scorecardresearch
Premium

iQOO 13 : સુપરકંપ્યૂટિંગ ChipQ2, 6000mAh મોટી બેટરી સાથે થશે લોન્ચ, જાણો ફિચર્સ

iQOO 13 Launch Date : iQOO 13 ભારતમાં આવતીકાલે એટલે કે 3 ડિસેમ્બર 2024ના રોજ પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલા સ્માર્ટફોન કંપનીએ આગામી ફ્લેગશિપ ડિવાઇસના પ્રોસેસર, કેમેરા, ડિસ્પ્લે અને બેટરીના સ્પેસિફિકેશન્સ જાહેર કર્યા

iqoo 13 launch, iqoo 13
iQOO 13 ભારતમાં 3 ડિસેમ્બર 2024ના રોજ સ્માર્ટફોન લોન્ચ કરશે

iQOO 13 Launch Date And Time in India: iQOO ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. iQOO 13 ભારતમાં આવતીકાલે એટલે કે 3 ડિસેમ્બર 2024ના રોજ લોન્ચ કરવામાં આવશે. લોન્ચિંગ પહેલા સ્માર્ટફોન કંપનીએ આગામી ફ્લેગશિપ ડિવાઇસના પ્રોસેસર, કેમેરા, ડિસ્પ્લે અને બેટરીના સ્પેસિફિકેશન્સ જાહેર કર્યા છે. અમે તમને આવનાર iQOO 13 વિશે અત્યાર સુધી જાહેર કરવામાં આવેલી દરેક જાણકારી વિશે જણાવી રહ્યા છીએ.

iQOO 13 ડિસ્પ્લે

આઈક્યુ 13 સ્માર્ટફોનમાં 2 કે એલટીપીઓ એમોલેડ ડિસ્પ્લે હશે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 144 હર્ટ્ઝ છે. આ સ્માર્ટફોન ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ માટે IP68 અને IP69 રેટિંગ્સ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

IQ 13 ડિઝાઇન અને કલર ઓપ્શન

આઈક્યુ 13 સ્માર્ટફોનમાં કેમેરા આઇલેન્ડની પાસે આરજીબી હેલો લાઇટિંગ મળવાની પુષ્ટિ કરવામાં આવી છે. ઇનકમિંગ કોલ, નોટિફિકેશન, ગેમિંગ સેશન અને મ્યુઝિક દરમિયાન આ લાઇટચાલુ રહેશે. આઈક્યુએ પુષ્ટિ આપી છે કે સ્માર્ટફોનની જાડાઈ ફક્ત 8.13 મીમી હશે. હેન્ડસેટને લિજેન્ડ એડિશન અને નાર્ડો ગ્રે કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

iQOO 13 પ્રોસેસર

iQOO 13 સ્માર્ટફોનને સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આઇક્યુ 13માં એક સુપરકમ્પ્યુટિંગ ચિપ ક્યૂ 2 ચિપસેટ પણ હશે અને તેમાં ૧૪૪ એફપીએસ ગેમ ફ્રેમ ઇન્ટરપોલેશન અને 2 કે સુપર રિઝોલ્યુશન ડિલીવર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો – 600mAh બેટરી, 512GB રેમ અને 50MP રિયર કેમેરા, જાણો કિંમત અને તમામ ફીચર્સ

iQOO 13 કેમેરા

આઈક્યુ 13 સ્માર્ટફોનમાં રિયર પર ટ્રિપલ કેમેરા સેટઅપ મળવાની આશા છે. ફોનમાં 50MP પ્રાઇમર, 50MP ટેલિફોટો અને 50MP અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળશે.

iQOO 13 બેટરી અને સોફ્ટવેર

iQOO 13 સ્માર્ટફોનમાં 6000mAhની મોટી બેટરી આપવામાં આવશે. કંપનીનું કહેવું છે કે હેન્ડસેટને 120W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે

આગામી આઈક્યુ ફોનમાં લેટેસ્ટ ફન્ટચ ઓએસ 15 મળવાની પુષ્ટિ કરવામાં આવી છે, જે એન્ડ્રોઇડ 15 પર આધારિત હશે. iQOOએ આગામી ફોનમાં 4 વર્ષ સુધી OS અને 5 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ મળવવાનો દાવો કર્યો છે.

Web Title: Iqoo 13 launch in india on december 3 check full features and specifications ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×