scorecardresearch
Premium

ITR Filing : આઈટીઆર ફાઇલ કરવાની આજે છેલ્લી તારીખ, જાણો ઘરે બેઠા ઓનલાઇન ટેક્સ ભરવાની રીત

how to file income tax return online, last date : નાણાકિય વર્ષ 2022-23 માટે સેલરી મેળવનાર અને એવા લોકો જેમણે પોતાના ખાતાને ઓડિટ કરવાની જરૂર નથી તેવા લોકો આજે આઇટીઆર ફાઇલ કરી શકે છે.

ITR last date, Last date to file ITR
આઇટી રિટર્ન ફાઇલિંગ

ITR Filing FY 2022-23 : ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની આજે 31 જુલાઈ 2023 છેલ્લી તારીખ છે. નાણાકિય વર્ષ 2022-23 માટે સેલરી મેળવનાર અને એવા લોકો જેમણે પોતાના ખાતાને ઓડિટ કરવાની જરૂર નથી તેવા લોકો આજે આઇટીઆર ફાઇલ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે રવિવારે 30 જુલાઈ સાંજ સુધીમાં દેશમાંથી નાણાકિય વર્ષ 2022-23 માટે છ કરોડથી વધારે રિટર્ન ફાઇલ થઈ ચૂક્યા છે.

ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પ્રમાણે 30 જુલાઇ સાંજે 6.30 વાગ્યા સુધી નાણાકિય વર્ષ 2022-23 માટે ફાઇલ કરવા માટે રિટર્નની સંખ્યા છ કરોડથી વધારે હતો. આ આંકડો ગત વર્ષની 31 જુલાઇએ ફાઇલ થયેલા રિટર્ન કરતા વધારે છે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છેલ્લા કેટલાક સપ્તાહથી ટેક્સપેયર્સને વહેલી તકે રીટર્ન ફાઇલ કરવા માટે અપીલ કરી રહ્યું છે. જેથી લેટ પેનસ્ટી અને છેલ્લા સમયમાં થનારા રશથી બચી શકાય.

ITRની છેલ્લી તારીખના દિવસે ફાઇલ રિટર્ન કરવાથી શું થશે?

કોઇપણ વ્યક્તિ માટે પોતાનું આઇટીઆર ફાઇલ કરવું ખુબ જ જરૂરી છે પરંતુ જો તમે ડેડલાઇન સુધી પોતાનો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ ન કરી શકો તો તેમ છતાં પણ આઇટીઆર ભરી શકો છો. જોકે મોડાથી આઈટીઆર ફાઇલ કરવા માટે પેનલ્ટી આપવી પડશે.

આઇટીઆર ફાઇલ ન કરીએ તો શું થાય?

જો કોઇપણ વ્યક્તિ પોતાનું આઇટીઆર ફાઇલ ન કરે તો અત્યારના અસેસમેન્ટ વર્ષમાં થયેલી ખોટને આગળના વર્ષે વધારી શકે નહીં. આ ઉપરાંત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટથી નોટિસ મળવા છતાં જાણી જોઇને પોતાનું રિટર્ન ફાઇલ ન કરવામાં કેસ પણ થઇ શકે છે. જેવી રીતે અમે જણાવ્યું કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે દરેક ટેક્સપેયર્સને 31 જુલાઈ પહેલા આઇટીઆર ફાઇલ કરવા માટે કહ્યું છે તો ધ્યાન રહે કે આઈટીઆર ફાઇલ કરતા સમયે કેટલીક જાણકારીઓ યોગ્ય રીતે ભરે અને ટેક્સ ડિટેઇલ યોગ્ય રીતે ફાઇલ કરો.

ઇન્કમ ટેક્સ રિટર્નને ઓનલાઇન ભરવાની રીત (how to file income tax return online)

  • ITR ફાઇલ કરવા માટે સૌથી પહેલા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ http://www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
    -ત્યારબાદ લોગઇન કરો. જો તમારી પાસે પહેલાથી લોગઇન ન હોય તો રજીસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરો.
  • હવે વેબસાઇટના હોમપેજ પર દેખાતા File Income tax Returnsનો વિકલ્પ સિલેક્ટ કરો.
  • ત્યાર બાદ અસેસમેન્ટ ઇયર પસંદ કરો અને ITR ભરવા માટે પર્શનલ ઓપ્શન પર ટેપ કરો.
  • હવે તમારે તમારા હિસાબથી ફોર્મ સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે સેલરી મેળવતા હોવ તો ITR-1 ફોર્મ પસંદ કરવાનું રહેશે. આ ફોર્મ તમને પહેલાથી જ ભરેલું મળશે.
  • ત્યારબાદ સેલેરી સ્લિપ, ફોર્મ-16 અને એઆઈએસના ડેટા મેચ કરી લો.
    -રિટર્ન ક્લેમ કરતા પહેલા બેંક ડિટેલ અને બાકી જરૂરી ચીજો વેરિફાઇ કરી લો અને પછી ITR સબમિટ કરો.
  • ITR સબમિટ કર્યાબાદ તમારે આને ઈ-વેરિફાઇ કરવાનું રહેશે. બેંક ડિટેલની સાથે તમે સરળતાથી આઈટીઆરને ઓનલાઇન ઈ વેરિફાઇ કરી શકો છો.

ઉલ્લેખનીય છે કે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ત્યારબાદ થોડા દિવસમાં ITRને પ્રોસેસર કરે છે. તમે ઇચ્છો તો એક્નોલેજમેન્ટ નંબર થકી તમારા ITR સ્ટેટસને ઓનલાઇન જોઈ શકો છો.

Web Title: Itr filing today is the last date to file itr know how to pay tax online ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×