IPO And Share Listing This Week : આઈપીઓ રોકાણ માટે 14 જુલાઇથી શરૂ થયેલું સપ્તાહ વ્યસ્ત રહેવાનું છે. નવા સપ્તાહમાં 3 નવા આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલવાના છે, જેમાં એક એન્થમ બાયોસાયન્સીસ મેઇનબોર્ડ સેગમેન્ટ આઈપીઓ છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 1 મેઇનબોર્ડ આઈપીઓમાં આ અઠવાડિયે રોકાણ કરવાની તક મળશે. શેર લિસ્ટિંગની વાત કરીયે તો નવા સપ્તાહે 6 કંપનીઓ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થવાના છે. તે ઉપરાંત એક FPO પણ લિસ્ટેડ થવાનો છે.
IPO Open This Week : આ સપ્તાહે ખુલનાર આઈપીઓ
Anthem Biosciences IPO : એન્થમ બાયોસાયન્સીસ આઈપીઓ
એન્થમ બાયોસાયન્સીસ આઈપીઓ મેઇનબોર્ડ સેગમેન્ટનો પબ્લિક ઇશ્યૂ છે. 3395 કરોડ રૂપિયાનો આ આઈપીઓ 14 જુલાઇ ખુલીને 16 જુલાઇએ બંધ થશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 540 – 570 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 26 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ શેર એલોટમેન્ટ 17 જુલાઇ ફાઇનલ થશે. ત્યાર બાદ BSE અને NSE પર 21 જુલાઇએ શેર લિસ્ટિંગ થઇ શકે છે.
Spunweb Nonwoven IPO : સ્પનવેબ નોનવોવન આઈપીઓ
સ્પનવેબ નોનવોવન કંપનીનો 60.98 કરોડનો આઈપીઓ 14 જુલાઇ ખુલશે. આઈપીઓ માટે પ્રાઇ બેન્ડ 90 – 96 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1,200 શેર છે. 16 જુલાઇ સુધી આઈપીઓ સબ્સક્રિપ્શન કરી શકાશે. શેર એલોટમેન્ટ 17 જુલાઇ ફાઇનલ થશે અને શેર લિસ્ટિંગ NSE SME પર 21 જુલાઇએ થઇ શકે છે.
Monika Alcobev IPO : મોનિકા એલ્કોબેવ આઈપીઓ
મોનિકા એલ્કોબેવ આઈપીઓ સબ્સક્રિપ્શન 16 થી 18 જુલાઇ વચ્ચે કરી શકાશે. કંપની આઈપીઓ દ્વારા 153.68 કરોડ રૂપિયા એક્ત્ર કરવા માંગે છે. શેર એલોટમેન્ટ 21 જુલાઇએ ફાઇનલ થશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 271-286 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 400 શેર છે. શેર લિસ્ટિંગ BSE SME પર 23 જુલાઇ થઇ શકે છે.
Share Listing This Week : આ કંપનીના શેર લિસ્ટિંગ થશે
14 જુલાઇથી શરૂ થયેલા નવા સપ્તાહ દરમિયાન 6 કંપનીઓના શેર લિસ્ટેડ થવાના છે. જેમા 14 જુલાઇએ મેઇનબોર્ડ સેગમેન્ટમાં ટ્રાવેલ ફૂડ સર્વિસીસનો શેર BSE અને NSE પર લિસ્ટિંગ થવાનો છે. આ જ દિવસે કેમફર્ટ ઈન્ડિયા કંપનીનું શેર લિસ્ટિંગ BSE SME પર અને Smarten Power Systems કંપનીના શેર NSE SME પર લિસ્ટેડ થવાના છે. 15 જુલાઇએ BSE SME પર ગ્લેન ઈન્ડસ્ટ્રીઝના શેર લિસ્ટિંગ કરવાના છે. 16 જુલાઇએ BSE SME પર Asston Pharmaceuticals અને 17 જુલાઇએ BSE, NSE પર Smartworks Coworking Spacesના શેર લિસ્ટિંગ થવાના છે.
CFF Fluid Control FPO : સીએફએફ Fluid કન્ટ્રોલ એફપીઓ
નવા સપ્તાહે BSE SME પર 16 જુલાઇના રોજ CFF Fluid Controlનો એફપીઓ લિસ્ટેડ થવાનો છે. આ FPO 8.45 ગણો ભરાયો હતો. જ્યારે શેરબજારમાં પહેલાથી લિસ્ટેડ કોઇ કંપની વધારાના શેર ઇશ્યૂ કરી ભંડોળ એક્ત્ર કરે છે તેને ફોલો ઓન પબ્લિક ઓફર (FPO) કરે છે. આ શેરને સેકન્ડરી ઇશ્યૂ કહેવામાં આવે છે.