scorecardresearch
Premium

iQOO Z9s Sale: આઇક્યુ ઝેડ9એસ સ્માર્ટફોનનું પ્રથમ સેલ, 20000 થી ઓછી કિંમતમાં ખરીદવાની તક, જાણો ફીચર્સ

iQOO z9s First Sale Today: આઇક્યુ ઝેડ9એસ સ્માર્ટફોનનું આજે પ્રથમ સેલ શરૂ થયું છે. 5500mAh બેટરી અને 50 એમપી કેમેરા સાથે ઉપલબ્ધ આ સ્માર્ટફોન 2000 રૂપિયાના આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. જાણો કિંમત અને ફીચર્સ

iQOO Z9s sale | iQOO Z9s price | iQOO Z9s features | iQOO Z9s camera | iQOO Z9s smartphone | iQOO z9s First Sale Today
iQOO z9s First Sale Today: આઇક્યુ ઝેડ9એ સ્માર્ટફોન 3 વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. (Photo: @IqooInd)

iQOO Z9s First Sale in India: આઇક્યુ ઝેડ9એસ (iQOO Z9s) સિરીઝ સ્માર્ટફોન ભારતમાં ગત સપ્તાહે લોન્ચ થયો હતો. આજે 29 ઓગસ્ટ, 2024થી કંપની દ્વારા આઇક્યુ ઝેડ9એસ નું પ્રથમ સેલ છે. આઇક્યુ ઝેડ9 સિરીઝના 2 મોડલ – આઇક્યુ ઝેડ9એસ અને આઇક્યુ ઝેડ9એસ પ્રો છે. જેમા આઇક્યુ ઝેડ9એસ પ્રો પહેલાથી ઉપલબ્ધ છે અને આજે આઇક્યુ ઝેડ9એસ મોડલનું પ્રથમ સેલ છે. આ સ્માર્ટફોન એમેઝોન પરથી ખરીદી શકાય છે.

આઇક્યુ ઝેડ9એસ કિંમત (iQOO Z9s Price In India)

આઇક્યુ ઝેડ9એસ સ્માર્ટફોન 3 વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. આ સેલમાં આઇક્યુ ઝેડ9એસના 8 જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 17999 રૂપિયા છે. તો 8જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયન્ટ 19999 રૂપિયામાં ખરીદી શકાય છે. તો 12જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વાળું આઇક્યુ ઝેડ9એસ સ્માર્ટફોન 21999 રૂપિયામાં ખરીદી શકાય છે.

આઇક્યુ ઝેડ9એસ સ્માર્ટફોન આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક કાર્ડ વડે ખરીદવા પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. આ સ્માર્ટફોન તમે 6 મહિનાના નો કોસ્ટ ઇએમઆઇ પર ખરીદી શકો છો.

આઇક્યુ ઝેડ9એસ સ્પેસ (iQOO Z9s Specs)

આઇક્યુ ઝેડ9એસ એક અત્યંત સ્લીક અને પાવરફુલ સ્માર્ટફોન છે જે 2 એલીગ્રેન્ટ કલર ઓનિક્સ ગ્રીન અને ટાઇટેનિયમ મેટમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન બહુ જ સ્લીમ અને લાઇટ વેટ છે. બંને કલર વેરિયન્ટ્સ 16.372 મીમી ઉંચાઇ અને 7.500 મીમી પહોળાઇ અને 0.749 મીમી જાડાઇ ધરાવે છે. ટાઇટેનિયમ મેટ વર્ઝનનું વજન 180 ગ્રામ જ્યારે ઓનિક્સ ગ્રીન મોડલનુ વજન 182 ગ્રામ છે.

best gaming phones under 20000 in india | best budget smartphone under 20000 | iQOO Z9s iQOO Z9s Pro 5G Smartphone

આઇક્યુ ઝેડ9એસ ફીચર્સ (iQOO Z9s Features)

આઇક્યુ ઝેડ9એસ (iQOO Z9s) સ્માર્ટફોન મીડિયાટેક 7300 એસઓસી દ્વારા સંચાલિત છે. આ સ્માર્ટફોનને પાવર આપવા માટે 5500mAhની બેટરી આપવામાં આવી છે. પ્રો મોડેલ 80W ફ્લેશચાર્જ સાથે આવે છે જ્યારે સ્ટાન્ડર્ડ મોડલ 44W ચાર્જિંગ સાથે આવે છે. આ સ્માર્ટફોન ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ IP64 રેટિંગ્સ સાથે આવે છે.

આઇક્યુ ઝેડ9એસ સ્માર્ટફોનમ 6.77 ઇંચની ફુલએચડી+ (1,080×2,392 પિક્સલ) એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ અને પિક્સેલ ડેન્સિટી 387 પીપીઆઈ છે. બંને સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે અને એન્ડ્રોઇડ 14 બેઝ્ડ Funtouch OS 14 પર ચાલે છે.

આઈક્યુ ઝેડ9એસ કેમેરા (iQOO Z9S Camera)

આઈક્યુ ઝેડ9એસ સ્માર્ટફોન માં 50 મેગાપિક્સલ પ્રાઈમરી અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર છે જેમાં અપર્ચર એફ/1.7 છે. જ્યારે પ્રો મોડલમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એન્ગલ કેમેરા પણ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે iQOO Z9s Pro 5G અને iQOO Z9s 5Gમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો | Vivo T3 Pro 5G ભારતમાં લોન્ચ, 5500mAh બેટરી, 50MP કેમેરા, જાણો કિંમત

કનેક્ટિવિટી માટે આઇક્યુ ઝેડ9એસ માં 5G જેવા ફીચર્સમાં 5G, 4G LTE, Wi-Fi 6, બ્લૂટૂથ 5.4, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસમાં એક્સેલેરોમીટર, ઇ-હોકાયંત્ર, ગાયરોસ્કોપ, પ્રોક્સિમિટી સેન્સર અને એમ્બિયન્ટ લાઇટ સેન્સર હોય છે.

Web Title: Iqoo z9s first sale in india price specifications features discount offer details check here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×