iPhone 16 Launch Poster Leaks: એપલ આઇફોન 16 લોન્ચ થવા અંગે મોટા સમાચાર આવ્યા છે. એપલ તેની વાર્ષિક ઓક્ટોબર ઇવેન્ટની તૈયારી કરી રહ્યું છે. પરંતુ એવું લાગે છે કે ક્યુપરટિનોની ટેક જાયન્ટ એપલની આગામી ઇવેન્ટ વિશેની માહિતી ઓનલાઇન લીક થઈ ગઈ છે. ટિપ્સ્ટર Majin Buu આ કાર્યક્રમનું પોસ્ટર લીક કરવાનો દાવો કર્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ પોસ્ટરમાં નેક્સ્ટ જનરેશન આઇફોન 16 લોન્ચ થવાની તારીખનો ખુલાસો કરવામાં આવ્યો છે. આવો તમને જણાવીએ અપકમિંગ એપલ આઇફોનના લીક થયેલા પોસ્ટરની વિગતો…
એપલ આઇફોનના લીક થયેલા પોસ્ટર પર સ્લોગન- ‘રેડી. સેટ. કેપ્ચર’ (Ready. Set. Capture) લખ્યું છે. આ પોસ્ટર પર 10 સપ્ટેમ્બરની તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ ભારતીય સમય પ્રમાણે રાત્રે 10.30 વાગ્યે શરૂ થશે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણા લીક અને રિપોર્ટ્સમાં આઇફોન 16 10 સપ્ટેમ્બર પર લોન્ચ થવાનો છે તેવી જાણકારી હતી. ટિપસ્ટર મજીન બુઉએ દાવો કર્યો છે કે તેમને આ પોસ્ટર એક સ્ત્રોત તરફથી મળ્યું છે જેમણે પોતાનું નામ જાહેર ન કરવા જણાવ્યું છે.
આ પોસ્ટરમાં એપલનો લોગો ગોલ્ડ કલરમાં જોઇ શકાય છે. અને તે સંકેત હોઈ શકે છે કે એપલ આ વખતે નવા ‘Desert Titanium’ કલર ઓપ્શનમાં આગામી આઇફોન 16 લોન્ચ કરશે.
તમને જણાવી દઈએ કે હાલમાં એપલ તરફથી આઇફોન 16ના લોન્ચની તારીખ વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી. તેથી, લીક દ્વારા જાહેર કરવામાં આવેલી લોન્ચ તારીખ પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકાતો નથી. આ ઇવેન્ટમાં આઇફોન 16 ત્રણ મોડેલો સાથે નવા iOS 18 ના સ્ટેબલ વર્ઝનને રોલ આઉટ કરવાની પણ અપેક્ષા છે.
આઇફોન 16 અને આઇફોન 16 પ્રો ની વિગત લીક
તમને જણાવી દઈએ કે હાલમાં જ આવી રહેલા આઇફોન 16 અને આઇફોન 16 પ્રોની ડિઝાઈન પણ લીક થઈ ગઈ હતી. પ્રમોશનલ સ્લાઈડ પરથી આ ફોનની ઝલક જોવા મળી હતી.
લીક થયેલા રિપોર્ટ મુજબ આગામી આઇફોન 16 પ્રોને ચાર નવા કલરમાં ઉપલબ્ધ કરાવી શકાય છે. ટિપસ્ટર સોની ડિકસન (@SonnyDickson)એ એક્સ (ટ્વિટર) પર એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં આઇફોન 16ના ડમી મોડલ ચાર રંગોમાં જોઇ શકાય છે. આ ફોટોમાં આઇફોન 16 બ્લેક ગોલ્ડ, ગ્રે/ટાઇટેનિયમ અને વ્હાઇટ કલરમાં જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં આવી રહેલા મોડલ્સમાં પાછળની તરફ કેમેરા મોડ્યુલ મોટી સાઇઝમાં જોઇ શકાય છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા એનાલિસ્ટ મિંગ-ચી કુઓએ માહિતી આપી હતી કે આઇફોન 16 પ્રો મેક્સ અને આઇફોન 16 પ્રોને ગ્રે, રોઝ શેડ, બ્લેક અને સિલ્વર અથવા ગ્રે કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બ્લુ ટાઇટેનિયમ કલર વેરિઅન્ટની જગ્યાએ રોઝ કલર વેરિઅન્ટ લઇ શકાય છે.
આ પણ વાંચો | ઓપ્પો એ લોન્ચ કર્યો સસ્તો અને શાનદાર સ્માર્ટફોન, 50MP પ્રાઇમરી કેમેરા અને 5100mAh બેટરી, જાણો કિંમત
આ ઉપરાંત આઇફોન 16 પ્રો અને આઇફોન 16 પ્રો મેક્સમાં મોટી ડિસ્પ્લે મળવાની આશા છે. કેમેરા સેગમેન્ટ પણ અપગ્રેડ કરી શકાય છે. લીક થયેલા રિપોર્ટ અનુસાર એપલ આ વખતે આઇફોન 16 પ્લસ અને આઇફોન 16માં એ18 પ્રો ચિપસેટ ઓફર કરી શકે છે.