scorecardresearch
Premium

ITR Filing: 1 થી વધુ ફોર્મ 16 હોય ITR ફાઇલ કેવી રીતે કરવું? નોકરી બદલ્યા બાદ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં આટલી બાબત ધ્યાનમાં રાખો

ITR Return Filing With Multiple Form 16: ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ છે. જો તમારી પાસે એકથી વધુ ફોર્મ 16 છે, તો તમારું આઈટીઆર રિટર્ન ફાઇલ કરતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

Income Tax acts | Income Tax rules | ITR filing | ITR filing 2024 | Income Tax Return Filing | taxpayers
ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ ટીપ્સ (Photo – Freepik)

ITR Return Filing With Multiple Form 16: જો તમારી પાસે એકથી વધુ ફોર્મ હોય તો ITR ફાઇલિંગ ફોર્મ 16: ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ છે. નોકરીયાત લોકો માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે જે પહેલો દસ્તાવેજ ધ્યાનમાં આવે છે તે ફોર્મ 16 છે. એમ્પ્લોયરના આ ફોર્મમાં તેમના પગાર અને કપાત વગેરે વિશેની સંપૂર્ણ માહિતી હોય છે.

પગારદાર લોકો માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે માહિતીનો મુખ્ય આધાર ફોર્મ 16 છે. પરંતુ જો તમે ગયા નાણાકીય વર્ષના મધ્યમાં નોકરી બદલી છે, તો તમારી પાસે એક કરતા વધારે ફોર્મ 16 હશે. એક અગાઉના એમ્પ્લોયર તરફથી મળેલો અને બીજો વર્તમાન એમ્પ્લોયરથી. આવી સ્થિતિમાં, આઇટીઆર માટે વિગતો ભરતી વખતે કયા ફોર્મનો ઉપયોગ કરવો તે સમજવામાં સમસ્યા આવી શકે છે? જુની કે નવી નોકરીનું અથવા બંને. અને જો ફોર્મ 16 બંનેનો ઉપયોગ કરવો હોય, તો તેની પ્રક્રિયા શું હશે? અહીં અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

tax | income tax | itr filing | income tax return filing | taxpayer
કરદાતાએ દર વર્ષે ઈન્કમ ટેક્સ રિટર્ન એટલે કે આઈટીઆર ફાઇલ કરવું પડે છે. (Photo – Freepik)

1 થી વધુ ફોર્મ 16 હોય તો ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કેવી રીતે કરવું?

એવા કરદાતા જેમણે ગયા નાણાકીય વર્ષ દરમિયાન નોકરી બદલી છે, તેમણે ઘણા બધા ફોર્મ 16 સાથે આઇટીઆર ફાઇલ કરવા માટે નીચે આપેલા પગલાંને અનુસરવું જોઈએ:

પગલું 1 : સૌપ્રથમ, તમે જ્યાં સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન નોકરી કરી છે તમામ નોકરીદાતાઓ પાસેથી ફોર્મ 16 મેળવો. આ પછી, કરદાતાએ તેની કુલ ગ્રોસ સેલરી (કોઈપણ કપાત અને મુક્તિ પહેલાંનો પગાર) ની ગણતરી કરવાની રહેશે. ફોર્મ 16 નો ભાગ A નાણાકીય વર્ષ દરમિયાન નોકરીદાતાઓ દ્વારા કાપવામાં આવેલા કરની કુલ રકમ દર્શાવે છે. જો કે, તેના કુલ કરપાત્ર પગારની ગણતરી કરવા માટે, કરદાતાએ દરેક ફોર્મ 16 ના ભાગ B માં નીચેના આંકડા ઉમેરવા જરૂરી છે:

  • પગાર (કલમ 17(1)ની જોગવાઈઓ અનુસાર)
  • તમામ ભથ્થાંનું કુલ મૂલ્ય (કલમ 17(2) મુજબ)
  • પગારના ભાગરૂપે મળતો ભથ્થા.
  • ફોર્મ 16માં એક જગ્યા પર ત્રણે ભથ્થા (Heads) માં સામેલ કુલ રકમ આપવામાં આવી હશે. તમે ત્યાંથી પણ આ કુલ રકમ મેળવી શકો છો.

સ્ટેપ 2 : આવકવેરા વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટ પરથી ફોર્મ 26એએસ અને એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (એઆઇએસ) ડાઉનલોડ કરો. ત્યારબાદ, આ ડોક્યુમેન્ટમાં ઉલ્લેખિત પગાર અને ટીડીએસની રકમને ફોર્મ 16 માં આપેલી માહિતી સાથે મેચ કરો. ત્રણ દસ્તાવેજોમાં આપેલા આંકડામાં કોઈ ફરક ન હોવો જોઈએ. જો ટીડીએસની વિગતો મેળ ખાતી નથી, તો કરદાતાને ફોર્મ 16માં દર્શાવેલ વધારાના ટેક્સની ક્રેડિટ મળી શકશે નહીં. જો ફોર્મ 16માં કોઈ વિસંગતતા હોય તો તેણે ઈશ્યૂ કરનાર એમ્પ્લોયર સાથે વાત કરવી જોઈએ.

પગલું ૩ : આઇટીઆર ફાઇલ કરતા પહેલા કુલ કરપાત્ર આવકની ગણતરી કરવી મહત્વપૂર્ણ છે. આ માટે અન્ય કોઈ પણ રીતે થતી આવક જેવી કે વ્યાજની આવક, ડિવિડન્ડની આવક, મૂડીનફો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે, આ ઉપરાંત તમામ નોકરીદાતા પાસેથી મળતા પગારનો પણ સમાવેશ થાય છે. કોઈ ચોક્કસ આવક પર ડિસ્કાઉન્ટ અને કપાતનો દાવો કરવાનું ભૂલશો નહીં. યાદ રાખો, દરેક નોકરીદાતાએ ટેક્સ કાપતી વખતે કપાતને ધ્યાનમાં લીધી હોવી જોઈએ. પરંતુ મુક્તિ અને કપાતનો દાવો વર્ષમાં માત્ર એક જ વાર કરી શકાય છે. ઉદાહરણ તરીકે, તમે જૂની કર વ્યવસ્થામાં HRS એક્ઝમ્પશન અને બંને કર પ્રણાલીમાં રૂ. 50000 ના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો દાવો ફક્ત એક જ વખત કરી શકો છો.

સ્ટેપ 4 : એક વખત ગ્રોસ કુલ આવકની ગણતરી થઈ જાય, પછીનું પગલું પસંદ કરેલી કર પ્રણાલીના આધારે કપાતનો દાવો કરવાનું છે. નવી કર વ્યવસ્થા હવે ડિફોલ્ટ કર વ્યવસ્થા છે, તેથી, જો કરદાતાએ સામાન્ય રીતે લાગુ પડતી કપાતનો દાવો કરવો હોય, તો તેમણે જૂની કર પ્રણાલીનો વિકલ્પ પસંદ કરવો પડશે.

Income Tax | Tax News in Gujarati | Business News
Income Tax : આવકવેરા પ્રતિકાત્મક તસ્વીર (Photo – freepik)

જૂની કર પ્રણાલી હેઠળ પગારદાર કરદાતા કલમ 80સીથી 80યુ હેઠળ વિવિધ કપાતનો દાવો કરી શકે છે. આમાં એનપીએસમાં નોકરીદાતાઓ દ્વારા કલમ 80સીસીડી (2) હેઠળ આપવામાં આવેલા યોગદાન પર કપાતના લાભનો સમાવેશ થાય છે. આ તમામ કપાત બાદ કર્યા બાદ જે આવક બચશે તે કરદાતાની ચોખ્ખી કરપાત્ર આવક ગણાય છે.

સ્ટેપ 5 : કરદાતાની કુલ કર જવાબદારીની ગણતરી તેની ચોખ્ખી કરપાત્ર આવકના આધારે થવી જોઈએ. જો કોઈ કરદાતા એડવાન્સ ટેક્સની જવાબદારી ધરાવે છે, પરંતુ તેણે સમયસર જમા કરાવ્યું નથી, તો તેને કલમ 234 સી હેઠળ દંડ અને કલમ 234 બી હેઠળ વ્યાજ ચૂકવવું પડી શકે છે.

સ્ટેપ 6 : કુલ ટેક્સ જવાબદારીની ગણતરી થયા બાદ ટીડીએસ, ટીસીએસ અને જો તે રકમમાંથી કોઈ એડવાન્સ ટેક્સ ભરવામાં આવ્યો હોય તો તેને પણ કાપવાનો રહેશે. આ રીતે જે આંકડો આવશે તે જે તે કરદાતાની ચોખ્ખી કર જવાબદારી હશે. જો વર્ષ દરમિયાન ભરેલો વેરો આ ચોખ્ખી વેરાકીય જવાબદારી કરતાં ઓછો હોય તો કરદાતાએ બાકીનો વેરો આઇટીઆર રજૂ કરતાં પહેલાં જમા કરાવવાનો રહેશે. ચોખ્ખી જવાબદારી કરતાં વધુ વેરો ભરવામાં આવ્યો હોય તો વધારાના વેરાના રિફંડનો દાવો કરવાનો રહેશે.

Web Title: Itr filing with multiple form 16 income tax return filing last date tax taxpayer tds refund tips as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×