iQOO એક પોપ્યુલર મોબાઇલ પ્રોડક્ટ કંપની છે. આ કંપની ભારતીય માર્કેટમાં નવા સ્માર્ટફોન લોન્ચ કરતી રહે છે. iQOO કંપની ટૂંક સમયમાં ભારતમાં તેનો આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન iQOO 12 લોન્ચ કરશે. આગામી ફોન Qualcomm ના Snapdragon 8 Gen 3 ચિપસેટ દ્વારા સપોર્ટેડ હશે. આ ચિપસેટને સપોર્ટ કરતો દેશનો આ પહેલો સ્માર્ટફોન હશે. તો ચાલો જાણીએ આ ફોન ભારતમાં ક્યારે લોન્ચ થશે અને તેના શું ફીચર્સ હશે.
આ ફોન ભારતમાં 12 ડિસેમ્બરે લોન્ચ થશે. આ માહિતી iQOO ઇન્ડિયાના CEO નિપુણ મારિયા પાસેથી મળી છે. નિપુન મર્યાએ તાજેતરમાં X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં આ ફોનની લોન્ચિંગ તારીખની જાહેરાત કરી હતી. iQOO 12 પોસ્ટરમાં ઉપરના જમણા ખૂણે BMW લોગો પણ છે.
આ પણ વાંચો: WhatsApp Group Calls: વૉટ્સએપમાં આવી નવી અપડેટ! હવે એક જ સમયે યુઝર્સ આટલા લોકોને ગ્રુપ કોલિંગ કરી શકશે
GSMArenaના અહેવાલ મુજબ, આગામી iQOO 12 સ્માર્ટફોનમાં એક ડિસ્પ્લે હશે જે હાર્ડવેર-બેઝડ રે-ટ્રેસિંગને સપોર્ટ કરી શકે છે.
આ વર્ષની શરૂઆતમાં લોકપ્રિય ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશને Weibo પર ફોન વિશે એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટ પર, ફોનને QHD E7 OLED સ્ક્રીન મળી શકે છે. જેનો રિફ્રેશ રેટ 144 હર્ટ્ઝ હશે. ઉપરાંત, પોસ્ટ અનુસાર, ફોન મેટલ ફ્રેમ, અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને 200W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે લોન્ચ થઈ શકે છે.
કેટલાક અન્ય અહેવાલો અનુસાર, iQOO તેના ફોનમાં ચાર્જિંગ સપોર્ટને 120W સુધી મર્યાદિત કરી શકે છે. તેમાં 6000 mAh બેટરી પણ છે. કેમેરા વિશે વાત કરીએ તો, iQOO 12 ને ટ્રિપલ કેમેરા સેટઅપ મળી શકે છે. જેમાં OIS સાથેનો 50-મેગાપિક્સલનો ઓમ્નિવિઝન કેમેરા, 50-મેગાપિક્સલનો ISOCELL JN1 અલ્ટ્રાવાઇડ સેન્સર અને 64-મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સનો સમાવેશ થાય છે. આ ફોન એન્ડ્રોઇડ 14 આઉટ ઓફ બોક્સ પર આધારિત હોઈ શકે છે.