scorecardresearch
Premium

IPO : વિક્રન એન્જિનિયરિંગ સહિત આ સપ્તાહે 10 આઈપીઓ ખુલશે, 8 કંપનીના શેર લિસ્ટિંગ થશે

IPO Open And Share Listing This Week : આઈપીઓ રોકાણકારો માટે કમાણીની તક આવી છે. આ સપ્તાહે 2 મેઇનબોર્ડ આઈપીઓ સહિત કુલ IPO ખુલશે. ઉપરાંત નવી 8 કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે.

IPO | IPO Investment | Upcoming IPO | IPO This week | Share Market News | Stock Market
IPO : આઈપીઓ (Photo: Freepik)

IPO Open And Share Listing This Week : આઈપીઓ માર્કેટ માટે ઓગસ્ટ મહિનાનો છેલ્લો સપ્તાહ બહુ વ્યસ્ત રહેવાનો છે, ખાસ કરીને એવા રોકાણકારો માટે જેઓ આઈપીઓ લિસ્ટિંગ દ્વારા કમાણીની તકો શોધી રહ્યા છે. આ અઠવાડિયે, ઘણી કંપનીઓ એક સાથે દલાલ સ્ટ્રીટ પર દસ્તક આપવા જઈ રહી છે. 25 ઓગસ્ટ સોમવારથી શરૂ થતા અઠવાડિયા દરમિયાન કુલ 10 કંપનીઓના IPO ખુલી રહ્યા છે, જે 2 મેઇનબોર્ડ આઈપીઓ છે. ઉપરાંત નવી 8 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે.

IPO Open This Week : આ અઠવાડિયા ખુલનાર આઈપીઓ

Vikran Engineering : વિક્રન એન્જિનિયરિંગ

વિક્રન એન્જિનિયરિંગ કંપનીનો આઈપીઓ 26 ઓગસ્ટે ખુલશે. મુંબઈ સ્થિત આ EPC કંપની આઈપીઓ દ્વારા 772 કરોડ રૂપિયા એક્ત્ર કરવા માંગે છે. તેમા 721 કરોડ રૂપિયાનો નવા ઇશ્યૂ અને પ્રમોટર રાકેશ અશોક માર્કડકર દ્વારા 51 કરોડ રૂપિયાનો ઓફર ફોર સેલ (OFS) શામેલ છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 92-97 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 148 શેર છે. જેનો અર્થ એ છે કે રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 13,616 રૂપિયાનું રોકાણ કરવું પડશે. સબ્સ્ક્રિપ્શન ખુલતા પહેલા, વિક્રન એન્જિનિયરિંગના IPOમાં ગ્રે માર્કેટમાં 20 ના પ્રીમિયમ સાથે સારી માંગ જોવા મળી રહી છે. સબ્સ્ક્રિપ્શન 29 ઓગસ્ટે બંધ થશે.

Anlon Healthcare : એનલોન હેલ્થકેર

એનલોન હેલ્થકેર આઈપીઓ 26 ઓગસ્ટે ખુલશે અને 29 ઓગસ્ટે બંધ થશે. જો કે, આ એક નાના કદનો ઇશ્યૂ છે, જેનો ઉદ્દેશ્ય ફ્રેશ ઇક્વિટી દ્વારા સંપૂર્ણપણે રૂ. 121 કરોડ એકત્ર કરવાનો છે. કંપનીએ પ્રાઇસ બેન્ડ રૂ. 86-91 પ્રતિ શેર રાખી છે. આ IPOમાં એક લોટમાં 164 શેર મળશે, જેનો અર્થ એ છે કે છૂટક રોકાણકારોએ ઓછામાં ઓછા રૂ. 14,104નું રોકાણ કરવું પડશે. કંપની આઈપીઓ દ્વારા એકત્ર કરેલા ભંડોળનો ઉપયોગ વિસ્તરણ, દેવું ઘટાડવા અને કાર્યકારી મૂડી માટે કરવામાં આવશે.

SME IPO Open This Week : આ અઠવાડિયા ખુલનાર એસએમઇ આઈપીઓ

NIS મેનેજમેન્ટ આઈપીઓ : NIS Management IPO

NIS મેનેજમેન્ટ કંપનીનો આઈપીઓ 25 ઓગસ્ટના રોજ ખુલશે અને 60 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરશે.

ગ્લોબટીયર ઇન્ફોટેક આઈપીઓ : Globtier Infotech IPO

ગ્લોબટીયર ઇન્ફોટેક આઈપીઓ પણ 25 ઓગસ્ટના રોજ ખુલશે, જેમાં કંપની રૂ. 31.05 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

સત્વ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન આઈપીઓ : Sattva Engineering Construction IPO

સત્વ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન આઈપીઓમાં રોકાણકારો 26 ઓગસ્ટથી આ કંપનીના IPO માટે બોલી લગાવી શકે છે, જેનો આઈપીઓનું કદ રૂ. 35.38 કરોડ છે.

કરંટ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ IPO : Current Infraprojects IPO

કરંટ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ કંપનીનો 41.8 કરોડ રૂપિયાનો આઈપીઓ 26 ઓગસ્ટના રોજ ખુલશે.

ઓવલ પ્રોજેક્ટ્સ એન્જિનિયરિંગ આઈપીઓ : Oval Projects Engineering IPO

ઓવલ પ્રોજેક્ટ્સ એન્જિનિયરિંગ આઈપીઓ 28 ઓગસ્ટે ખુલશે.

એબ્રિલ પેપર ટેક IPO : Abril Paper Tech IPO

આ પેપર મેન્યુફેક્ચરિંગ કંપનીનો આઈપીઓ 29 ઓગસ્ટે ખોલશે અને 13.42 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરશે.

સ્નેહા ઓર્ગેનિક્સ આઈપીઓ : Snehaa Organics IPO

હૈદરાબાદ સ્થિત આ કંપની 29 ઓગસ્ટના રોજ 32.68 કરોડ રૂપિયાનો નવો ઇશ્યૂ પણ લાવી રહી છે.

સગ્સ લોયડ આઈપીઓ : Sugs Lloyd IPO

સગ્સ કંપનીનો IPO 29 ઓગસ્ટના રોજ ખુલશે, જેમા રૂ. 85.66 કરોડના નવા ઇશ્યૂ હશે.

Share Listing This Week

25 ઓગસ્ટ : સ્ટુડિયો એલસીડી કંપનીના શેર NSE SME પર લિસ્ટિંગ કરશે.

26 ઓગસ્ટ : વિક્રમ સોલર, શ્રીજી શિપિંગ ગ્લોબલ, પટેલ રિટેલ, જેમ એરોમેટિક્સ અને એલજીટી બિઝનેસ કનેક્શન્સના શેર બીએસઈ એસએમઈ પર લિસ્ટિંગ થશે.

28 ઓગસ્ટ : મંગલ ઇલેક્ટ્રિકલ કંપનીના શેર BSE અને NSE બંને સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થશે.

29 ઓગસ્ટ (શુક્રવાર): ARC ઇન્સ્યુલેશન કંપનીના શેર NSE SME પર લિસ્ટેડ થવાના છે.

Web Title: Ipo news vikran engineering anlon healthcare ipo open and share listing this week share market news as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×