IPO Open And Share Listing This Week: આઈપીઓમાં રોકાણ કરી કમાણી કરનાર માટે આ સપ્તાહ બહુ સુસ્ત રહેશે. 17 ફેબ્રુઆરીથી શરૂ થયેલા નવા સપ્તાહમાં માત્ર 2 નવા આઈપીઓ ખુલવાના છે. આ બંને પબ્લિક ઇશ્યૂ એસએમઇ સેગમેન્ટના છે. અલબત્ત પાછલા સપ્તાહે ખુલ્લા 5 આઈપીઓ આ સપ્તાહે સબ્સક્રાઇબ કરવાની તક મળશે. જેમાં ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ આઈપીઓ મેનબોર્ડ સેગમેન્ટનો છે. નવા શેર લિસ્ટિંગની વાત કરીયે તો આ સપ્તાહે 3 કે 5 નહીં 10 કંપનીના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થવાના છે. તેમા 3 મેનબોર્ડ સેગમેન્ટની કંપનીઓ છે.
HP Telecom India IPO: એચપી ટેલીકોમ ઈન્ડિયા આઈપીઓ
એચપી ટેલીકોમ ઈન્ડિયા આઈપીઓ 20 ફેબ્રુઆરી થી 24 ફેબ્રુઆરી સુધી સબ્સક્રિપ્શન કરી શકાશે. કંપની એ 34.23 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઇસ 108 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. લોટ આઈપીઓ 1200 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ એનએસઇ એસએમઇ પર 28 ફેબ્રુઆરીએ શેર લિસ્ટિંગ થશે.
Beezaasan Explotech IPO: બિઝાસન એક્સપ્લોટેક આઈપીઓ
બિઝાસન એક્સપ્લોટેક લિમિટેડ કંપનીનો 59.93 કરોડ રૂપિયાનો આઈપીઓ 21 ફેબ્રુઆરી ખુલશે. આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઇસ 165 – 175 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 800 શેર છે. 25 ફેબ્રુઆરીના રોજ આઈપીઓ બંધ થયા બાદ 3 માર્ચના રોજ બીએસઇ એસએમઇ પર શેર લિ સ્ટિંગ થશે.
ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 5 આઈપીઓ આ સપ્તાહે સબ્સક્રાઇબ કરવાની તક મળશે. જેમા એલ કે મહેતા પોલીમર આઈપીઓ, શાનમુગા હોસ્પિટલ કંપની, ક્વોલિટી પાવર ઇલેકટ્રિકલ ઇક્વિપમેન્ટ, રોયલાર્ક ઇલેક્ટ્રોડ્સ, તેજસ કાર્ગો કંપનીના આઈપીઓ સામેલ છે.
નવા સપ્તાહે 10 કંપનીના શેર લિસ્ટિંગ થશે
| કંપનીનું નામ | લિસ્ટિંગ તારીખ | સ્ટોક એક્સચેન્જ |
|---|---|---|
| એજેક્સ એન્જિનિયરિંi | 17 ફેબ્રુઆરી | BSE, NSE |
| ચંદન હેલ્થકેર | 17 ફેબ્રુઆરી | NSE SME |
| હેક્સાવેર ટેકનોલોજીસ | 19 ફેબ્રુઆરી | BSE, NSE |
| પીએસ રાજ સ્ટીલ | 19 ફેબ્રુઆરી | NSE SME |
| વોલેર કાર | 19 ફેબ્રુઆરી | NSE SME |
| મેક્સવોલ્ટ એનર્જી | 19 ફેબ્રુઆરી | NSE SME |
| શાનમુગા હોસ્પિટલ | 20 ફેબ્રુઆરી | BSE SME |
| ક્વોલિટી પાવર | 21 ફેબ્રુઆરી | BSE, NSE |
| એલ કે મહેતા પોલીમર | 21 ફેબ્રુઆરી | BSE SME |
| રોયલાર્ક ઇલેક્ટ્રોડ્સ | 21 ફેબ્રુઆરી | NSE SME |