iQOO 13 Launched In India: આઈક્યુ 13 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. આઈક્યુ કંપની દ્વારા દિલ્હીમાં 3 ડિસેમ્બરે યોજાયેલા એક કાર્યક્રમમાં iQOO 13 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ આઈક્યુ 13 મોબાઈલમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન® 8 એલિટ મોબાઇલ પ્લેટફોર્મ, 512 જીબી સુધીનું સ્ટોરેજ, 50MPનો પ્રાઇમરી રિયર કેમેરા અને 32MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. જાણો લેટેસ્ટ આઈક્યુ 13 સ્માર્ટફોનની કિંમત અને ફીચર સહિત તમામ વિગત
iQOO 13 Features : આઈક્યુ 13 ફીચર્સ
આઈક્યુ 13 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ Funtouch OS 15 સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં IP68 અને IP69 રેટિંગ આપવામાં આવ્યું છે. આ આઈક્યૂ સ્માર્ટફોનને સ્નેપડ્રેગન 8 એલિટ મોબાઈલ પ્લેટફોર્મ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
iQOO 13 ભારતમાં 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ અને 16 જીબી રેમ અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટ સાથે ઉપલબ્ધ છે. કંપનીનું કહેવું છે કે રેમને વર્ચ્યુઅલ રીતે 16 જીબી સુધી વધારી શકાય છે.
આઈક્યુ 13 ડિવાઇસને પાવર આપવા માટે 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 120W ફ્લેશચાર્જ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું ડાયમેન્સન 163.37 × 76.71 × 8.13 એમએમ અને વજન 213 ગ્રામ છે.

iQOO 13 Water Restistance : આઈક્યુ 13 વોટર રેઝિસ્ટન્સ
આઈક્યુ 13 સ્માર્ટફોનને ગ્લાસ બેક કવર પેનલ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ફોનમાં 3ડી અલ્ટ્રાસોનિક સિંગલ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. iQOO 13માં 6.82 ઇંચની એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે જે 3168 × 1440 પિક્સલનું રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીન 4500 નિટ પીક બ્રાઇટનેસ આપે છે. ડિસ્પ્લેની પિક્સેલ ડેન્સિટી 510ppi છે.
કનેક્ટિવિટી માટે હેન્ડસેટમાં 5G, 4G VoLTE, GPS, Wi-Fi, બ્લૂટૂથ 5.4, યુએસબી અને એનએફસી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આઇક્યુ 13માં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર, ઇ કંપાસ, કલર ટેમ્પરેચર સેન્સર, મોટર, ગાયરોસ્કોપ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આઈક્યુ 13 IP68 અને IP69 રેટિંગ્સ, ધૂળ અને પાણી પ્રતિરોધકતા સાથે આવે છે.
આઈક્યુ 13 સ્માર્ટફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જેમાં 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ અને 50 મેગાપિક્સલનો ટેલિફોટો સેન્સર આપવામાં આવ્યો છે.
iQOO 13 Price : આઈક્યુ 13 કિંમત
આઈક્યુ 13 સ્માર્ટફન ભારતમાં લિજેન્ડ અને નાર્ડો ગ્રે કલર એડિશનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. નામથી જ ખ્યાલ આવે છે કે, લેજન્ડ એડિશનનું નિર્માણ બીએમડબલ્યુ મોટર્સપોર્ટ સાથે ભાગીદારીમાં કરવામાં આવ્યું છે.
ભારતમાં આઈક્યુ 13 સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 54999 રૂપિયા છે. તો 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 59999 રૂપિયા છે.
આઈક્યુ 13 સ્માર્ટફોનનું વેચાણ 11 ડિસેમ્બરથી એમેઝોન ઈન્ડિયા પર શરૂ થશે. બેંક ઓફર્સની વાત કરીએ તો આ ફોનને ICICI બેંક અને HDFC ક્રેડિટ કાર્ડથી 3000 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે.