scorecardresearch
Premium

ITR Filing 2025: નવું ITR-U ફોર્મ જારી, CBDTના આ પગલાંથી કરદાતાને શું ફાયદો થશે

New ITR-U Form Notified : આવકવેરા વિભાગે નવા ITR-U ફોર્મ નોટિફાઇ કર્યા છે. આ ફોર્મ એવા કરદાતાઓ માટે છે જેઓ સમયસર તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરી શક્યા ન હતા.

Income Tax | Income Tax return | Income Tax slab | tax saving investment | tax planing
Income Tax: ઈન્કમ ટેક્સ. (Photo: Freepik)

ITR Filing 2025 : આવકવેરા વિભાગ દ્વારા નવા ITR-U ફોર્મ સૂચિત કરવામાં આવ્યું છે. આ ફોર્મ એવા કરદાતાઓ માટે છે જેઓ સમયસર તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરી શક્યા ન હતા અથવા જેમના આઈટીઆર અધૂરા રહ્યા હતા. આ નવા ફોર્મ વિશેની માહિતી CBDT દ્વારા તાજેતરમાં એક સત્તાવાર નોંધમાં શેર કરવામાં આવી છે. ITR-U નો મુખ્ય ઉદ્દેશ્ય કરદાતાઓને તેમના કર પાલનને સુધારવા અને દંડ અથવા કાનૂની કાર્યવાહીથી બચવા માટે વધારાની તક પૂરી પાડવાનો છે.

ITR-U ફોર્મ શું છે?

કરદાતાઓ તેમના અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકે તે માટે ITR-U ફોર્મ જારી કરવામાં આવે છે. આ એવા કરદાતાઓ માટે છે જેઓ મુખ્ય સમયમર્યાદા અથવા મોડી રિટર્ન ફાઇલ કરવાની આગામી સમયમર્યાદા પહેલાં પણ તેમના રિટર્ન ફાઇલ કરી શક્યા નથી અથવા રિટર્નમાં કોઈ ખોટી માહિતી આપી છે જે સમયસર અપડેટ કરવામાં આવી નથી.

નવા નિયમો હેઠળ, હવે કરદાતાઓ સંબંધિત આકારણી વર્ષના અંતથી 48 મહિનાની અંદર અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકશે, જ્યારે અગાઉ આ માટે ફક્ત 24 મહિનાનો સમય ઉપલબ્ધ હતો. તેનો અર્થ એ કે, નવા ITR-U ફોર્મ દ્વારા, કરદાતાઓને તેમના સાચા અને અપડેટેડ રિટર્ન ફાઇલ કરવા માટે બે વર્ષનો વધારાનો સમય મળશે. આ નવા ટેક્સ ફાઇલિંગ નિયમો 1 એપ્રિલ, 2025 થી લાગુ માનવામાં આવશે.

CBDT એ શું કહ્યું

CBDT એ સુધારેલા ITR-U નું નવું ફોર્મ નોટિફાઇ કરતી વખતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલી એક પોસ્ટમાં કહ્યું છે કે ફાઇનાન્સ એક્ટ 2025 માં ITR-U ફાઇલ કરવાની સમય મર્યાદા વધારીને 48 મહિના કરવામાં આવી છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમે ત્રીજા વર્ષે ITR-U ફાઇલ કરો છો, તો તમારે 60 ટકા વધારે આવકવેરો ચૂકવવો પડશે, જ્યારે જો તમે ચોથા વર્ષે આવું કરો છો, તો તમારે 70 ટકા વધારે ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે.

સીબીડીટીની પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો સંબંધિત આકારણી વર્ષના અંતથી 36 મહિનાની અંદર કલમ ​​148A હેઠળ કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હોય, તો આવા કિસ્સાઓમાં ITR-U દાખલ કરી શકાતું નથી. પરંતુ જો પછીથી કલમ 148એ (3) હેઠળ પસાર કરાયેલા આદેશમાં જણાવવામાં આવે કે તે કલમ 148 હેઠળ માન્ય કેસ નથી, તો આગામી આકારણી વર્ષના 48 મહિનાની અંદર ITR-U દાખલ કરી શકાય છે.

આ પણ વાંચો | ITR ફાઇલ કરવા કઇ ટેક્સ રિઝિમ પસંદ કરવી જુની કે નવી? ઈન્કમ ટેક્સ સ્લેબ, કર કપાત સહિત બધું જ જાણો

કયા કરદાતાઓને ફાયદો થશે?

આ મુક્તિ ખાસ કરીને એવા લોકોને રાહત આપશે જેઓ ટેકનિકલ કારણોસર, માહિતીના અભાવે અથવા અન્ય કોઈ વ્યક્તિગત કારણોસર સમયસર તેમના આવકવેરા રિટર્ન વેરિફાઇ કરી શક્યા નથી . આ રાહત એવા લોકો માટે પણ મહત્વપૂર્ણ છે જેઓ કટોકટી અથવા ગંભીર બીમારી જેવા કારણોસર આઈટીઆર ફાઇલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી.

Web Title: Itr filing 2025 new itr u form notified cbdt income tax return taxpayers benefit as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×