YearEnder 2023: તાજેતરમાં ગૂગલે 2023માં સૌથી વધુ સર્ચ કરાયેલા કન્ટેન્ટ વિશે ઘોષણા કરી છે. હવે ગૂગલની વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ યુટ્યુબે પણ વર્ષ 2023માં સૌથી વધુ જોવાયેલી કન્ટેન્ટની માહિતી શેર કરી છે. YouTube એ વિશ્વનું સૌથી લોકપ્રિય વિડિયો પ્લેટફોર્મ છે. ભારતીયોની વાત કરીએ તો, ચંદ્રયાન-3 મિશન સોફ્ટ-લેન્ડિંગ લાઈવ ટેલિકાસ્ટ દેશમાં સૌથી વધુ જોવાયેલી ઘટના બની.
ભારતીયોએ ચંદ્રયાન-3નું લેન્ડિંગ સૌથી વધુ નિહાળ્યું (Top 10 Most Watched Youtube Video In India)
ચંદ્રયાન-3 મિશન સોફ્ટ-લેન્ડિંગ લાઈવ ટેલિકાસ્ટ વર્ષ 2023માં ભારતીયો દ્વારા સૌથી વધુ જોવામાં આવ્યું હતું. એક સમયે 86 લાખ યુઝર્સ આ વીડિયો લાઈવ જોઈ રહ્યા હતા. યુટ્યુબ અનુસાર, આ એકમાત્ર લાઈવ વિડિયો સ્ટ્રીમિંગ ઈવેન્ટ હતી જેમાં એક જ સમયે આટલા બધા લોકો એક સાથે જોડાયેલા હતા. હાલમાં આ વીડિયોને 7.90 કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

નોંધનિય છે કે યુટ્યુબ માત્ર કન્ટેન્ટ ક્રિએટરમાં જ નહીં પરંતુ સામાન્ય લોકોમાં પણ સૌથી વધુ લોકપ્રિય છે. દર 60 સેકન્ડે, 500 કલાકનું કન્ટેન્ટ YouTube પર અપલોડ થાય છે.
યુટ્યુબ પર સૌથી વધુ જોવાયેલા વિડિયો
બીજો સૌથી વધુ જોવાયેલ વીડિયો ‘મેન ઓન મિશન’ (Men On Mission) હતો. આ વિડિયોને રાઇન્ડ ટુ હેલ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. આ ચેનલ ભારતમાં તેના રમુજી વીડિયો માટે ખૂબ જ લોકપ્રિય છે.
ત્રીજા નંબરે યુપીએસસી સ્ટેન્ડ અપ કોમેડી Ft. અનુભવસિંહ બસ્સી રહ્યા હતા. આ વીડિયોમાં, પ્રખ્યાત સ્ટેન્ડઅપ કોમેડિયન અનુભવ સિંહ બસ્સીએ યુપીએસસીની વાર્તાઓ વર્ણવી છે. ચોથા નંબરે Daily Vloggers Paroday By CARRYMINATI છે. તો સૌથી વધુ જોવાયેલો પાંચમા નંબરનો વિડિયો Sasta Big Bosss 2 | Paroday | Ashish Chanchlani છે.

આ યાદીમાં છઠ્ઠા ક્રમે CheckMate By Harsh Beniwal વિડિયો છે. તો ધ વાઈરલ ફીવરનો વિડિયો Sandeep Bhaiya | New Web Series | EP 01 | Mulyankan સાતમા નંબર પર રહ્યો છે. ટેકનો ગેમર્સનો વિડિયો Stole Supra From Mafia House | GTA 5 Gemeplay #151 આઠમા ક્રમે છે. જ્યારે BB Ki Vines | Angry Masterji Part 16નો પણ યુટ્યુબ પર ટ્રેડિંગમાં રહ્યા હતા. સ્ટેન્ડઅપ કોમેડિયન અભિષેક ઉપમન્યુનો વિડિયો Health Anxiety હતો.
આ પણ વાંચો | Year Ender 2023 : આ વર્ષે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 ક્રિકેટર કોણ છે? જાણો
YouTube પર સૌથી વધુ જોવાયેલી લાઇવ સ્ટ્રીમ ઇવેન્ટ્સ
ઈસરો ચંદ્રયાન-3: 80.6 લાખ (ISRO Chandrayaan-3)
બ્રાઝિલ વિ દક્ષિણ કોરિયા: 61.5 લાખ (Brazil vs South Korea)
બ્રાઝિલ વિ ક્રોએશિયા: 52 લાખ (Brazil vs Croatia Video)
વાસ્કો વિ ફ્લેમેન્ગો: 48 લાખ (Vasco vs Flamengo Video)
સ્પેસએક્સ ક્રૂ ડેમો: 40.8 લાખ (Spacex Crew Demo Video)