Jiophone 5G Launch in Reliance AGM: રિલાયન્સ જિઓના સૌથી સસ્તા 5G સ્માર્ટફોન પરથી ટૂંક સમયમાં પડદો ઉઠી શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 28 ઑગસ્ટના રોજ 46મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) યોજાશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન મુકેશ અંબાણી સંબોધન કરશે. દર વર્ષની જેમ આ વખતે પણ રિલાયન્સની એજીએમમાં ઘણી મોટી જાહેરાતો થવાની ધારણા છે. ખાસ કરીને Jio પ્લેટફોર્મ હેઠળ ઘણા નવા લોન્ચિંગ થઈ શકે છે.
JioPhone 5G 2023 (JioPhone 5G 2023)
રિલાયન્સ જિયોએ ગયા વર્ષે (2022) તેનો પ્રથમ સસ્તું 4G સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. અહેવાલો અનુસાર, Jioનો પહેલો 5G સ્માર્ટફોન, જે હવે મુકેશ અંબા ની માલિકીનો છે, રિલાયન્સ એજીએમમાં અનાવરણ કરવામાં આવી શકે છે. તાજેતરના એન્ડ્રોઇડ સેન્ટ્રલ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે JioPhone 5Gમાં 6.5-ઇંચની IPS LCD HD+ ડિસ્પ્લે હશે. સ્ક્રીન (1600 x 720 પિક્સેલ) રિઝોલ્યુશન સાથે આવી શકે છે.
રિલાયન્સની AGMમાં મોટી ઘોષણા થવા સંભવ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા 28 ઓગસ્ટના રોજ યોજાશે. આ એજીએમમાં રિલાયન્સ જિઓ દ્વારા Jio 5G Recharge Plans, જિઓફોન 5G 2023 અને જિયો ફાઇબર 2023 અંગે ઘોષણા કરવામાં આવી શકે છે.
જિઓ ફોન 5G 2023 (JioPhone 5G 2023)
રિલાયન્સ જિઓએ પાછલા વર્ષે (2022) પોતાનો પ્રથમ બજેટ 4G સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર હવે મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ જિઓ કંપનીના પ્રથમ Jio 5G સ્માર્ટફોન પરથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમમાં પડદો ઉઠી શકે છે. તાજેતરમાં જ આઇ- એન્ડ્રોઇડ સેન્ટ્રલની એક રિપોર્ટમાં જાણવા મળ્યુ હતુ કે, જિઓફોન 5Gનિ ડિસ્પ્લે 6.5 ઇંચની હશે અને તેમાં IPS LCD HD+ ડિસ્પ્લે હશે. ડિસ્પ્લે સ્ક્રીન (1600 * 720 પિક્સલ) રિઝોલ્યુશન સાથે આવી શકે છે.
એક ટ્વિટર યૂઝરે 22 જૂન, 2023ના રોજ કથિત જિઓ 5G સ્માર્ટફોનની લીક તસવીર પોસ્ટ કરી હતી. જિઓના આ 5G ફોનને દેશમાં 10,000 રૂપિયાથી ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. લીક થયેલી તસવીરો અનુસાર, આ સ્માર્ટફોન ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે આવશે. આ સ્માર્ટફોન ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ સાથે આવશે. ફોનમાં 13 મેગાપિક્સલ પ્રાઈમરી અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર હોઈ શકે છે. હેન્ડસેટમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવે તેવી શક્યતા છે. આ તસવીરથી JioPhone 5G સ્માર્ટફોન પર વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે અને સ્લીમ બેઝલ્સ હોવાનું દેખાય છે.
ડિસેમ્બર 2022માં એક રિપોર્ટમાં જિઓ 5G સ્માર્ટફોનને બેંચમાર્કિંગ વેબસાઇટ Geekbench પર જોવામાં આવ્યો હતો. આ લિસ્ટિંગથી હેન્ડસેટના અમુક ફિચર્સનો ખુલાસો થયો હતો. જિઓના અપકમિંગ 5G ફોનમાં ક્વાલકોમ સ્ન્પેડ્રેગન 480+ ચિપસેટ, 4 જીબી રેમ અને એન્ડ્રોઇડ 12 ઓપરેટિંગ સિસ્ટમ જેવા ફિચરો હોઇ શકે છે. જિઓફોન 5Gમાં 5000mAhની બેટરી આવી શકે છે.
આ પણ વાંચો | તમારા મોબાઈલને સુરક્ષિત રાખવા માટે આજે જ કરો આ 7 કામ, જાણો વિગતવાર
તે ઉપરાંત કંપની એન્યુઅલ જનરલ મીટિંગમાં નવો Jio 5G પ્લાન પણ લોન્ચ કરી શકે છે. તમને જણાવી દઈએ કે Jioના વચન મુજબ 5G સર્વિસ વર્ષ 2024 સુધીમાં દેશભરમાં શરૂ કરવામાં આવશે.
JioPhone 5G ઉપરાંત, Air Fiber 5G પણ રિલાયન્સની એજીએમમાં લોન્ચ થવાની ધારણા છે. આ ડિવાઈસને ઘર અને ઓફિસમાં હાઈ-સ્પીડ 5G ઈન્ટરનેટ આપવાના ઈરાદાથી તૈયાર કરવામાં આવ્યું છે.