scorecardresearch
Premium

Jio યુઝર્સને ઝટકો, રિચાર્જ પ્લાન 12 થી 27 ટકા મોંઘા થયા, અનલિમિટેડ 5જી ડેટા માટે વધુ ખર્ચ કરવો પડશે

Jio Recharge Plan Price Increases: રિલાયન્સ જિયો દ્વારા ટેરિફ વધાર્યા બાદ હવે અન્ય ટેલિકોમ કંપનીઓ પણ રિચાર્જ પ્લાન મોંઘા કરે તો નવાઇ નહીં. રિલાયન્સ જિયોના નવા ટેરિફ રેટ 3 જુલાઇથી લાગુ થશે.

Jio | Jio tariffs rate increases | jio mobile recharge plan | reliance jio | jio recharge plan | jio unlimited 5g data plan
Reliance Jio: રિલાયન્સ જિયો મુકેશ અંબાણીની માલિકીની ટેલિકોમ કંપની છે. (Express Photo)

Jio Recharge Plan Price Increases: રિલાયન્સ જિયો યુઝર્સ માટે મોબાઈલ પર વાત કરવી અને ઇન્ટરનેટ પર સર્ચ કરવું હવે મોંઘી થયું છે. ભારતની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયો દ્વારા પ્રીપેડ અને પોસ્ટ પેડ રિચાર્જ પ્લાનના ટેરિફ રેટ નોંધપાત્ર વધારવામાં આવ્યા છે. જિયો દ્વારા ટેરિફ રેટમાં 12 થી 27 ટકા સુધીનો કમરતોડ વધારો કરવામાં આવ્યો છે. નવા ટેરિફ રેટ 3 જુલાઇથી લાગુ થશે. રિલાયન્સ જિયો દ્વારા ટેરિફ રેટ વધારવામાં આવતા હવે અન્ય ટેલિકોમ કંપનીઓ ટેરિફ રેટ વધારશે.

જિયો પ્રીપેડ પ્લાન રિચાર્જ રેટ વધ્યા (Jio Prepaid Plan Price)

રિલાયન્સ જિયો દ્વારા તેના પોપ્યુલર પ્રીપેડ પ્લાનના ટેરિફ રેટમાં કમરતોડ વધારો કરવામાં આવ્યો છે. જેમા જિયોના એન્ટ્રી લેવલ મંથલી પ્લાન – જેમાં 2 જીબી ડેટા સાથેના 28 દિવસના રિચાર્જ પ્લાનની કિંમત અગાઉ 155 રૂપિયા હતી, હવે આ પ્લાન રિચાર્જ માટે તમારે 189 રૂપિયા ખર્ચવા પડશે. તેવી જ રીતે ડેઈલી 1 જીબી ડેટા વાળા 28 દિવસના રિચાર્જ પ્લાનની કિંમત 209 રૂપિયાથી વધારીને 249 રૂપિયા કરવામાં આવી છે. તો દરરોજના 1.5 જીબી ડેટા સાથે 28 દિવસની વેલિડિટી વાળા રિચાર્જ પ્લાન માટે તમારે હવે 299 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે અગાઉ તેની કિંમત 239 રૂપિયા હતી. તેવી જ રીતે 28 દિવસની વેલિડિટીના 2 જીબી પ્રતિ દિવસના પ્લાનની કિંમત 299 રૂપિયા થી વધીને 349 રૂપિયા થઇ છે.

જિયો રિચાર્જ પ્લાન વર્તમાન ટેરિફ રેટનવા ટેરિફ રેટડેટા વેલિડિટી
₹ 155₹ 1892GB28 દિવસ
₹ 209₹ 249દૈનિક 1GB28 દિવસ
₹ 239₹ 2991.5GB પ્રતિદિન28 દિવસ
₹ 299₹ 349દરરોજ 2GB28 દિવસ
₹ 349₹ 3992.5GB પ્રતિદિવસ28 દિવસ
₹ 399₹ 4493GB પ્રતિદિન28 દિવસ
₹ 479₹ 5791.5GB પ્રતિદિન56 દિવસ
₹ 533₹ 629દરરોજ 2GB56 દિવસ
₹ 395₹ 4796GB84 દિવસ
₹ 666₹ 7991.5GB પ્રતિદિન84 દિવસ
₹ 719₹ 859દરરોજ 2GB84 દિવસ
₹ 999₹ 11993GB પ્રતિદિન84 દિવસ
₹ 1559₹ 189924GB336 દિવસ
₹ 2999₹ 35992.5GB પ્રતિદિવસ365 દિવસ

રિલાયન્સ જિયો ડેટા ટોપ અપ પ્લાનના નવા રેટ

રિલાયન્સ જિયો દ્વારા ડેટા ટોપ અપ પ્લાનના ટેરિફ રેટ પણ વધારવામાં આવ્યા છે. 1 જીબી ડેટા માટે ટેરિફ રેટ 15 રૂપિયાથી વધારી 19 રૂપિયા કરવામાં આવ્યો છે. તો 2 જીબી માટેના ટેરિફ રેટ 25 રૂપિયાથી વધારીને 29 રૂપિયા અને 3 જીબી ડેટા માટેનો ટેરિફ રેટ 61 રૂપિયાથી વધારીને 69 રૂપિયા કરવામાં આવ્યો છે. મોબાઈલ સર્વિસ રેટમાં વધારો કરવા ઉપરાંત Jio એ બે એપ્સ રજૂ કરી – Jio Safe અને JioTranslate – જે તે તેના ગ્રાહકોને એક વર્ષના સમયગાળા માટે સંપૂર્ણપણે મફત સર્વિસ પ્રદાન કરે છે.

રિલાયન્સ જિયો પોસ્ટપેડ પ્લાન રિચાર્જ રેટ (Jio Postpaid Plan Price)

રિલાયન્સ જિયો દ્વારા પોસ્ટપેડ પ્લાન પણ મોંઘા કરવામાં આવ્યા છે. 30 જીબી ડેટાના જિયો પોસ્ટપેડ પ્લાનનો ટેરિફ રેટ 299 રૂપિયા થી વધી હવે 349 રૂપિયા થઇ છે. તેવી જ રીતે 75 જીબી ડેટા વાળા 399 રૂપિયાના રિચાર્જ પ્લાન માટે હવે તમારે 449 રૂપિયા ખર્ચવા પડશે.

આ પણ વાંચો | ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી કેટલો પગાર મેળવે છે? ભારતના બે સૌથી ધનિક વ્યક્તિ કેટલી કમાણી કરે છે

જિયો અનલિમિટેડ 5જી ડેટા પણ મોંઘા થયા (Jio Unlimited 5G Data Plan)

જિયો દ્વારા અનલિમિટેડ 5જી ડેટા એક્સેસ મોંઘા થયા છે. અત્યાર સુધીમાં રૂ. 239 થી ઉપરની ટેરિફ રેટ સ્કીમમાં સબ્સ્ક્રાઇબર્સ અનલિમિટેડ ફ્રી 5જી સર્વિસ ઍક્સેસ કરવા સક્ષમ છે અને બાકીના ગ્રાહકોએ અમર્યાદિત 5G સેવાનો લાભ લેવા માટે રૂ. 61 વાઉચર સાથે તેમના પ્લાનને ટોપ અપ કરવું પડશે.

Web Title: Jio tariffs rate increases jio mobile recharge unlimited 5g data plan costlier by 12 to 27 pc check new tariffs rate here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×