scorecardresearch
Premium

યાત્રીગણ કૃપયા ધ્યાન દે! રેવલે વિભાગે ટ્રેનની તત્કાલ ટિકિટ બુકિંગના નિયમ બદલ્યા, IRCTC યુઝર્સ જરૂર વાંચે

IRCTC Tatkal Train Ticket booking Rules Changes: તત્કાલ ટ્રેન ટિકિટ બુકિંગ કરવા આઈઆરસીટીસી એકાઉન્ટ સાથે આધાર વેરિફાઇડ કરાવવું જરૂરી છે. ટ્રેનની તત્કાલ ટિકિટ બુકિંગમાં ગેરરીતિ રોકવા રેલવે વિભાગ 4 નવા નિયમ લાગુ કર્યા છે, જેની દરેક ટ્રેન મુસાફરને જાણ હોવી જરૂરી છે.

IRCTC Tatkal Train Ticket booking Rules | IRCTC Tatkal Ticket booking Rules | IRCTC | Train Ticket online booking | indian railways
Indian Railways Tatkal Train Ticket Booking Rules: રેલવે વિભાગે ટ્રેનની તત્કાલ ટિકિટ બુકિંગ કરવાના નિયમ બદલ્યા છે. (Express File Photo)

IRCTC Tatkal Train Ticket booking Rules Changes: રેલવે વિભાગે તત્કાલ ટ્રેન ટિકિટ બુકિંગ કરવાના નિયમમાં મોટા ફેરફાર કર્યા છે. આ નવા નિયમો દરેક ટ્રેન મુસાફરે જાણી લેવા જરૂરી છે. ટ્રેન ટિકિટ બુકિંગમાં ગેરરીતિ રોકવા હેતુ રેલવે વિભાગ દ્વારા નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમ 1 જુલાઇથી લાગુ થશે. ઉપરાંત આઈઆરસીટીસી યુઝર્સ માટે માસિક ટ્રેન ટિકિટ બુકિંગ કરવાની લિમિટ વધારી છે.

તત્કાલ બુકિંગના નિયમો બદલાયાઃ ભારતીય રેલવે મુસાફરો માટે મુસાફરીનો અનુભવ સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે. હાલમાં જ રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને હવે રેલવેએ 1 જુલાઇથી તત્કાલ ટિકિટ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર કરવાની જાણકારી આપી છે. રેલવે દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર 1 જુલાઈથી એક નવો નિયમ લાગુ થશે, જે અંતર્ગત આધાર લિંક વગર રેલવે ટિકિટ બુક નહીં થાય.

ભારતીય રેલવેએ ટિકિટિંગ સિસ્ટમમાં ફેરફાર કરવાનો મોટો નિર્ણય લીધો છે, જે મુજબ IRCTC યૂઝર્સ 1 જુલાઇથી આધાર લિંક વગર ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકશે નહીં. રેલવેના આ નિર્ણય પાછળનું કારણ એ છે કે નકલી આઈડી દ્વારા મોટી સંખ્યામાં ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ કરવામાં મોટી ગેરરીતિની ઘટનાઓ સામે આવી હતી. ટિકિટ એજન્ટોની ગેરરીતિ રોકવા અને સામાન્ય નાગરિકોને સરળતાથી તત્કાલ ટ્રેન ટિકિટ ઉપલબ્ધ થાય તેની માટે ઇ આધાર વેરિફિકેશન કરાવવું જરૂરી છે.

IRCTC એકાઉન્ટ સાથે આધાર લિંક કરવું જરૂરી

રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવેને આદેશ મોકલીને કહ્યું છે કે, 01-07-2025થી માત્ર આધાર વેરિફાઇડ આઈઆરસીટીસી યૂઝર્સ જ IRCTCની વેબસાઇટ કે એપ પરથી તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરાવી શકે છે. આઈઆરસીટીસી ભારતીય રેલવેની ટિકિટ બુકિંગ વેબસાઈટ છે અને આધાર વેરિફાઇડ યૂઝર્સ એટલે કે તમારું આધાર કાર્ડ IRCTC એકાઉન્ટ સાથે લિંક હોવું જોઈએ.

1 જુલાઈ 2025 થી, IRCTC વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા ત્યારે જ તત્કાલ ટ્રેન ટિકિટ બુક થશે જ્યારે યુઝર્સનું IRCTC એકાઉન્ટને આધાર કાર્ડ સાથે વેરિફાઇડ થયેલું થશે. જો આઈઆરસીટીસી એકાઉન્ટ ઇ આધાર વેરિફાઇડ નહીં હોય તો તત્કાલ ટ્રેન ટિકિટ બુકિંગ થશે નહીં.

તત્કાલ ટ્રેન ટિકિટ બુકિંગ માટે OTP વેરિફિકેશન

રેલવે વિભાગના નવા નિયમ મુજબ વધુ એક નવો નિયમ 15 જુલાઈ 2025થી લાગુ થશે. તત્કાલ ટિકિટ બુક કરાવતી વખતે આધાર કાર્ડ થી વેરિફાઇડ મોબાઇલ નંબર પર આવતો ઓટીપી દાખલ કરવાનો રહેશે.

ટિકિટ એજન્ટો માટે નવા નિયમો

રેલવે વિભાગે ટિકિટ એજન્ટો માટે પણ નવા નિયમો લાગુ કર્યા છે. તત્કાલ ટિકિટ બુકિંગ શેડ્યૂલ ખોલ્યાની પ્રથમ 30 મિનિટ સુધી રેલ એજન્ટો હવે ટિકિટ બુક કરાવી શકશે નહીં. તમને જણાવી દઈએ કે આ સમય એસી ક્લાસ માટે સવારે 10 થી 10.30 અને નોન એસી ક્લાસ માટે સવારે 11 થી 11.30 વચ્ચે તત્કાલ ટ્રેન ટિકિટ બુકિંગ કરવાની હોય છે.

10 મિનિટનો નવો નિયમ

રેલવે વિભાગ સામાન્ય નાગરિકોને સરળતાથી ટ્રેનની તત્કાલ ટિકિટ મળે તેની માટે 10 મિનિટનો નવો નિયમ લાવ્યા છે. રેલવ વિભાગે સ્પષ્ટતા કરી છે કે, તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ થયાની પ્રથમ 10 મિનિટમાં માત્ર એવા જ IRCTC યુઝર્સ તત્કાલ ટિકિટ બુકિંગ કરી શકશે જેમના આધાર કાર્ડ IRCTC એકાઉન્ટ સાથે વેરિફાઇડ છે. એટલે કે આ સમયગાળા દરમિયાન ઓથોરાઇઝ્ડ એજન્ટ પર તત્કાલ ટિકિટ બુકિંગ કરી શકશે નહીં.

Web Title: Irctc train tatkal ticket booking rules changes indian railways aadhaar verify irctc account as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×