scorecardresearch
Premium

Instagram : ઇન્સ્ટાગ્રામ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં ક્રીયેટર પોતાનું એઆઈ વર્ઝન જનરેટ કરી શકશે

Instagram : આ AI ચેટબોટ્સ મોટી સંખ્યામાં ફોલર્સ ધરાવતા ક્રીયેટર માટે ઉપયોગી થઈ શકે છે કારણ કે તેઓ તેમના વતી ગ્રુપ સાથે ચેટ કરી શકે છે અને મેસેજનો જવાબ આપી શકે છે.

Instagram Platform
Instagram : ઇન્સ્ટાગ્રામ પર આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સ, પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં ક્રીયેટર પોતાનું એઆઈ વર્ઝન જનરેટ કરી શકશે

Instagram : ઇન્સ્ટાગ્રામ (Instagram) ‘AI સ્ટુડિયો’ નામના એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે જેમાં ક્રીયેટર પોતાનું AI વરઝ્ન બનાવી શકે છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે તાજેતરમાં તેની બ્રોડકાસ્ટ ચેનલ પર જાહેરાત કરી હતી કે આ સુવિધા હાલમાં યુનાઈટેડ સ્ટેટ્સમાં ‘પ્રારંભિક ટેસ્ટિંગ’ તરીકે થોડા ક્રીયેટર અને યુઝર્સ માટે ઉપલબ્ધ છે.

artificial intelligence
Instagram : ઇન્સ્ટાગ્રામ પર આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સ, પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં ક્રીયેટર પોતાનું એઆઈ વર્ઝન જનરેટ કરી શકશે

ઝુકરબર્ગે કહ્યું કે એલિજિબલ યુઝર્સ તેના ફેવરિટ ક્રીયેટર અને રુચિ-આધારિત AIs આગામી અઠવાડિયામાં Instagram પર જોઈ શકે છે. બોરડકાસ્ટમાં, મેટા ચીફે ઘણા ઉદાહરણ પણ આપ્યા જેમાં AI-સંચાલિત ક્રીયેટર ચેટબોટ્સ સાથેની વાતચીત દર્શાવવામાં આવી હતી. તેણે કહ્યું કે Instagram એ આ AI-સંચાલિત ચેટબોટ્સના પ્રારંભિક વરઝ્ન લાવવા માટે મીમ એકાઉન્ટ ‘વેસ્ટેડ’ અને ડોન એલન સ્ટીવનસન III ના ક્રીયેટર સાથે કામ કર્યું છે.

આ પણ વાંચો: iPhone 14 Plus Price Cut: આઈફોન 14 પ્લસ કિંમતમાં ધરખમ ઘટાડો, ઓફર માત્ર મર્યાદિત સમય માટે ઉપલબ્ધ

આ AI ચેટબોટ્સ મોટી સંખ્યામાં ફોલર્સ ધરાવતા ક્રીયેટર માટે ઉપયોગી થઈ શકે છે કારણ કે તેઓ તેમના વતી ગ્રુપ સાથે વાર્તાલાપ કરી શકે છે અને મેસેજનો જવાબ આપી શકે છે.

ઝુકરબર્ગે કહ્યું કે Instagram ક્રીયેટર યુઝર્સ સાથે વાતચીત શરૂ કરવા માટે ‘મેસેજ’ બટનને ટેપ કરી શકે છે અને યુઝર્સને ટોચ પર એક નોટિફિકેશન દેખાશે જે દર્શાવે છે કે મેસેજ AI દ્વારા જનરેટ કરવામાં આવ્યા છે અને તેથી “અચોક્કસ અથવા અયોગ્ય હોઈ શકે છે.”

આ પણ વાંચો: Oppo Reno 12 5G: 12 જીબી સુધી રેમ અને 512 જીબી સ્ટોરેજ સાથે શાનદાર ઓપ્પો સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

ક્રીયેટરના નામમાં ‘AI’ પ્રીફીક્સ અને ‘બીટા’સફિક્સ પણ હશે. ઝુકરબર્ગે કહ્યું કે Instagram આ ચેટબોટ્સ બનાવવા માટે કેરેક્ટર અને ક્રીયેટર સાથે નજીકથી કામ કરી રહ્યું છે જેથી તેઓ આ ક્રીયેટરને તેમના ફોલોઅર્સ દ્વારા પૂછવામાં આવતા સામાન્ય પ્રશ્નોના જવાબ આપવામાં મદદ કરી શકે.

Web Title: Instagram ai studio chatbots creators ai features artificial intelligence sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×