scorecardresearch
Premium

Jio Cheapest Recharge Plan: જિયો રિચાર્જ પ્લાન 200 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં, અનલિમિટેડ 5G ડેટા અને કોલ

Reliance Jio Unlimited 5G Data Plan 198 Rupees Launched: રિલાયન્સ જિયો દ્વારા 200 રૂપિયાથી પણ ઓછી કિંમતનો નવો રિચાર્જ પ્રીપેડ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. આ રિચાર્જ પ્લાનમાં કસ્ટમર અનલિમિટેડ 5G ડેટા અને કોલનો આનંદ માણી શક છે.

Reliance Jio Recharge Plans | Jio 198 rupee Recharge Plans | Jio Unlimited 5G Data Plan | Cheapest Jio Recharge Plan
Reliance Jio Cheapest Recharge Plans: રિલાયન્સ જિયો દ્વારા 200 રૂપિયાથિ ઓછી કિંમતનો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. (Photo: @JioCare)

Jio unlimited 5G Plan launched: રિલાયન્સ જિયો દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે 200 રૂપિયાથી પણ સસ્તો નવો પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ સસ્તા જિયો રિચાર્જમાં અનલિમિટેડ 5જી ડેટા આપવામાં આવે છે. તો ચાલો જાણીયે રિલાયન્સ જિયોના નવા સસ્તા અનલિમિટેટ 5જી ડેટા વાળા રિચાર્જ પ્લાન વિશે

198 રૂપિયાનો જિયો રિચાર્જ પ્લાન (Jio 198 Rupees Recharge Plan)

198 રૂપિયાના જિયો પ્રીપેડ પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 2 જીબી 4જી ડેટા આપવામાં આવે છે. જો તમે જિયોના 5G નેટવર્ક ઝોનમાં છો તો તમે આ પ્લાન સાથે અનલિમિટેડ 5G ડેટાનો ફાયદો ઉઠાવી શકો છો. દરરોજ મળતા 4G ડેટા સમાપ્ત થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે.

રિલાયન્સ જિયોના આ રિચાર્જમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા મળે છે. આ ઉપરાંત આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ પણ ફ્રી મળે છે. ગ્રાહકો આ રિચાર્જમાં જિયોટીવી, જિયોસીનેમા અને જિયોક્લાઉડના ફ્રી સબ્સક્રિપ્શનનો પણ લાભ લઈ શકે છે.

તમને જણાવી દઇયે કે, અનલિમિટેડ 5G ડેટા ઓફર કરતો જિયોનો આ સૌથી સસ્તો પ્લાન છે. અત્યાર સુધી અનલિમિટેડ 5G ડેટા સાથેનો સૌથી સસ્તો પ્લાન 349 રૂપિયાની કિંમતમાં મળતો હતો. આ રિચાર્જમાં 28 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ 5જી અને 2જીબી 4જી ડેટા મળે છે.

Jio | Jio tariffs rate increases | jio mobile recharge plan | reliance jio | jio recharge plan | jio unlimited 5g data plan
Reliance Jio: રિલાયન્સ જિયો મુકેશ અંબાણીની માલિકીની ટેલિકોમ કંપની છે. (Express Photo)

અત્રે નોંધનિય છે કે, જો કોઈ વ્યક્તિ મહિનામાં બે વાર નવા જિયો પ્લાનનું રિચાર્જ કરાવે છે તો રિચાર્જ ખર્ચ 396 રૂપિયા થશે. એટલે કે મંથલી વેલિડિટી સાથે અનલિમિટેડ 5જી પ્લાન કરતા તે મોંઘુ પડશે. મોબાઇલ યુઝર્સ માયજિયો એપ્લિકેશન અથવા કોઈપણ અન્ય પ્રીપેઇડ રિચાર્જ પ્લેટફોર્મ પરથી નવો 5જી પ્લાન રિચાર્જ કરાવી શકે છે.

નોંધનીય છે કે, ગૂગલ પ્લે, પેટીએમ અને ફોનપે જેવા અન્ય પ્લેટફોર્મ્સ 1થી 3 રૂપિયા સુધીની વધારાની સુવિધા રિચાર્જ ફી લે છે, જ્યારે માયજિયો એપ પર આવો કોઇ ચાર્જ લાગતો નથી.

કંપનીપ્લાનની કિંમતવેલિડિટી5G ડેટા4G ડેટા
જિયો198 રૂપિયા૧૪ દિવસઅનલિમિટેડદરરોજ 2GB
જિયો349 રૂપિયા૨૮ દિવસોઅનલિમિટેડદરરોજ 2GB
એરટેલ379 રૂપિયા૩૦ દિવસોઅનલિમિટેડદરરોજ 2GB

આ પણ વાંચ | જિયો, એરટેલ કે વોડાફોન નહીં આ કંપનીના રિચાર્જ પ્લાન સૌથી સસ્તા, અનલિમિટેડ કોલ અને બમ્પર ડેટા

તમને જણાવી દઈએ કે આ સમયે એરટેલના સૌથી સસ્તા 5જી પ્લાનની કિંમત 379 રૂપિયા છે. આ પ્લાનમાં 1 મહિનાની વેલિડિટી મળે છે, જ્યારે જિયોના સમાન કિંમતના પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

Web Title: Jio cheapest recharge plan rs 198 prepaid plan with unlimited 5g data for 14 days know all details as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×