scorecardresearch
Premium

iQOO Z10 અને આઈક્યુ ઝેડ10એક્સ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, 7300mAh સુધી જમ્બો બેટરી, જાણો કિંમત અને ફીચર્સ

iQOO Z10, iQOO Z10x Launch: આઈક્યુ ઝેડ10 અને ઝેડ10એક સ્માર્ટફોનને 256 જીબી સુધી સ્ટોરેજ અને 12 જીબી સુધીની રેમ સાથે આવે છે. આ સ્માર્ટફોન IP64 રેટિંગ સાથે ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ ધરાવે છે.

iqoo z10 z10x launch | iqoo z10 launch | iqoo z10x launch | iqoo phone launch | Smartphone launch
iQoo Z10, iQoo Z10X Launch: આઈક્યુ ઝેડ10, આઈક્યુ ઝેડ10એક્સ લોન્ચ થયો છે. (Photo: @IqooInd)

iQOO Z10, iQOO Z10x Launch: iQOO Z10 અને iQOO Z10X સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. iQOO Z10 અને iQOO Z10x કંપનીના લેટેસ્ટ સ્માર્ટફોન છે. લેટેસ્ટ iQOO Z10માં 7300mAh અને iQOO Z10xમાં 6500mAhની મોટી બેટરી આપવામાં આવી છે. આ બંને આઈક્યુઓ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ Funtouch OS 15 સાથે આવે છે. આ લેટ્સ્ટ હેન્ડસેટ્સમાં 50 એમપી ડ્યુઅલ રિયર કેમેરા સેન્સર્સ છે. જાણો લેટેસ્ટ IQ Z10 અને IQ Z10Xની કિંમત અને ફીચર્સ વિશે.

iQOO Z10 Price : આઈક્યુ ઝેડ10 કિંમત

iQOO Z10ની કિંમત 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે 21,999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત 23,999 રૂપિયા અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 25,999 રૂપિયા છે. આ ફોન ગ્લેશિયર સિલ્વર અને સ્ટેલર બ્લેક કલર ઓપ્શનમાં આવે છે. બેન્ક ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર સાથે હેન્ડસેટને 19999 રૂપિયાની પ્રારંભિક કિંમતે લઇ શકાય છે.

iQOO Z10x Price : આઈક્યુ ઝેડ10એક્સ કિંમત

iQOO Z10xના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 13,499 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત 14,999 રૂપિયા અને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત 16,499 રૂપિયા છે. અલ્ટ્રામરીન અને ટાઇટેનિયમ કલરમાં હેન્ડસેટ ખરીદવાની તક છે. બેંક ઓફર્સની સાથે ફોનની અસરકારક કિંમત 12,499 રૂપિયા રહી છે.

iQOO Z10 Specifications : આઈક્યુ ઝેડ10 સ્પેસિફિકેશન

આઇક્યુ ઝેડ10 સ્માર્ટફોનમાં 6.77 ઇંચની ફુલએચડી+ (1,080×2,392 પિક્સલ) એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો દર 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ છે. સ્ક્રીનની પિક્સેલ ડેન્સિટી 387ppi છે. ડિસ્પ્લે 5000 નીટ પીક બ્રાઇટનેસ સાથે આવે છે. ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે અને એન્ડ્રોઇડ 15 બેઝ્ડ Funtouch OS 15 પ્રદાન કરે છે. નવો આઈક્યૂ સ્માર્ટફોન ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 7s Gen 3 ચિપસેટથી સંચાલિત છે. ડિવાઇસમાં 12 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે.

iQOO Z10 સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં એપર્ચર એફ/ 1.8 માટે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો અને એપર્ચર એફ/ 2.4 સાથે 2 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યો છે. ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આઇક્યુ ઝેડ10 સ્માર્ટફોને પાવર આપવા માટે 7300mAhની મોટી બેટરી આવે છે જે 90W ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટનું ડાયમેન્શન 163×76.40×7.93 મીમી અને વજન 199 ગ્રામ છે.

કનેક્ટિવિટીની વાત કરીએ તો iQOO Z10માં 5G, Wi-Fi, Wi-Fi ડાયરેક્ટ, બ્લૂટૂથ 5.2, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યા છે. બોર્ડ પરના સેન્સરમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, કલર ટેમ્પરેચર સેન્સર, ઇ કમ્પાસ, ગાયરોસ્કોપ અને પ્રોક્સિમિટી સેન્સર આવે છે. સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ઇન્ફ્રારેડ બ્લાસ્ટર પણ છે. હેન્ડસેટમાં IP65 વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ રેટિંગ આપવામાં આવ્યું છે.

iQOO Z10x Specifications : આઇક્યુ ઝેડ10એક્સ સ્પેશિફિકેશન

IQ Z10X સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. એન્ડ્રોઇડ 15 બેઝ્ડ Funtouch OS 15 સાથે આવે છે. આ હેન્ડસેટમાં 6.7 ઇંચ (1,080×2,408 પિક્સલ) ડિસ્પ્લે છે જે 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને 393પીપી પિક્સેલ ડેન્સિટીને સપોર્ટ કરે છે. આ ફોન મીડિયાટેક ડિમેન્સિટી 7300 ચિપસેટ સાથે આવે છે. તેમાં 8 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે.

કેમેરાની વાત કરીએ તો iQOO Z10x સ્માર્ટફોનમાં ઓટોફોકસ સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં રિયરમાં 2 મેગાપિક્સલનું બોકેહ સેન્સર પણ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં iQOO Z10ની જેમ 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

આઇક્યુ ઝેડ10એક્સ સ્માર્ટફોનને પાવર આપવા માટે 6500mAhની મોટી બેટરી છે જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું માપ 165.70×76.30×8.0 એમએમ છે અને વજન 204 ગ્રામ છે. કનેક્ટિવિટી માટે હેન્ડસેટમાં બ્લૂટૂથ 5.4 અને વાઇ-ફાઇ 6 કનેક્ટિવિટી આપવામાં આવી છે. બાજુમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. ફોનમાં ડ્યુઅલ સ્ટિરિયો સ્પીકર્સ અને IP64 રેટિંગ આવે છે એટલે કે આ ફોન ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ ધરાવે છે.

Web Title: Iqoo z10 z10x launch in india price specifications features battery camera know details as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×