Income Tax Return : ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનો સમય નજીક આવી રહ્યો છે. ભારતમાં કરદાતાઓ માટે બે કર વ્યવસ્થા અલમમાં છે – ઓલ્ડ ટેક્સ રિઝિમ (જૂની કર વ્યવસ્થા) અને ન્યૂ ટેક્સ રિઝિમ (નવી કર વ્યવસ્થા). જો તમને એવું લાગતુ હોય કે, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે ઓલ્ડ ટેક્સ રિઝિમ વધારે ફાયદાકારક છે, તેનો ફાયદો ઉઠવવા માટે ખાસ પ્રક્રિયાનું પાલન કરવું પડશે. તમને જણાવી દઇયે કે, આવકવેરા વિભાગે પાછલા સપ્તાહે વ્યક્તિગત કરદાતાઓ માટે ટેક્સ રિટર્ન ફોર્મ્સ ઇશ્યૂ કર્યા છે.
આ ફોર્મ્સમાં, કર મુક્તિના દાવા સંબંધિત વિવિધ પ્રકારની માહિતી માંગવાની સાથે, નવી કર વ્યવસ્થાને આકારાણી વર્ષ 2024-25 માટે ડિફોલ્ટ ટેક્સ સિસ્ટમ તરીકે દેખાડવામાં આવી છે. જો કોઈ કરદાતા જૂના ટેક્સ રિઝર્મમાં સ્વિચ કરવા એટલે કે ફરીથી જૂન કર વ્યવસ્થામાં પરત ફરવા માંગે છે, તો તેણે નવું ફોર્મ-10-IEA ભરવું પડશે.

નવું ફોર્મ 10-IEA શું છે?
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2020માં નવી કર વ્યવસ્થા રજૂ કરી હતી. આવકવેરા વિભાગે હજુ સુધી જણાવ્યું નથી કે નવું ફોર્મ 10-IEA કોણે ભરવું પડશે? તે તમામ કરદાતાઓએ અથવા માત્ર ઉદ્યોગપતિઓ કે સ્વરોજગાર કરદાતાઓએ ભરવાનું રહેશે તે અંગે સ્પષ્ટતા કરી નથી. તાજેતરમાં જારી કરાયેલા ટેક્સ રિટર્ન ફોર્મમાં જૂની ટેક્સ રિઝિમને પસંદ કરવા સાથે, વ્યક્તિએ નવી કર વ્યવસ્થામાંથી બહાર નીકળવા માટે અલગ ફોર્મ ભરવાનું રહેશે. જો આમ કરવામાં નહીં આવે, તો એવું માનવામાં આવશે કે ટેક્સની ગણતરી નવી કર વ્યવસ્થા મુજબ થશે.
એક મીડિયા રિપોર્ટમાં I.P. Pasricha & Coના પાર્ટનર મનીત પાલ સિંઘે જણાવ્યું હતું કે, “ડિફોલ્ટર રીતે, નવી કર વ્યવસ્થાને પસંદ કરવામાં આવે છે. જો કોઈ કરદાતા નવી કર વ્યવસ્થાનો ઉપયોગ કરવા માંગતા ન હોય, તો તેણે એક ડિક્લેરેશન ફોર્મ ભરવું પડશે.

પાછલા વર્ષે કેન્દ્રીય બજેટમાં નવી ટેક્સ રિઝિમને ડિફોલ્ટર રિઝિમ બનાવવાની ઘોષણા કરવામાં આવી હતી. તેનાથી હજારો કરદાતા જેઓ અગાઉ જૂની ટેક્સ રિઝિમનો ઉપયોગ કરતા હતા, તેઓ નવી ટેક્સ રિઝિમ હેઠળ આવ્યા હતા. જો કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી કર વ્યવસ્થાને આકર્ષક બનાવવા માટે ઘણી જાહેરાતો કરી હતી.
આ પણ વાંચો | કોની 25000 સુધીની ટેક્સ ડિમાન્ડ નોટિસ માફ થશે? બજેટ 2024માં નિર્મલા સીતારામને કરી હતી ઘોષણા
નવા ફોર્મમાં ઘણી માહિતી આપવી પડશે
જે કરદાતા જૂની ટેક્સ રિઝિમમાં સ્વિચ કરવા માંગે છે, તેમણે નવા ફોર્મમાં અનેક પ્રકારની માહિતી ભરવાની રહેશે. ટેક્સ કન્સલ્ટન્સી ફર્મના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજરાશી દાસગુપ્તાએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ એ જાણવા માંગે છે કે કરદાતાએ પહેલા નવા ટેક્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો કે નહીં. તેમણે ઉમેર્યુ કે, જો ટેક્સપેયર નવી ટેક્સ રિઝિમમાં સ્વિચ કરે છે અથવા બહાર નીકળી છે તો તેણે આ ફોર્મ ભરવાનું રહેશે.