearch
Premium

JioTV OS launched: જિયોટીવી ઓએસ લોન્ચ, 800થી વધુ ચેનલ મફત જોવા મળશે, એલજી સેમસંગને આપશે ટક્કર

JioTV OS Launched In Reliance AGM 2024: રિલાયન્સ એજીએમ 2024માં આકાશ અંબાણીએ જિયોટીવી ઓએસ લોન્ચ કરવાની ઘોષણા કરી છે. તેમા એઆઈ પાવર્ડ હેલો જિયો વોઇસ આસિસ્ટન્ટ ફીચર્સ સહિત 800 થી વધુ ચેનલ મફત જોવા મળશે.

jiotv os | jiotv os launched | hello jio voice assistant | jio set top box | mukesh ambani Jio | Akash ambani jio
JioTV OS launched: જિયોટીવી ઓએસ એઆઈ પાવર્ડ સોફ્ટવેર ડોલ્બી વિઝન અને ડોલ્બી એટમોસકે સાથે 4K HDR કન્ટેન્ટ સપોર્ટ કરે છે. (Photo: Social Media)

JioTV OS Launched In Reliance AGM 2024: મુકેશ અંબાણી એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 47મી એજીએમમાં જિયો ટીવી ઓએસ નામનું નવું સોફ્ટવેર સોલ્યુશન લોન્ચ કર્યું છે. જિયો ટીવીનો નવો ઓએસ જિયો સેટ-ટોપ બોક્સમાં આપવામાં આવશે. કંપનીનું કહેવું છે કે તે 100 ટકા વિકસિત ઓપરેટિંગ સિસ્ટમ છે. આ ઓપરેટિંગ સિસ્ટમ મોટી સ્ક્રીન પર વધુ ફાસ્ટ, સરળ અને પર્સનલ યુઝર્સ એક્સપિરિયન્સ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

JioTV OS: JioTV+ લાઇવ ટીવી પ્લેટફોર્મ

જિયોટીવી ઓએસ ને જિયો સેટ ટોપ બોક્સના સોફ્ટવેર સ્વરૂપમાં લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ JioTV+ નામથી એક લાઇવ ટીવી પ્લેટફોર્મની પણ ઘોષણા કરી છે. ચાલો જાણીયે ખાસિયતો

JioTV OS: જિયોટીવી ઓએસ ખાસિયત

જિયોટીવી ઓએસ હોમસ્ક્રીન જિયોસિનેમા, જિયોસ્ટોર, જિયોગેમ્સ જેવા વિવિધ જિયો એપ્સને એક Carousel શો કરે છે. આવી સ્થિતિમાં તમે સ્ક્રીન પર જ આ તમામ એપ્સ ઓપન કરી શકો છો. તમે લાઇવ ટીવી અને શો સાથે અન્ય ઓટીટી પ્લેટફોર્મ જેવા કે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વીડિયો વગેરે પર પણ સરળતા એક્સેસ કર શકાય છે. આ નવું JioTV OS સોફ્ટવેર ડોલ્બી વિઝન અને ડોલ્બી એટમોસકે સાથે 4K HDR કન્ટેન્ટ સપોર્ટ કરે છે.

JioTV+ 800થી વધુ લાઇવ ટીવી ચેનલ મફત જોવા મળશે

JioTV+ એક લાઇવ ટીવી પ્લેટફોર્મ છે, જેમા 800થી વધુ લાઇવ ટીવી ચેનલ તમને મફત જોવા મળશે. તમારે ઓન ડિમાન્ડ શો અને એમેઝોન પ્રાઇમ વીડિયો, ડિઝની પ્લસ અને હોટસ્ટાર જેવી ઓટીટી એપ સુધી એક્સેસ મળે છે. કંપનીનું કહેવું છે કે,યુઝર્સ પહેલાની તુલનામાં વધારે ફાસ્ટ સ્પીડ એપ્સ સ્વિચ કરી શકશે.

JioTV OS: જિયો ટીવી ઓએસ ઘર બની જશે થિયેટર

જિયો ના જણાવ્યા અનુસાર, નવી જિયો ટીવી ઓએસ ડોલ્બી વિઝન અને ડોલ્બી એટમોસ જેવી ટેકનોલોજી માટે 4K રિઝોલ્યુશન સુધી વીડિયો સ્ટ્રીમિંગને સપોર્ટ કરે છે, જેથી વપરાશકર્તાઓ તેમના લિવિંગ રૂમમાં શ્રેષ્ઠ પિક્ચર ક્વોલિટી અને સાઉન્ડ ક્વોલિટી અને સિનેમેટિક થિયેટર જેવો અનુભવ મેળવી શકે.

જિયો ટીવી ઓએસની સિંગલ સર્વિસ તમામ મોટા ઓટીટી પ્લેટફોર્મ, લાઇવ ટેલિવિઝન સ્ટ્રીમિંગ અને ટીવી શો માટે સપોર્ટ આપે છે. થોડા વર્ષો પહેલા લોન્ચ થયેલું હેલો જિયો વોઇસ આસિસ્ટન્ટ પણ જિયો ટીવી ઓએસનો હિસ્સો બની ગયું છે. હવે વપરાશકર્તાઓ વોઇસ કમાન્ડ દ્વારા કન્ટેન્ટ સર્ચ કરવા ઉપરાંત સેટઅપ બોક્સ કન્ટ્રોલ કરી શકે છે.

આ પણ વાંચો | Jio Brain શું છે? રિલાયન્સ લાવશે એઆઈ સર્વિસ પ્લેટફોર્મ, મુકેશ અંબાણીએ કરી જાહેરાત

JioTV OS: જિયોટીવી ઓએસ ક્યારે શરૂ થશે

જિયોટીવી ઓએસ એક સ્માર્ટ ટેલિવિઝન ઓપરેટિંગ સિસ્ટમ છે, જે દિવાળીની આસપાસ લોન્ચ થવા સંભવ છે. જિયો ટીવી એઆઈ ગૂગલના એન્ડ્રોઇડ પ્લેટફોર્મ બેઝ્ડ હશે. જિયોટીવી ઓએસ ટોપ ટેલિવિઝન મેન્યુફેક્ચર્સ એલજી વેબઓએસ (LG WebOS) અને સેમસંગટીવી ઓએસ (Samsung TV OS)ને ટક્કર આપશે.

Web Title: Jiotv os launched mukesh ambani reliance agm 2024 akash ambani hello jio voice assistant as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×