scorecardresearch
Premium

પર્સનલ ફાઈનાન્સ : 31 માર્ચ પહેલા પતાવી લો આ 5 મહત્વના કામ, નહીંત્તર મુશ્કેલી પડશે

Financial Deadlines Before 31 March 2024 : ચાલુ નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં નાણા સંબંધીત ઘણા કામ છે, જેની ડેડલાઈન છે. કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે નુકસાનથી બચવા માટે 31 માર્ચ 2024 પહેલા આ મહત્વપૂર્ણ કાર્યો પૂરા કરી લો.

Tax Saving Tips | How to save tax | Section 80C | Tax Exemption | tax deduction | personal finance | ITR Filling
કરદાતા વિવિધ કર મુક્તિ અને કર કપાતનો લાભ લઇ મહત્તમ ટેક્સ સેવિંગ કરી શકે છે. (Photo – Freepik)

Financial Deadlines Before 31 March 2024 : નાણાકીય વર્ષ 2023-24 સમાપ્ત થઈ રહ્યું છે. 31 માર્ચ, 2024 એ નાણાકીય વર્ષ 2023-24 ના અંતનો છેલ્લો દિવસ છે, પરંતુ આ તારીખ રોકાણ, ટેક્સ ફાઇલિંગ, ટેક્સ સેવિંગ જેવા તમામ પર્સનલ ફાઇનાન્સ સંબંધિત કાર્યો માટે પણ અંતિમ તારીખ છે. જેમાં ફાસ્ટેગ કેવાયસી, ટેક્સ ડિડક્શન માટે ટીડીએસ ફાઇલિંગ સર્ટિફિકેટ, ટેક્સ સેવિંગ, આઇટીઆર જેવી કામગીરીનો સમાવેશ થાય છે. ચાલુ નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં નાણા સંબંધી ઘણા એવા કામો છે, જેની ડેડલાઈન છે. કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે નુકસાનથી બચવા માટે 31 માર્ચ 2024 પહેલા આ મહત્વપૂર્ણ કાર્ય વહેલાસર પતાવી લો.

અપડેટ કરેલી આઇટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ (Updated ITR)

નાણાકીય વર્ષ 2120-21 માટે અપડેટેડ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ (deadline to file an updated income tax return for FY21) કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2024 છે. આ ડેડલાઈનનો ઉપયોગ એવા કરદાતા કરી શકાય છે કે જેઓ અગાઉ નાણાકીય વર્ષ 2020-21 (એવાય 2021-22) માટે તેમના રિટર્ન ફાઇલ કરવાનું ચૂકી ગયા છે અથવા અજાણતાં તેમની કોઈપણ આવકની જાણ કરવાનું ચૂકી ગયા છે અથવા અગાઉ ફાઇલ કરતી વખતે ખોટી આવકની વિગતો આપી છે.

આ ઉપરાંત કરદાતાઓને 24 મહિનાની અંદર એટલે કે આકારણી વર્ષના અંતથી 2 વર્ષમાં અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની સુવિધા છે, જે કેટલાક નિયમોને આધીન છે. તેથી, જે કરદાતાઓએ નાણાકીય વર્ષ 2019-20 માટે અરજી કરી નથી, તેમની પાસે હજી પણ 31 માર્ચ 2024 સુધીમાં કરવાની તક છે.

નાણાકીય વર્ષ 2023-24 માટે ટેક્સ સેવિંગ સ્કીમની અંતિમ તારીખ

જો તમે જૂની કર વ્યવસ્થા પસંદ કરી છે અને નાણાકીય વર્ષ 2023-24 માટે કર મુક્તિનો લાભ મેળવવા માટે કોઈ યોજનામાં રોકાણ કરવા માંગો છો, તો 31 માર્ચ, 2024 એ વિકલ્પ પસંદ કરવાની અંતિમ તારીખ છે. તમે આ તારીખ પહેલા રોકાણ કરી શકો છો અને ટેક્સ બેનિફિટ લઈ શકો છો. આવકવેરાની કલમ 80સી હેઠળ વિવિધ કર-બચત યોજનાઓ જેવી કે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ), ઇક્વિટી-લિંક્ડ સેવિંગ સ્કીમ (ઇએલએસએસ) અને ટર્મ ડિપોઝિટ (એફડી) વગેરે ઉપલબ્ધ છે.

Tax Saving Tips, Tax Saving Investment Options, Income Tax Act, Section 80C deduction
Tax Saving : કરદાતા આવકવેરા કાયદાની કલમ 80સી વડે કર બચત કરી શકે છે. (Photo – Freepik)

ઉપરાંત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ, એજ્યુકેશન લોન અને હોમ લોન જેવા ખર્ચ કેટલાક અન્ય વિકલ્પ છે જે તમને તમારી આવક પર ટેક્સ ડિડક્શનનો લાભ આપી શકે છે અને તમારી ટેક્સ જવાબદારી ઘટાડી શકે છે. આ ઉપરાંત, જૂના કરમુક્તિનો વિકલ્પ પસંદ કરનારા કરદાતાઓ આવકવેરાની કલમ 80ડી, 80જી અને 80સીસીડી (1બી) હેઠળ વધારાના લાભ પણ મેળવી શકે છે. આ માટે તમે તમારા નાણાકીય સલાહકારની મદદ લઈ શકો છો.

કર કપાત માટે ડીટીએસ ફાઇલિંગ સર્ટિફિકેટ

કરદાતા જાન્યુઆરી 2024 માટે વિવિધ કલમો હેઠળ કરવામાં આવેલી કર કપાત માટે ટીડીએસ ફાઇલિંગ સર્ટિફિકેટ આપવું પડશે. વિવિધ સેક્શન પર લાગુ ચોક્કસ ડેડલાઇન નીચે જણાવેલ છે.

17 માર્ચ – જાન્યુઆરી 2024 માટે કલમ 194-આઇએ, 194-આઇબી અને 194એમ હેઠળ કપાત કર કપાત માટે ટીડીએસ સર્ટિફિકેટ

30 માર્ચ, ફેબ્રુઆરી 2024માં કલમ 194-આઇએ, 194-આઇબી અને 194એમ હેઠળ કપાયેલા ટેક્સ માટે ફાઈલિંગ ચલણ સ્ટેટમેન્ટ

લઘુત્તમ રોકાણની અંતિમ તારીખ

પીપીએફ અથવા સુકન્યા સમૃદ્ધિ યોજના (એસએસવાય) જેવી સરકારી બચત યોજના માટે એક વર્ષમાં અનુક્રમે 500 અને 250 રૂપિયાનું લઘુતમ રોકાણ કરવું જરૂરી છે. જો તમે નાણાકીય વર્ષમાં આ મિનિમમ ડિપોઝિટ ચૂકી જાઓ છો, તો તમારા એકાઉન્ટને ડિફોલ્ટ તરીકે ચિહ્નિત કરવામાં આવી શકે છે અને આવા એકાઉન્ટને ફરી ચાલુ દંડ લાદવામાં આવી શકે છે. તો જો તમે આવી કોઇ સ્કીમમાં રોકાણ કર્યું હોય, પરંતુ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન તેમાં ઓછામાં ઓછી રકમનું રોકાણ નથી કર્યું તો તમારી પાસે 31 માર્ચ, 2024 સુધીનો સમય છે જેથી ડિફોલ્ટિંગ કે પેનલ્ટી ભરવાથી બચી શકાય.

savings | saving Scheme | ppf | nps | ssy | Public Provident Fund | Sukanya Samriddhi Yojana | National Pension System | tax free saving scheme | small savings scheme interest rate
નાની બચત યોજનામાં રોકાણ કરવાથી ટેક્સ બચાવવામાં મદદ મળે છે. (Photo – freepik)

આ પણ વાંચો | નવી ટેક્સ રિઝિમમાં 7.5 લાખ સુધીની આવકને બનાવો કર મુક્તિ, જાણો કોને કેવી રીતે મળશે કર કપાતનો લાભ

ફાસ્ટેગ કેવાયસી સમયમર્યાદા

તાજેતરમાં ફાસ્ટેગ યુઝર્સને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ) એ ફાસ્ટેગ કેવાયસી વિગતો અપડેટ કરવાની અંતિમ તારીખ 29 ફેબ્રુઆરીથી વધારીને 31 માર્ચ, 2024 કરી દીધી છે.

Web Title: Itr filing 5 crucial personal finance deadlines march 31 2024 updated itr tax saving schemes fastag kyc tds as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×