scorecardresearch
Premium

iQoo Z9 Lite 5G : 50MP કેમેરા અને 5000mAh બેટરીવાળો સસ્તો ફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

iQoo Z9 Lite 5G : iQoo એ સોમવારે (15 જુલાઈ 2025) ભારતમાં પોતાનો ઝેડ-સિરીઝનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો. આવો તમને જણાવીએ કે આ સસ્તા 5જી સ્માર્ટફોનમાં શું ખાસ છે

iqoo z9 lite 5g launched in india, iqoo z9 lite 5g
iQoo Z9 Lite 5G : iQoo એ સોમવારે ભારતમાં પોતાનો ઝેડ-સિરીઝનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો

iQoo Z9 Lite 5G : iQoo એ સોમવારે (15 જુલાઈ 2025) ભારતમાં પોતાનો ઝેડ-સિરીઝનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. નવો iQOO Z9 Lite 5G સ્માર્ટફોનને મીડિયાટેક ડિમેન્સિટી 6300 પ્રોસેસર, 6 જીબી સુધીની રેમ અને એન્ડ્રોઇડ 14 આધારિત Funtouch OS 14 સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. iQoo Z9 Liteમાં 50MPનો રિયર કેમેરા અને 5000mAhની બેટરી આપવામાં આવી છે. આવો તમને જણાવીએ કે આ સસ્તા 5જી સ્માર્ટફોનમાં શું ખાસ છે.

iQoo Z9 Lite 5G ની ભારતમાં કિંમત

iQOO Z9 Lite 5G સ્માર્ટફોનને 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 10,499 રૂપિયામાં જ્યારે 6 જીબી રેમ વેરિઅન્ટને 11,499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. ગ્રાહકો આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઈ ટ્રાન્ઝેક્શન દ્વારા ફોનને 500 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકે છે. આ ઓફર 31 જુલાઈ સુધી વેલિડ છે.

હેન્ડસેટને એક્વા ફ્લો અને મોકા બ્રાઉન કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. હેન્ડસેટનું વેચાણ કંપનીના ઓનલાઇન સ્ટોર, રિટેલ આઉટલેટ્સ અને એમેઝોન ઇન્ડિયા પર 20 જુલાઇથી શરૂ થશે.

iQoo Z9 Lite 5G ફિચર્સ

iQOO Z9 Lite 5G સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. આ ફોન એન્ડ્રોઇડ 14 બેસ્ડ Funtouch OS 14 સાથે આવે છે. ડિવાઇસમાં 6.56 ઇંચની એચડી + (720×1,612 પિક્સલ) એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. ડિવાઇસમાં 6 એનએમ મીડિયાટેક ડિમેન્સિટી 6300 ચિપસેટ અને 6 જીબી સુધીની રેમ આપવામાં આવેલ છે. આઈક્યૂના આ ફોનમાં 128 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ છે.

આ પણ વાંચો – વનપ્લસ 12આર સ્માર્ટફોન નવા અવતાર સાથે ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

આઈક્યુના આ લેટેસ્ટ ઝેડ-સિરીઝ ફોનમાં એપર્ચર એફ/1.8 સાથે 50 મેગાપિક્સલ પ્રાઇમરી, 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યા છે. ડિવાઇસમાં ફ્રન્ટમાં અપર્ચર એફ/2.0 સાથે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે.

કનેક્ટિવિટી માટે iQoo Z9 Lite 5G સ્માર્ટફોનમાં 5G, 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ 5.4, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ડિવાઇસમાં એક્સેલેરોમીટર, ઇ-કંપાસ, પ્રોક્સિમિટી અને એમ્બિયન્ટ લાઇટ સેન્સર્સ મળે છે.

iQoo Z9 Lite 5G ને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે જે 15W ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ હેન્ડસેટમાં સિક્યોરિટી માટે ફિંગરપ્રિન્ટ સેન્સર, IP64 ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ રેટિંગ આપવામાં આવ્યું છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 163.63×75.58×8.3 એમએમ છે અને વજન 185 ગ્રામ છે.

Web Title: Iqoo z9 lite 5g launched in india smartphone price specifications features ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×