Internet Users in India | ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સ : ભારતમાં ડિજિટલ ક્રાંતિ અટકવાના કોઈ સંકેત હાલમાં દેખાતા નથી. હા, દેશમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે અને આ દર્શાવે છે કે, દેશમાં ઘણા હેતુઓ માટે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના લેટેસ્ટ ટેલિકોમ સબસ્ક્રાઈબર રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2023 ના અંતમાં, ભારતમાં 936.16 મિલિયન યુઝર્સ ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા હતા. માત્ર ત્રણ મહિનામાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં લગભગ 2 ટકાનો વધારો થયો છે. મોબાઈલ બ્રોડબેન્ડ દ્વારા વાયરલેસ ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા સૌથી વધુ 897.59 મિલિયન છે. પરંતુ વાયર્ડ બ્રોડબેન્ડ યુઝર્સની સંખ્યા પણ વધી રહી છે અને 38.57 મિલિયન જોડાણ થયા છે.
સૌથી મોટો વધારો બ્રોડબેન્ડ યુઝર્સની સંખ્યામાં થયો છે. બ્રોડબેન્ડ ઈન્ટરનેટ યુઝર્સની કુલ સંખ્યા 904.54 મિલિયન હતી, જે અગાઉના ક્વાર્ટર કરતાં 2 ટકા વધુ છે. જૂની ટેક્નોલોજી પર ચાલતા નેરોબેન્ડ કનેક્શન્સમાં 31.6 મિલિયનનો ઘટાડો થયો છે કારણ કે, મોટાભાગના ભારતીયો હવે હાઇ-સ્પીડ ડેટા પ્લાન ઇચ્છે છે.
બેન્ડવિડ્થની આ વધતી માંગ હવે માત્ર શહેરી વિસ્તારો સુધી મર્યાદિત નથી. જ્યારે શહેરોમાં ઈન્ટરનેટ ગ્રાહકોની સંખ્યા લાખોમાં રહી, વર્ષના અંતે દેશના કુલ ટેલિફોન યુઝર બેઝમાં ગ્રામીણ ભારતનો હિસ્સો 44% થી વધુ હતો. 527.77 મિલિયન ગ્રામીણ રહેવાસીઓ ડિજિટલ રીતે જોડાયેલા હતા, જેમાં ગ્રામીણ ટેલિ-ડેન્સિટી લગભગ 59 ટકા સુધી પહોંચી હતી.
વાયરલેસ યુઝર દીઠ સરેરાશ આવક (ARPU) ક્વાર્ટર-દર-ક્વાર્ટરમાં લગભગ 2 ટકા વધીને રૂ. 152.55 થઈ છે, જે ગયા વર્ષ કરતાં 8 ટકા વધુ છે. પોસ્ટપેડ મોબાઇલ એઆરપીયુ ખાસ કરીને રૂ. 189 પ્રતિ મહિને મજબૂત હતો.
આ પણ વાંચો – Realme ના 12000થી ઓછી કિંમતના બે શાનદાર 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ અને ખાસિયતો
આ પહેલા ફેબ્રુઆરીમાં એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે ભારતીયો ઈન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે. ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને કંતાર દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 86 ટકા ભારતીય ઈન્ટરનેટ યુઝર્સ નેટફ્લિક્સ, પ્રાઇમ વિડીયો અને સ્પોટીફાઈ જેવી ઓટીટી વિડીયો અને ઓડિયો સ્ટ્રીમિંગ સેવાઓનો આનંદ માણે છે. ડિજિટલ મનોરંજનના કુલ ગ્રાહકોમાંથી લગભગ અડધા ગ્રામીણ વિસ્તારના છે.