scorecardresearch
Premium

JioPhone Prima 2 : 3000 થી ઓછી કિંમતમાં મોટી બેટરી, Facebook, YouTube, Google બધુ ચાલશે, UPI થી પેમેન્ટ

JioPhone Prima 2 : ભારતમાં Jioનો નવો ફિચર ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. જિયોફોન પ્રાઇમા 2 કંપનીનો લેટેસ્ટ બજેટ ફોન છે. ફોનમાં રિયર અને ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે

JioPhone Prima 2, JioPhone, Jio
JioPhone Prima 2 : જિયોફોન પ્રાઇમા 2 કંપનીનો લેટેસ્ટ બજેટ ફોન છે

JioPhone Prima 2 Launched : ભારતમાં Jioનો નવો ફિચર ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. જિયોફોન પ્રાઇમા 2 કંપનીનો લેટેસ્ટ બજેટ ફોન છે, જે જિયોફોન પ્રાઇમા 4જીનું અપગ્રેડ વેરિઅન્ટ છે. જિયોફોન પ્રાઇમા 4 નવેમ્બર 2023માં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે જિયોફોન પ્રાઇમા 2 લોન્ચ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે બીજી પેઢીના જિયોફોન પ્રાઇમા 2માં મોટા ભાગના સ્પેસિફિકેશન્સ પાછલી જનરેશનના છે. નવા જિયોફોન પ્રાઇમા 2માં ક્વોલકોમ ચિપસેટ, 2000mAh મોટી બેટરી અને 2.4 ઇંચની કર્વ્ડ સ્ક્રીન આપવામાં આવી છે.

ભારતમાં જિયોફોન પ્રાઇમા 2 ની કિંમત

જિયોફોન પ્રાઇમા 2ને દેશમાં 2,799 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ફોન લગ્સ બ્લૂ શેડમાં આવે છે. આ હેન્ડસેટ દેશમાં એમેઝોન ઇન્ડિયા પર ખરીદી માટે ઉપલબ્ધ છે.

જિયોફોન પ્રાઇમા 2 ફીચર્સ

જિયોફોન પ્રાઇમા 2માં 2.4 ઇંચની કર્વ્ડ સ્ક્રીન આપવામાં આવી છે. કીપેડ ડિઝાઇન ફોનમાં ઉપલબ્ધ છે. જિયોનો આ લેટેસ્ટ ફિચર ફોન ક્વોલકોમ ચિપસેટ અને કાઇઓએસ 2.5.3 સાથે આવે છે. હેન્ડસેટમાં 4 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે.

જિયોફોન પ્રાઇમા 2 માં રિયર અને ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે. ફોનને લઇને દાવો કરવામાં આવી રહ્યો છે કે કોઇ પણ એક્સટર્નલ વીડિયો ચેટ એપ વગર આ ફોનથી ડાયરેક્ટ કોલિંગ કરી શકાય છે. આ ડિવાઇસમાં એલઇડી ટોર્ચ યુનિટ છે.

આ પણ વાંચો – ડ્યુઅલ સ્ક્રીનવાળા ફોલ્ડેબલ મોટોરોલા ફોનની ભારતમાં એન્ટ્રી, જાણો કિંમત અને ફિચર્સ

જિયોપે સપોર્ટ જિયોના આ લેટેસ્ટ ફીચર ફોનમાં ઉપલબ્ધ છે, જેથી યૂઝર્સ સ્કેન કરીને યુપીઆઈ પેમેન્ટ કરી શકે છે. આ ફોન જિયોટીવી, જિયો સિનેમા અને જિયોસાવન જેવી એપ્સને સપોર્ટ કરે છે. યુઝર્સ આ ફોનમાં ફેસબુક, યૂટ્યૂબ અને ગૂગલ આસિસ્ટન્ટ જેવા સોશિયલ મીડિયા ટૂલ્સને એક્સેસ કરી શકે છે. આ ફોન 23 ભાષાઓને સપોર્ટ કરે છે.

યૂઝર્સ સ્કેન કરીને યુપીઆઈ પેમેન્ટ કરી શકશે

જિયોના આ લેટેસ્ટ ફીચર ફોનમાં જિયોપે સપોર્ટ ઉપલબ્ધ છે, જેથી યૂઝર્સ સ્કેન કરીને યુપીઆઈ પેમેન્ટ કરી શકે છે. આ ફોન જિયોટીવી, જિયો સિનેમા અને જિયોસાવન જેવી એપ્સને સપોર્ટ કરે છે. યુઝર્સ આ ફોનમાં ફેસબુક, યૂટ્યૂબ અને ગૂગલ આસિસ્ટન્ટ જેવા સોશિયલ મીડિયા ટૂલ્સને એક્સેસ કરી શકે છે. આ ફોન 23 ભાષાઓને સપોર્ટ કરે છે.

જિયોફોન પ્રાઇમા 2ને પાવર આપવા માટે 2000mAhની બેટરી આપવામાં આવી છે. આ હેન્ડસેટ સિંગલ-નેનો સિમ કાર્ડ દ્વારા 4G કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં એફએમ રેડિયોની એક્સેસ પણ છે. આ ફોનમાં 3.5mmનો ઓડિયો જેક, લેધર જેવું ફિનિશ મળે છે. ડિવાઇસનું ડાઇમેંશન 123.4 x 55.5 x 15.1 મીમી અને તેનું વજન 120 ગ્રામ છે.

Web Title: Jiophone prima 2 price features upi support facebook youtube google assistant ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×