scorecardresearch
Premium

JioCoin vs BitCoin: જિયો કોઇન સાથે રિલાયન્સની ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં એન્ટ્રી! બિટકોઇનથી કેટલી ખાસ છે, જાણો

JioCoin vs BitCoin: રિલાયન્સ જિયો પોતાની ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરી છે? જિયો કોઇન અને બિટકોઇન વચ્ચે શું તફાવત છે? જાણો વિગતવાર

JioCoin vs BitCoin | JioCoin | BitCoin | reliance jiocoin | cryptocurrency
JioCoin vs BitCoin: જિયો કોઇન વિ બિટકોઇન (Photo: Social Media)

JioCoin vs BitCoin: રિલાયન્સ જિયો દ્વારા જિયો કોઇન લોન્ચ કરવાની ઘોષણા કરવામાં આવી છે. દેશભરના યુઝર્સ જિયો કોઇન (JioCoin) વિશે જાણવા ઉત્સુક છે રિલાયન્સની ટેક સબસિડરી જિયો પ્લેટફોર્મ્સે ભારતમાં Web 3 અને બ્લોકચેન ટેકનોલોજી ભારતમાં લાવવા માટે પોલિગોન લેબ્સ સાથે ભાગીદારી કરી છે. જિયો કોઇન શું છે અને બિટકોઇન થી કેવી રીતે અલગ છે તેના વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર કેટલો ટેક્સ લાગે છે?

ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર હાલમાં નફા પર ફ્લેટ 30 ટકા ટેક્સ લાગે છે. આ ઉપરાંત દેશમાં ક્રિપ્ટો પર 1 ટકા ટેક્સ ડિડક્શન એટ સોર્સ (ટીડીએસ) પણ લગાવવામાં આવે છે. જિયો કોઈન પર પણ આ જ ટેક્સ સિસ્ટમ લાગુ થશે. તમને જણાવી દઈએ કે જ્યારે WazirX ને મોટી સુરક્ષા સમસ્યાનો સામનો કરવો પડ્યો અને લાખો ભારતીયોએ પોતાના પૈસા ગુમાવ્યા, ત્યારે ભારતમાં લોકો ક્રિપ્ટોથી દૂર ભાગતા રહ્યા છે.

જો કે, બિટકોઇન જેવી સતત વધતી ક્રિપ્ટોકરન્સીએ વિશ્વભરમાં બ્લોકચેન આધારિત કરન્સીમાં લોકોની રુચિ જાળવી રાખી છે. હવે રિલાયન્સે ક્રિપ્ટોકરન્સી જિયો કોઇનને ભારતમાં લાવવા માટે ઇન્ટરનેટ ટેક્નોલોજી કંપની પોલીગોન લેબ્સ સાથે ભાગીદારી કરી છે. JioSphere વેબ બ્રાઉઝરે જિઓ કોઇન ઉપરાંત ઇથેરિયમ લેયર 2 (Ethereum Layer 2) આધારિત ક્રિપ્ટો ટોકનને નોટિસ કરવાનું શરૂ કર્યું છે.

What Is Jiocoin? : જિયો કોઇન શું છે?

જિયો કોઇન હાલ ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ પોલિગોન લેબ્સ પર લિસ્ટેડ છે. અત્યાર સુધી કંપની તરફથી કોઇ સત્તાવાર જાણકારી શેર કરવામાં આવી નથી. પરંતુ એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ પર જિયોસ્ફિયર યુઝર્સ તેમના સ્માર્ટફોનમાં જિયો કોઇનને નોટિસ કરવાનું લેવાનું શરૂ કર્યું છે

FAQ સેક્શનમાં રિલાયન્સે માહિતી આપી છે કે, જિયો કોઇન બ્લોકચેન આધારિત રિવોર્ડ ટોકન્સ છે, જે યુઝર્સ વિવિધ મોબાઇલ અને ઇન્ટરનેટ આધારિત એપ્લિકેશન્સથી કમાઇ શકે છે. જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (જેપીએલ)એ ભારતમાં મોબાઇલ નંબર માટે આ ઓફર આપી છે. ‘

અલગ અલગ જિયો એપ્સ સાથે કનેક્ટ થઈને યૂઝર્સ Web3 ટોકન્સ કમાઈ શકે છે, જે તેમના વોલેટમાં જમા થશે. કોઇનનું મૂલ્ય યૂઝર્સની સહભાગીદારી પર આધારિત રહેશે. આ સૂચવે છે કે માયજિયો, જિયોસિનેમા અને અન્ય એપ્લિકેશન્સ ટૂંક સમયમાં જિયો કોઇનને સપોર્ટ કરી શકે છે.

JioSpehere (જિયોસ્પીહીર) વેબ બ્રાઉઝર પર આપવામાં આવેલી જાણકારી અનુસાર યૂઝર્સ જિયોસ્ફિયર વેબ બ્રાઉઝર પર ઇન્ટરનેટ સર્ફિંગ કરીને જિયો કોઇન ફ્રીમાં કમાણી કરી શકે છે. આ કોઈન પોલીગોન લેબ્સ વોલેટમાં જમા થશે.

હાલમાં જિયો કોઇનની કિંમત કે તેનો વેપાર કેવી રીતે થાય છે તે અંગે કોઈ માહિતી નથી. સમાચાર મુજબ આ જિયો કોઇનનો ઉપયોગ મોબાઈલ રિચાર્જ, યૂટિલિટી બિલ પેમેન્ટ અને જિયોની અન્ય સેવાઓ માટે કરી શકાશે.

આગામી દિવસોમાં જિયો કોઇન વિશેની સત્તાવાર માહિતી રિલાયન્સ દ્વારા આપવામાં આવી શકે છે.

જિયો કોઇનનો સત્તાવાર ભાવ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. જો કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની કિંમત પ્રતિ ટોકન 43 રૂપિયા (0.50 ડોલર)ની આસપાસ હોઇ શકે છે.

What Is Bitcoin? : બિટકોઇન શું છે?

બિટકોઇનની વાત કરીએ તો તે વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી છે અને તેની કિંમત આજે 31 જાન્યુઆરીએ 90,68,188 છે. છેલ્લા કેટલાક દિવસોમાં બિટકોઇનની કિંમતમાં ઘટાડો થયો છે. બિટકોઇનનું કુલ માર્કેટ વેલ્યુએશન હાલ 1,987.52 અબજ ડોલર છે. બિટકોઈનનું પ્રથમ એક્સચેન્જ 2009માં થયું હતું. જો કે, યુઝર્સે શરૂઆતમાં માત્ર 5.02 ડોલરમાં 5,050 બિટકોઇનનો વેપાર કર્યો હતો, જે દરેક બિટકોઇનની કિંમત $0.00099 ની આસપાસ લઇ ગઇ હતી.

5 ડિસેમ્બર, 2024 ના રોજ, બિટકોઇને ઇતિહાસ રચ્યો હતો. બિટકોઇન આ દિવસે પ્રથમ વખત ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો હતો અને તેણે 10 લાખ ડોલરની કિંમતને પાર કરી દીધી હતી. ઇતિહાસમાં પહેલી વખત બિટકોઇનના ભાવ આ લેવલને સ્પર્શ્યા હતા. તમને જણાવી દઈએ કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદથી આ ક્રિપ્ટોકરન્સીની કિંમતમાં સતત વધારો થયો છે.

Web Title: Jiocoin vs bitcoin reliance polygon labs collaboration cryptocurrency market as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×