મેટા એ Instagram માટે આજે વધુ એક ફિચર જાહેર કર્યું છે જેને જોઈ તમે પણ ખુશ થઈ જશો. જીહા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક નવું Profile Card ફિચર રજૂ કર્યું છે. જે તમારી પ્રોફાઈલ માટે ડિજિટલ બિઝનેસ કાર્ડ માફક કામ કરશે. આ કાર્ડ તમારા ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલને એક ઈન્સ્ટેન્ટ સ્નૈપશોટ આપે છે, જેમાં સ્કેન કરનાર એક QR કોડ અને બીજી સાઈડ પ્રોફાઈલ ફોટો અને બાયો દેખાય છે. આ નવું ડિજિટલ ટૂલ એક કસ્ટમાઈજેબલ કાર્ડની માફક કામ કરે છે. ક્રિએટર્સ માટે આ અપડેટ ખુબ જ જોરદાર રહેવાનું છે.
શું છે ઈન્સ્ટાગ્રામનું પ્રોફાઈલ કાર્ડ ફિચર?
આ એક ટૂ સાઈડ પ્રોફાઈલ કાર્ડ છે. જ્યાં એક રીતે યૂઝરની પ્રોફાઈલ ફોટો, બાયો અને કેટેગરી (પર્સનલ, ક્રિએટર અને બિઝનેસ) જેવી પર્સનલ ઈન્ફોર્મેશન દેખાય છે. બીજી તરફ યૂઝર એક QR કોડ છે, જે લોકોને તેમના ડિવાઈસથી સ્કેન કરીને પ્રોફાઈલ સુધી જલ્દીથી પહોંચાડવા અને ફોલો કરવાની સુવિધા આપે છે.
બિઝનેસ કરનારા લોકો માટે ખાસ
આ ફિચર નોર્મલ અને મોટા ક્રિએટક બંને લોકોને પસંદ આવે તેવી આશા છે, કારણ કે આ ફિચર અલગ રીતે લોકોને તમારી સાથે જોડવામાં મદદ કરે છે. બિઝનેસ કરનારા લોકો માટે આ વધુ ખાસ બનવાનું છે. સ્કેન-એન્ડ-ફોલો ઈંટરેક્શન લોકો સાથે જોડાવાનો એક સરળ રસ્તો પ્રદાન કરે છે.
કેવી રીતે બનાવશો ઈન્સ્ટાગ્રામ પર પ્રોફાઈલ કાર્ડ
- પ્રોફાઈલ કાર્ડનો ઉપીયોગ અથવા કસ્ટમાઈજ કરવા માટે, તમારે પ્રથમ તમારી પ્રોફાઈલમાં જવાનું રહેશે.
- અહીં તમને એક નવો વિકલ્પ શેર યોર પ્રોફ્રાઈલ કાર્ડ પર ક્લિક કરવાનું રહેશે.
- આટલું કરતા જ તમારૂં પ્રોફાઈલ કાર્ડ ઓપન થઈ જશે.
- ત્યાં જ થ્રી ડોટ પર ક્લિક કરીને તમે કસ્ટમાઈજ પણ કરી શકો છો.
- અહીં તમને QR કોડનું બેકગ્રાઉન્ડ બદલાનો પણ વિકલ્પ આપશે.
- આ પછી સરળતાથી તમે પોતાનું પ્રોફાઈલ કાર્ડ ક્યાંય પણ શેર કરી શકો છો.