scorecardresearch
Premium

PMJDY: જન ધન ખાતાધારકો સાવધાન, 30 સપ્ટેમ્બર પહેલા પતાવે KYC, આ રીતે ઓનલાઇન અપડેટ કરો

Jan Dhan Account Re KYC Online: જનધન ખાતા સંબંધિત એક મોટા સમાચાર આવ્યા છે. પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY)ને 10 વર્ષ પૂર્ણ થયા છે. આ યોજના હેઠળ ઘણા ખાતાઓને ફરીથી કેવાયસી કરાવવું પડશે. તમે Re KYC ઓનલાઇન કરી શકો છો, આવો જાણીએ કેવી રીતે

Jan Dhan Account | Jan Dhan Account KYC | Jan dhan account sbi | PMJDY |
Jan Dhan Account KYC Online : જન ધન એકાઉન્ટ કેવાયસી ઓનલાઇન કરી શકાય છે.

Jan Dhan Account Re KYC Update Online : તમે જનધન બેંક ખાતું ખોલાવ્યું છે? જો હા, તો તમારે આ સમાચાર વાંચવા જ જોઇએ. રિઝર્વ બેંકના ગવર્નરે પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) હેઠળ ખોલવામાં આવેલા બેંક ખાતા સંબંધિત એક મોટી ઘોષણા કરી છે. જેના અનુસંધાનમાં તમારે 30 સપ્ટેમ્બર, 2025 પહેલા બેંકમાં જઇ જનધન ખાતામાં ફરી કેવાયસી કરાવવી પડશે. જો તેમ નહીં થાય તમારું જનધન ખાતું ફ્રીઝ પણ થવાની સંભાવના રહે છે.

જનધન બેંક ખાતા માટે Re KYC ફરજિયાત

પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય)ને 10 વર્ષ પૂર્ણ થયા છે. હવે જનધન બેંક ખાતા માટે ફરી કેવાયસી કરાવવું પડશે. જનધન ખાતા ધારકોએ 1 જુલાઇ થી 30 સપ્ટેમ્બર 2025 દરમિયાન કેવાયસી કરાવવું ફરજિયાત છે, નહીંત્તર તમારું બેંક ખાતું ફ્રીઝ થઇ જશે. ફરીથી કેવાયસીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે, જાહેર ક્ષેત્રની બેંકો પંચાયત સ્તરે 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર, 2025 સુધી વિશેષ શિબિરોનું આયોજન કરશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ જાણકારી આપી છે. જો કે તમે ઓનલાઇન પણ કરી શકો છો રિ-કેવાયસી, આવો જાણીએ…

What Is Re KYC? રિ-કેવાયસી શું છે?

નો યોર કસ્ટમર (KYC) વિગતો એ દસ્તાવેજો અને સરનામાંની માહિતી છે જે બેંક ખાતું ખોલતી વખતે બેંકમાં રજૂ કરવામાં આવે છે. રિ કેવાયસી એટલે કે બેંકો આ દસ્તાવેજોને અપડેટ રાખવા માટે પગલાં લે છે જે ખાતું ખોલતી વખતે એકત્રિત કરવામાં આવ્યા હતા.

55 કરોડથી વધુ જન ધન ખાતા ખુલ્યા

જનધન યોજના 2014માં શરૂ કરવામાં આવી હતી. તે દેશના દરેક ઘરને મૂળભૂત બચત બેંક ખાતાની એક્સેસ પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે. સત્તાવાર પીએમજેડીવાય પોર્ટલ અનુસાર, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 55 કરોડથી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે.

આ ખાતાઓમાં ઝીરો બેલેન્સ બચત ખાતા, થાપણો પર વ્યાજ, અકસ્માત વીમા સાથે રૂપે ડેબિટ કાર્ડ અને 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા જેવા અનેક લાભો આપવામાં આવે છે. ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (ડીબીટી) મારફતે સબસિડી અને કલ્યાણકારી ચુકવણીઓ મેળવવા માટે પણ તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે.

Bank Re KYC Online Process : બેંક ખાતાની રિ કેવાયસી ઓનલાઇન પ્રક્રિયા

અહીં એસબીઆઈ એકાઉન્ટનું કેવાયસી ઓનલાઇન કેવી રીતે અપડેટ કરવું તેની સંપૂર્ણ પ્રક્રિયા જણાવી છે.

  • સૌથી પહેલા તમારા SBI નેટ બેન્કિંગ એકાઉન્ટમાં લોગ ઇન કરો.
  • હવે માય એકાઉન્ટ અને પ્રોફાઇલ ટેબ પર ક્લિક કરો.
  • આ પછી અપડેટ kYC વિકલ્પ પસંદ કરો.
  • તમારો પ્રોફાઇલ પાસવર્ડ દાખલ કરો અને સબમિટ કરો.
  • ડ્રોપ-ડાઉન મેનુમાંથી તમારા ખાતાને પસંદ કરો અને ફરીથી સબમિટ કરવા પર ક્લિક કરો.
  • જરૂરી વિગતો ભરો અને જો કોઈ જરૂરી ફેરફારો હોય તો અપડેટેડ દસ્તાવેજોને અપલોડ કરો.
  • પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલા ઓટીપી દાખલ કરો.

Web Title: Jan dhan account re kyc update online process 30 september 2025 last date as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×